Breaking News

દિવાળીની રાત્રે પરિવાર ફટાકડા ફોડવા ગયો અને યુવકે દરવાજો બંધ કરીને એવું પગલું ભર્યું કે, સૌ કોઈના મોઢા ફાટેલા રહી ગયા…!

આજકાલ લોકો દ્વારા આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે. રાજસ્થાન રાજ્યના અલવર જિલ્લામાં એક ૧૮ વર્ષીય યુવક દ્વારા દિવાળીના દિવસે રાત્રે આપઘાત કરી લેવામાં આવ્યું છે. જેનું કારણ હજુ બહાર આવ્યું નથી, પરંતુ તે જાણવા માટે પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

રાજસ્થાન રાજ્યના અલવર જીલ્લાના લક્ષ્મણગઢ વિસ્તારમાં નિરંજન સોની અને તેનો પરિવાર રહેતો હતો. નિરંજન સોનીને ત્રણ પુત્રો અને એક પુત્રી છે. તેના સૌથી નાના પુત્રનું નામ પ્રમોદ છે. તેમજ તેની પુત્રીના લગ્ન થોડા વર્ષો પહેલા થઈ ચૂક્યા છે. જેથી પરિવારમાં નિરંજન તેની પત્ની અને તેના ત્રણેય પુત્ર રહે છે.

નિરંજન સોનીનો સૌથી નાનો પુત્ર પ્રમોદ સોની લક્ષ્મણગઢ વિસ્તારમાં રંગકામ(પેઇન્ટ) નું કાર્ય કરે છે. દિવાળીના દિવસે તેના પરિવારના બધા સભ્યો  ફટાકડા ફોડવા માટે ઘરની બહાર આવ્યા હતા. તેની સાથે પ્રમોદ પણ આવ્યો હતો. પરંતુ તે થોડીસમય બાદ પાછો પોતાના ઘરની અંદર ચાલ્યો ગયો હતો.

પરિવારના કોઈ પણ સભ્યનું ધ્યાન તેના પર ન હતું. પ્રમોદે ઘરમાં જઈને ઝહેર ખાઈ લીધું હતું. આ બાબતની જાણ પરિવારના કોઈ પણ સભ્યને નહોતી. પરંતુ જ્યારે પ્રમોદનો  મોટો ભાઈ ઘરની અંદર આવ્યો, ત્યારે તેણે પ્રમોદને બેભાન હાલતમાં ઢળી પડેલો જોયો હતો. આ જોઈને ઘરના તમામ સભ્યોમાં ચકચાર મચી ગયો હતો.

પ્રમોદને તરત જ લક્ષ્મણગઢ ની સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું. પરંતુ તેની હાલત ખૂબ જ કારણે તેને અલવરની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવા માટે સૂચવવામાં આવ્યો હતો. પ્રમોદ અલવર હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ તેણે ગાડીમાં જ દમ તોડી દીધું હતું. દિવાળીના શુભ તહેવાર પર ઘરમાંથી યુવાન પુત્રનું મૃત્યુ થતા તેના પિતાના આંખમાં આંસુ સમાતા નથી.

તેમજ તેના બંને ભાઈઓ અને માતા દુઃખ માં ડૂબી ગયા છે. નિરંજન સોની દ્વારા તેના પુત્રના આપઘાત જાણ અલવર પોલીસ સ્ટેશનમાં કરીને પ્રમોદના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. તેમજ પોલીસ દ્વારા તેના પરિવારને પૂછપરછ કરીને આપઘાતનું કારણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *