Breaking News

દિવાળી વેકેશન કરીને ઘરે પરત આવતા પરિવારને ટ્રકે અડફેટે લીધો, એકસાથે 3 ના મોત થતા લોકોમાં હાહાકાર મચી ગયો..!!

દિવાળી વેકેશન હોવાને કારણે શહેરમાં રહીને કામ ધંધો કરતા પરિવારના લોકો પોતાના વતન એ જાય છે. ઘણા લોકો પોતાના બાળકોનું વેકેશન હોવાને કારણે તેમના વતનમાં રહેલા પરિવારના લોકોને મળવા માટે નીકળ્યા હોય છે પરંતુ તેઓ સાથે રસ્તામાં જ ક્યારેય ઘટના બની જાય તે કહી શકાતું નથી.

આજકાલ અકસ્માત ખૂબ જ વધ્યા છે, જેમાં એક જીવલેણ અકસ્માતની ઘટના હાલમાં સામે આવી હતી. આ અકસ્માત 10 સભ્યોને એક સાથે ભરખી ગયો હતો. અકસ્માત આણંદના તારાપુરમાં બન્યો હતો. વાસદ-બગોદરા હાઇવે પર આ અકસ્માત સર્જાતા એકસાથે 10 વ્યક્તિઓએ પોતાના જીવને જોખમમાં મૂક્યા હતા.

તારાપુર ચોકડી પાસે વહેલી સવારે એક જ પરિવારના લોકો પોતાના વતન એ જવા માટે નીકળ્યા હતા. તેઓ રાજુલાના વતની હતા અને દિવાળી વેકેશન હોવાને કારણે પોતાના વતનને ગયા અને ત્યાંથી તેઓ પોતાના બાળકોનું વેકેશન ખુલ્લી જવાને કારણે સુરત આવવા માટે નીકળ્યા હતા પરંતુ તારાપુર પાસે સીએનજી કાર હોવાને કારણે સીએનજી પુરાવવા માટે તેમનું વાહન ઊભું રાખ્યું હતું.

આ સમયે રસ્તાની સામેની બાજુ એક હોટલમાં તેઓ ચા પીવા માટે ઉતર્યા હતા અને સામેની બાજુ હોટલ હોવાને કારણે તેઓ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે ત્યાંથી એક ખૂબ જ ઝડપી સ્પીડમાં ટ્રક પસાર થયો હતો. આ ટ્રક ટાઇલ્સનો ભરેલો હતો. ટ્રક ચાલકને પોતાના સ્ટેરીંગ પરનો કાબૂ ન રહેતા ભારે વજન ભરેલી ટ્રક રોડની સાઈડમાં પલટી મારી ગઈ હતી.

અને સાઈડમાં રોડ ક્રોસ કરી રહેલા એક સાથે 10 વ્યક્તિઓ ને તેણે ઝપટમાં લઈ લીધા હતા 8 જેટલા લોકો આ ટ્રકમાં ટાઇલ્સની નીચે દબાઈ ગયા હતા અને બે વ્યક્તિઓ ફગવાઈને દૂર પટકાયા હતા. દસ વ્યક્તિઓમાં બે બાળકો અને એક વૃદ્ધ હતા જેવો ટ્રકની નીચે ટાઇલ્સમાં દબાઈ જતા ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા.

આ અકસ્માત ચર્ચા તરત જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દશે વ્યક્તિઓને બચાવવાની કોશિશ કરી હતી ટ્રકની નીચે ફસાયા હતા તેમને બહાર કાઢ્યા હતા અને પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી પરંતુ બે બાળકો અને એક વૃદ્ધ વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું હતું.

આ પરિવાર અમરેલી જિલ્લાના રાજુલાના વતની હતા અને ત્યાંથી તેઓ સુરત તરફ આવી રહ્યા હતા વહેલી સવારે આકાશમાં સર્જાતા પરિવારમાં શોક નું મજુર ફરી વળ્યું હતું એક સાથે સાત વ્યક્તિઓને નાની મોટી ઈજા થતાં તેઓને તરત જ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓનો આકસ્મિક મૃત્યુ થઈ જતા પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેવું દુખ આવી પડ્યું હતું અને ટ્રક ચાલકની પણ પોલીસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *