Breaking News

દિવાળીની સફાઈ કરતી મહિલાનો પગ લપસ્યો અને નીચે પટકાતા મોત, વિડીયો જોઈને આંખો ફાટી જશે – જુવો.!

આખા વર્ષ દરમિયાન ઘરમાં કેટલોય કચરો કે રજ ધૂળ જામી ગઈ હોઈ છે. મોટા ભાગના લોકો ઘર ની સાફ સફાઈ દિવાળી નજીક આવે તેમ કરતા જાય છે. હવે તો એક અલગ ટ્રેન્ડ જોવા મળ્યો છે કે નવરાત્રી પૂરી થતા જ ઘરની સાફ સફાઈ હાથ ધરવામાં આવે છે અને દિવાળી આવે ત્યાં તો ઘરને ચકાચક કરી દેવામાં આવે છે…

પરતું આ સાફ સફાઈમાં ક્યારેક બાળકો તો ક્યારેયક પતિને પણ માળિયામાં ચડાવવામાં આવે છે. તેમજ અન્ય ઘરવખરીને ઠેકાણે કરવા ઘરના સભ્યોની પણ મદદ મહિલાઓ ને લેવી પડે છે. સાફ સફાઈ વખતે કેટલાય ટેબલ પરથી નીચે પડી જાય છે તો વળી કોકની કમર ભાંગી જાય છે અને ફ્રેકચર થવાના કેસો પણ બનતા હોઈ છે…

સુરતના વરાછા વિસ્તારમાં એક એવો બનાવ સામે આવ્યો છે જે વાંચીને તમે પણ સાવચેત થઈ જશો… ભાવનગર કાઠીયાવાડના વતની લલીતાબેન જોગાણી જેમની ઉંમર ૫૫ વર્ષ છે તેઓ વરાછા વિસ્તારમાં આવેલી અનુરાધા સોસાયટીમાં વસવાટ કરે છે.

દિવાળી નજીક આવતા તેઓતે ઘરની સાફ સફાઈ ચાલુ કરી હતી. તેઓ છેલ્લા 3 દિવસથી ઘરની સફાઈ કરતા હતા. તેઓ જયારે ઘરની બાલકનીમાં ધુ-જાળા કરવા માટે ટેબલ પર ચડ્યા ત્યારે તેઓનો પગ લપસી જતા તેઓ ત્રીજા માળેથી નીચે પડ્યા હતા.

નીચે રોડ પર સાયકલો પડેલી હતી. લલિતા બહેનનું શરીર સાયકલ સાથે અને માથું રોડ સાથે પટકાયું હતું. જેમાં તેઓને માથાના ભાગ પર ગંભીર ઈજા થઈ હતી. આ ઘટના CCTVમાં કેદ થઈ ચુકી છે.

આ બનાવ બનતા જ આજુબાજુના લોકોના મોઢા ફાટી ગયા હતા. કારણકે રોજ જે વ્યક્તિનો ચેહરો સામો દેખાતો હોઈ અને આજે એ વ્યક્તિ આવી રીતે ઈજાગ્રસ્ત થઈને મરણ પથારી એ દેખાઈ એ કાઈ સહેલું નથી. આ ઘટના બનતા જ આડોસ પાડોસ માંથી લોકો દોડી આવ્યા હતા અને તેને તાત્કાલિક ધોરણે 108 બોલાવીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સ્મીમેર હોસ્પિટલમાં ડોકટરોએ તેઓની તપાસ બાદ જણાવ્યું હતું કે તેઓને માથાના ભાગે ઈજા થઈ હતી તેથી તેઓનું મોત થયું છે. આ સમાચાર સાંભળતા જ ઘરના સભ્યો શોકમાં ડૂબી ગયા હતા. અને પરિસ્થિતિ કાબુ બહાર થઈ ગઈ હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *