Breaking News

દિવાળી નજીક આવતા જ પેટ્રોલ – ડીઝલના ભાવમાં મોટો ભડકો, ભાવ વધીને પહોચી જશે આટલા સુધી પછી આ તારીખેથી ઘટશે.. વાંચો..!

પેટ્રોલ અને ડીઝલના ભાવ સદી વટાવી ચૂકી છે. પરિવહન ખૂબ જ ખર્ચાળ બનતું જાય છે. અને પેટ્રોલ ડીઝલ ના ભાવ માં કોઈ પણ ઘટાડો થતો નથી. તેથી લોકોના બજેટ પણ ખોરવાઈ રહ્યા છે. લોકોની સરકાર સામે એક જ માંગ છે કે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં નોંધપાત્ર ઘટાડો આવે અને દરેક વ્યક્તિ માટે પરિવહન શક્ય બને.

પરિવહન મોંઘું થવાથી તેની અસર દરેક ચીજ વસ્તુઓના ભાવો પણ પડે છે. જેનાથી આમ આદમીઓ માટે બજેટ ખોરવાઈ જાય છે. તેથી આ મુદ્દે સરકાર જરૂર કોઈ યોગ્ય ઉપાય શોધી લાવશે તેવી સૌ કોઈની આશા છે.

મહીને ઘર ચલાવવા માટે જેટલા રૂપિયાની જરૂર પડતી હતી હવે તેની કરતા ડબલની જરૂર થઈ ગઈ છે કારણ કે ભાવ વધારો જ કમર તોડી નાખે છે. તેમજ ભાવવધારો થયા કરે છે અને આવક પેહલા કરતા ઓછી થતી જાય છે જેથી નાનો માણસ વધારે નાનો અને મોટો માણસ વધારે મોટો થતો જાય છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વખત મોટો ઉછાળો નોંધાયો છે. છેલ્લા સાત દિવસથી રોજ ૩૫થી ૪૦ પૈસાનો વધારો થતો હોય છે. જેના લીધે પેટ્રોલનો ભાવ 106 રૂપિયાને પાર પહોંચી ગયો છે. તેમજ ડીઝલનો ભાવ 105 રૂપિયાને પાર પહોંચી ગયો છે. જેના લીધે સામાન્ય માણસને પરિવહનમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.

પેટ્રોલ-ડીઝલમાં થતો દિન-પ્રતિદિન વધારો માણસ માટે આર્થિક પરિસ્થિતિ ઉભી કરી દીધી છે. પરંતુ તેના વગર કોઈને પણ ચાલે એમ નથી. તેથી સૌ કોઈને આ વધારાનો માર સહન કરવો પડે છે. તેમજ સરકાર પણ આ બાબતે કોઈ પણ રાહત આપી શકે તેમ નથી.

અમદાવાદમાં આજે પેટ્રોલનો ભાવ 105 રૂપિયા છે અત્યારે ડીઝલનો ભાવ પણ 105 રૂપિયા નોંધાયો છે. જ્યારે સુરતમાં પેટ્રોલના ભાવ 105 રૂપિયા નોંધાયો છે જ્યારે ડીઝલનો ભાવ ૧૦૪ રૂપિયા નોંધાયો છે.

રાજકોટમાં તેમજ ભાવનગરમાં પેટ્રોલ નો ભાવ 150 રૂપિયા ત્યારે ડીઝલનો ભાવ પણ 107 રૂપિયા નોંધાયો છે. તેમજ જામનગર અને જુનાગઢમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ આસામાની ઊંચાઈને અડકી રહ્યા છે.

ગુજરાતમાં પેટ્રોલ એકસો ને દસ રૂપિયા ને પાર પહોંચી જશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સામાન્ય માણસના મગજમાં એક જ વિચાર ગમે છે કે આ મોંઘવારીનો માર અમારે ક્યાં સુધી સહન કરવો પડશે કારણકે કોરોના ના કારણે આર્થિક બ્રેક લાગી જવાના લીધે ભાવ વધારા સામે ટક્કર ઝીલવા માટે સૌ કોઈ સક્ષમ હોતા નથી.

તેથી આ ભાવ વધારો ઓછો થાય તેમજ સામાન્ય લોકોને પરવડે તેવો ભાવ નક્કી કરવામાં આવે તો સૌ લોકો રાજીના રેડ થઈ જાય. મધ્યપ્રદેશમાં તેમજ દિલ્હીમાં તો પેટ્રોલ અને ડીઝલના ભાવ 120 રૂપિયા ને પાર પહોંચી ગયા છે.

આ ભાવમાં ઘટાડો થવા માટે એક જ શક્યતા રહેલી છે કે જો કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવને GSTમાં સમાવી દે તો જે તે સરકારને ફિક્સ ટેક્સજ વસુલવા મળે એટલે ભાવ આપો આપ નીચે આવી જાય.. તેથી જો આમ થાય તો પેટ્રોલના ભાવ 70 રૂપિયાની આસપાસ પહોચી જાય.

જે દિવસે આ જાહેરાત થશે તે દિવસથી પછી લોકોને પેટ્રોલ ડીઝલના ભાવમાં મોંઘવારીનો માર સહન નહી કરવો પડે. જો આમ થાય તો કેન્દ્ર સરકારને નુકસાની જવાની બીક છે તેથી તેઓ આ પગલું ઉઠાવતા નથી. કારણકે કેન્દ્ર સરકારની મોટી આવક પેટ્રોલ અને ડીઝલ પર વસુલતા ટેક્સની છે. જો GST એડ કરી દે તો તેને ફિક્સ ટેક્સ જ મળે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *