Breaking News

દિવાળી પહેલા પહોચી જશે 2 નવા વાવાઝોડા ? લો પ્રેશરના લીધે દરિયામાં જન્મશે ચક્રવાત.. વાંચો..!

ગુજરાતમાંથી તો ચોમાસાએ વિદાય લઈ લીધી છે પરંતુ હજુ પણ જીણા જીણા ઝાપટાઓ પડવાના ચાલુ જ છે. કોઈક જગ્યા એ સારું ઝાપટું પડી જાય તો અમુક જગ્યાએ જીણી જણ સ્વરૂપે વાતાવરણ ઠંડુ કરે છે. મૂળ જોવા જઈએ તો ચોમાસું સંપૂર્ણ રીતે પૂર્ણ થયું નથી. શું હજી પણ વરસાદ વરસશે કે કેમ ?

વરસાદની અવનવી અટકળોની વચ્ચે જાણવા મળ્યું છે કે દિવાળી પહેલા હજી બે મોટી આફત પધારવા જઈ રહી છે. આફતોની મહામારીએ નુકસાનીની તમામ હદો પાર કરી દીધી છે. એક પછી એક વાવાઝોડા આવ્યા તેના લીધે ખેતીમાં કાઈ જ બચ્યું નથી. ગામડે ગામડે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

ભાવનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ અને જામનગર તેમજ સોમનાથ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં અતિભારે વરસાદ અને તાઉતે તેમજ શાહીન અને ગુલાબ વાવાઝોડાને લીધે ખેતીમાં એકપણ પાક બચી શક્યો નથી. અત્યારે ગુજરાતમાં મોસમી માહોલ શાંત થયો છે ત્યાં એક નવી ખબર આવી છે જે વાંચીને તમે પણ હલી જશો..

પાછળના 3 કે 4 દિવસથી કેરલના દરિયા કિનારે એક ચક્રવાત અથડાયું હતું તેના લીધે કેરળ ખુબ વરસાદ વરસ્યો છે.. જેની અસરના પગલે સમગ્ર કેરલમાં ગણી ન શકાય તેટલા લોકોની સાથે સાથે પશુ અને પ્રાણીના મોત થયા છે. આ ચક્રવાત પાણી ભરીને આવ્યું અને કેરળ પર ઠલવાઈ ગયું હોઈ તેની જેમ વરસાદ વરસ્યો હતો.

હવે એ જ ચક્રવાત ધીમે ધીમે ગુજરાત તરફ આગળ આવી રહ્યું છે. જેમાં મહારાષ્ટ્ર અને ગોવા પણ સામેલ છે. ગુજરાતમાં આ ચક્રવાત પહોચે એ પહેલા મુંબઈ અને ગોવા પાસેથી પસાર થશે. આ પવન નો ગોટો જળબંબાકાર વરસાદ લાવી શકે છે તેમજ સાથે સાથે ખુબ ભારે ગતિથી પવન પણ ફૂંકાઈ શકે છે.

હજુ શાહીન અને ગુલાબને વળાવી રહ્યા હતા ત્યાં જ એક નવું ચક્રવાત તારાજી ફેલાવવા માટે રેડી થઈ ગયું છે. લોકો ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે કે હવે આફતોના વાદળોને હટાવી દો. લોકો ખુબ જ પરેશાન થઈ રહ્યા છે.

કેરળના દરિયાકાંઠે જન્મેલું આ ચક્રવાત અરબસાગરમાં આગળ વધશે. જયારે બીજી બાજુ બંગાળની ખાડીમાં પણ એક મોત લો પ્રેશર સર્જાયું છે. જેના લીધે હવામાન વિભાગ મોટી આગાહી આપશે તેવી શક્યતાઓ છે.

આ ચક્રવાતને પગલે ગુજરાતમાં દિવાળી સુધી કોઈ ખતરો નથી પરંતુ દિવાળી સુધી તેના મોસમી વરસાદને લીધે નાના મોટા ઝાપટા પડશે. જેના લીધે ગુજરાતમાં વરસાદની વિદાય શક્ય નહી બને.

હવામાન વિભાગે જણાવી દીધું છે કે મધ્ય ભારતમાં ચોમાસાની વિદાય નક્કી છે જયારે દક્ષીણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં ખુબ જ વિનાશકારક વરસાદ વરસી રહ્યા છે. હાલ માં જ ઉતરાખંડમાં ખુબ જ ભારે વરસાદ વરસી જતા આભ ફાટ્યું હોઈ તેવી સ્થિતિ સર્જાઈ છે.

ગુજરાતીઓ ઉત્તરભારતમાં જાત્રા અતે ગયા હતા તેઓ ગુજરાતમાં સગા સબંધીઓ ને કોલ કરીને મદદે આવવા માટે કહેવા લાગ્યા છે. તેઓની વાત સાંભળતા એવું લાગ્યું કે સ્થિતિ ખુબ જ ખરાબ છે. આજે જ એક વિડીયો સામે આવ્યો હતો જેમાં આર્મીના જવાનો પોતાના જીવને જોખમમાં નાખીને લોકોની મદદે પહોચી ગયા છે.

ખુબ વેગીલા પાણીની ઉંડી વહેણો માંથી લોકોને માંડ માંડ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. જો આવી ને આવી સીસ્ટમ દરિયામાં સક્રિય થતી રેહશે તો આવનારા સમયમાં દરેક રાજ્યે કુદરતી આફતો માટે સજ્જ રેહવું પડશે. આપડે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવનારો સમય બધા લોકો માટે શાંતિમય બનેલો રહે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *