Breaking News

ઘરે તાળા મારીને પરિવાર દીકરીનાં છૂટાછેડા માટે વેવાઈના ઘરે ગયો, અને મોડી રાત્રે પરત ઘરે આવતા જ થઈ ગયું એવું કે પરિવાર મોઢું ફાડી ગયો..!

સુખ અને દુઃખની ઘડીએ તો દરેક પરિવારની સાથે આવતી જતી રહેતી હોય છે. પરંતુ સુખ હોય ત્યારે દરેક વ્યક્તિની સાથે રહેવું જોઈએ અને દુખ હોય ત્યારે દુઃખી વ્યક્તિને મદદ કરવી જોઈએ, જો આવી વિચારધારાથી જીવન જીવવામાં આવે તો ક્યારેય પણ કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં મુકાતો નથી..

અમુક વખત તો જાણ્યા અજાણ્યા માં ઘણા બધા પરિવાર ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે, આવી ઘણી બધી ઘટના પાછળના સમયમાં સામે આવી ચૂકી છે, જેમાં વધુ એક ઘટના હરીનાથ તળાવ પાસેથી સામે આવી છે, આ તળાવની પાછળના ભાગે આવેલી રામજી કૃપા સોસાયટીમાં અખિલેશભાઈ નામના બિલ્ડર તેમના પરિવાર સાથે રહે છે..

પરિવારમાં તેમનો મોટો દીકરો અભય તેમજ તેમની 23 વર્ષની દીકરી જીનલનો સમાવેશ થાય છે, તેના મોટા દીકરા અભયના લગ્ન થઈ ચૂક્યા છે. જ્યારે તેમની નાની દીકરી જીનલનો સંબંધ થઈ ચૂક્યો હતો અને આજથી છ મહિના પહેલા જ તેના લગ્ન પણ થઈ ગયા હતા, પરંતુ લગ્ન બાદ તેમની દીકરી જીનલ અને તેમના જમાઈ વચ્ચે ખૂબ જ મોટી ગેર સમજાણો ઉભી થતી હતી..

અને રોજબરોજના ઘરેલુ ઝઘડાને લઈને આ લગ્નજીવન તૂટી જવા પામ્યું હતું. અખિલેશભાઈ નામના બિલ્ડર તેમની દીકરીના છૂટાછેડાની બાબતને લઈને ખૂબ જ દુઃખી હતા, તેમના જમાઈએ જણાવી દીધું હતું કે, હવે તેઓ આ લગ્નજીવનને રાખવા માંગતા નથી અને તમારે છૂટાછેડા માટે અમારે ઘરે આવવું પડશે..

રોજબરોજની આ માથાકૂટથી કંટાળી જઈને એક વખત અખિલેશભાઈ તેમના ઘરે તાળા મારીને પરિવારને સાથે લઈ તેમની દીકરીના છૂટાછેડા માટે વેવાઈના ઘરે જવા માટે નીકળી પડ્યા હતા અને ત્યાં છુટાછેડાની કામગીરીઓ શરૂ કર્યા બાદ સહી અને અન્ય કાગળીયાના પુરાવો રજૂ કર્યા બાદ તેઓ મોડી રાત્રે તેમના ઘરે પરત આવતા હતા..

બિચારો આ પરિવાર ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યો ગયો હતો, કારણ કે તેમના જમાઈએ તેમની દીકરી ને અયોગ્ય સમજીને છૂટાછેડા આપવાનું નક્કી કરી નાખ્યું હતું. સમાજના દરેક લોકો આ પરિવારની ખૂબ જ એલમફેલ વાતો પણ ફેલાવવા લાગ્યા હતા. પરંતુ જ્યારે મોડી રાત્રે તેઓ ઘરે આવ્યા ત્યારે વધુ એક આફત તેમના માથે ઝાટકી પડી હતી..

તેઓ તેમના ઘરે તાળું મારીને આ છૂટાછેડાની કામગીરી પૂરી કરવા માટે ગયા હતા, તેઓ ઘરે પરત આવ્યા ત્યારે જોયું તો તેમના ઘરનું તાળું તૂટેલું હતું, જ્યારે તેમના ઘરના નીચેના રૂમમાં તમામ સામાન વેર વિખેર હતો તાબડતો અખીલેશભાઈ તેમના ઉપરના રૂમમાં મૂકેલી તિજોરીને ચેક કરવા માટે ગયા ત્યારે તેમણે જોયું કે તેમની તિજોરીને પણ કટર વડે તોડી નાખવામાં આવી હતી..

અને અંદર મુકેલા તેમની પત્ની અને તેમની દીકરીના ઘરેણાની સાથે-સાથે કુલ આઠ લાખ રૂપિયા રોકડા પણ ગાયબ હતા, આ બધું જોતા ની સાથે જ તેઓ સમજી ચૂક્યા કે, એક બાજુ તેમની દીકરીના ભવિષ્ય અંગે છૂટાછેડાની અરજી દાખલ કરવા માટે તેઓ તેમના વેવાઈના ઘર સુધી ગયા ત્યાં તો તેમના ઘરે પણ ખૂબ જ મોટી ચોરી થઈ ગઈ હતી..

આ ચોરીની ઘટના બનતાની સાથે સમગ્ર પરિવાર મોઢું ફાડી ગયો અને વિચારમાં મુકાઈ ગયો કે, એવું તો કયા વ્યક્તિ હશે કે જેને આપણા ઘર વિશેની બધી માહિતી હતી કે, આ લોકો ક્યારે બહાર જવાના છે અને કેટલા વાગે પરત આવવાના છે..? નક્કી આ બાબતમાં કોઈ નજીકનો વ્યક્તિ જ જોડાયેલો હોવો જોઈએ..

અખિલેશભાઈએ એક પણ મિનિટની રાહ જોયા વગર તરત જ પોલીસ સ્ટેશનને ગયા અને ત્યાં તેઓએ ફરિયાદ નોંધાવી દીધી હતી કે, તેમના પરિવાર ઉપર અત્યારે કાળ ત્રાટકી ગયો છે, એક બાજુ તેમનો દીકરીનો લગ્નજીવન તૂટી ગયું છે. તો બીજી બાજુ તેમના ઘરે ખૂબ જ મોટી રકમની ચોરી પણ થઈ ચૂકી છે..

આ ચોરીની ફરિયાદ નોંધીને પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે, જેમાં શંકાસ્પદ વ્યક્તિઓના આધારે કુલ ત્રણથી ચાર વ્યક્તિઓની પૂછપરછ ચલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી આગામી કામગીરી શરૂ કરવામાં આવશે. જ્યારે જ્યારે કોઈ પરિવાર સાથે આવી ઘટના બને ત્યારે એક સાથે એટલી બધી દુઃખની ઘડીઓ સહન કરવી કોઈ વ્યક્તિ માટે સહેલી હોતી નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *