Breaking News

દિવાળીની ઘર સફાઈમાં પત્નીને મદદ કરતા યુવક સાથે થયું એવું કે માત્ર 2 સેકન્ડમાં જીવ ગયો, કાળજા ધ્રુજાવતી ઘટના જાણીને તમે પણ ધ્યાન રાખજો..!

દિવાળીનો સમય નજીક આવતા જ જુદી-જુદી જગ્યાએથી ખૂબ જ માઠા બનાવો બનવાનું શરૂ થઈ ગયું છે. અમુક વખત ઓચિંતા મૃત્યુ થવાના સમાચાર સામે આવે છે. ત્યારે દુઃખની આ ઘડીને સહન કરવી કોઈ કાળે શક્ય હોતી નથી. અત્યારે વધારે એક કંઈક આ પ્રકારનો જ બનાવ સામે આવ્યો છે..

જેમાં એક ખેડૂતને માત્ર બે જ સેકન્ડમાં મોત આવી ગયું હતું. આ મામલો રાજસ્થાનના ધોલપુર પાસે આવેલા સદર વિસ્તારનો છે. અહીં સીતારામ ભાઈ નામનો એક ખેડૂત પોતાના ખેતરની સાથે સાથે આસપાસના અન્ય ખેતરોમાં પણ ખેતી કામ કરી જીવન ગુજારતો હતો. દિવાળીનો સમય નજીક આવતો હોવાથી તેના ઘરે સાફ-સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી હતી..

એક દિવસ સવારે તે મજૂરી કરવા માટે જતો હતો, ત્યારે તેની પત્નીએ તેને રોકયો અને કહ્યું કે આજે ઘરમાં સાફ-સફાઈની કામગીરી શરૂ કરી છે. એટલા માટે તમે મને મદદ કરાવવા માટે ઘરે જ રહો અને મારી મદદ કરો.. સીતારામ ભાઈએ તેની પત્નીની વાત સાંભળી ઘરની સાફ સફાઈ કરવામાં તેને મદદરૂપ બનવા માટે તેઓ ખેતરે ગયા નહીં..

અને ઘરે જ રહીને તેમની પત્નીને મદદરૂપ બનતા હતા. તેમની પત્ની ઘરના અંદરના રૂમોમાં સાફ-સફાઈ કરતી હતી. ત્યારે તેમને ઘરની બહાર બધી અસ્તવ્યસ્ત મૂકેલી ચીજ વસ્તુઓ અને સરખી કરી ત્યાં સાફ-સફાઈ કરવા માટે તેમની પત્નીએ જણાવ્યું હતું. પત્નીના જણાવ્યા મુજબ તેઓ ઘરની બહાર સાફ-સફાઈ કરતા હતા..

તેમના ઘરની બહારથી જ એક વીજ પોલ પસાર થાય છે. અને વીજપોલ તેમની ઘરની પાસે હતો. ત્યાં તેઓ સાફ-સફાઈ કરતા હતા. એવામાં સાથે જ તેઓને ખૂબ જ જોરદાર કરંટ લાગ્યો હતો. આ કરંટ એટલો બધો ભયંકર હતો કે, તેમને ઉછાળીને ઘણી દૂર ફેંકી દીધા હતા. જ્યારે તેઓ નીચે પડકાયા ત્યારે માત્ર બે સેકન્ડ સુધી જ તેમની આંખો ખુલ્લી રહે..

અને ત્યારબાદ તેઓ હંમેશા માટે આખો મીંચી દીધી હતી. આ ઉપરાંત જેમના મોઢામાંથી એક પણ ચીખ નીકળી નહીં, જ્યારે પડોશમાં રમતા બાળકો એ આ દ્રશ્ય પોતાની નજર સામે જોયું ત્યારે તેઓ પણ રડતા રડતા પોતાને ઘરે પહોંચ્યા અને જણાવવા લાગ્યા કે, પડોશમાં રહેતા સીતારામ ભાઈ ને જોરદાર કરંટ લાગ્યો છે..

અને તેમનું મોત થઈ ગયું હોય તેવું લાગે છે. તાત્કાલિક પડોશીઓ ત્યાં દોડી આવ્યા અને તેઓએ સીતારામ ભાઈની પત્નીને જાણકારી આપી કે, તમારા પતિનું કરંટ લાગવાને કારણે મૃત્યુ થયું છે. તેમની પત્ની આ દુઃખને સહન કરી શકી નહીં અને તે પણ આંખ મીચીને તેને ત્યાં જડી પડી હતી..

તે બેભાન થઈ જતા તેને પણ તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી. આ ઉપરાંત સીતારામ ભાઈના બંને બાળકો પણ રડી રડીને બેહાલ થઈ ગયા હતા. આ ઉપરાંત તેમના અન્ય પરિવારજનો અને સ્નેહીજનો પણ ત્યાં આવી પહોંચ્યા અને સીતારામ ભાઈના મૃતદેહને લઈ જઈ અંતિમ સંસ્કારની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી.

જ્યારે તેની પત્નીને ભાન આવ્યું ત્યારે તે ખૂબ જ જોર જોરથી રડવા લાગી અને બોલતી હતી કે, કદાચ તેણે તેના પતિને સાફ-સફાઈ કરવા માટે અહીં રોક્યા ન હોત તો આજે તેમનો જીવ બચી ગયો હોત. મારી ભૂલના કારણે આજે મારા પતિ નો જીવ ગયો છે. તો અન્ય સ્નહીજનોનું કહેવું છે કે, વીજળી વિભાગના અધિકારીઓ આ મૃત્યુ પાછળ જવાબદાર છે..

કારણ કે કયા વીજપોલ પરથી કરંટ ઉતરે છે. તેમની દરેક જાણકારી વીજળી વિભાગના અધિકારીઓને હોવી જરૂરી છે. અને તાત્કાલિક ધોરણે આ ઘટનાનો રીપેરીંગ પણ થવું જોઈએ, જેથી કરી અન્ય કોઈ વ્યક્તિનો જીવ ન ચાલ્યો જાય પરંતુ વીજળી વિભાગની બેદરકારીને કારણે આજે સીતારામ ભાઈ ને મોતનો સામનો કરવો પડ્યો છે.

32 વર્ષની ઉંમરમાં તેમનું મૃત્યુ થઈ જતા તેમની પત્ની સહિત તેમના બંને બાળકો પણ નિરાધાર થયા છે. આ અગાઉના એક અઠવાડિયા માં ખુબ જ ઊંઘ આવનારી ઘટનાઓ સામે આવી હતી. જ્યારે જુદા જુદા વિસ્તારોમાંથી કુલ ચારથી પાંચ મહિલાઓના સાફ-સફાઈ કરતી વખતે પણ બનાવોથી મૃત્યુ થયા જ હોવાનું પણ સામે આવ્યું હતું..

જેમાં એક મહિલાનું ઘરમાં સાફ-સફાઈ કરતી વખતે ઝેરીલો કીડો ખવડવાને કારણે તો એક મહિલાનું છત ઉપરથી નીચે પડી જવાને કારણે તો બે મહિનાનું કરંટ લાગવાને કારણે અને આજે ખેડૂતનું કરંટ લાગવાને કારણે મૃત્યુ થયું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *