Breaking News

દિવાળી પહેલા ઘરની સફાઈ કરીને નકામું પર્સ ભંગાર ભેગુ કચરામાં જવા દીધું, પછી ખબર પડી કે પર્સમાં દીકરાના લગ્નનું સોનું મુક્યું હતું અને પછી જે થયું તે…

દિવાળીનો તહેવાર જેમ જેમ નજીક આવે છે. તેમ તેમ પરિવારની મહિલાઓ ઘરની સાફ-સફાઈ કરવામાં લાગી જતી હોય છે. મહિલાઓ વર્ષમાં એક વખત સમગ્ર ઘરની સાફ-સફાઈ કરે છે. નવરાત્રીનો સમય પૂર્ણ થતા દિવાળી આવવામાં માત્ર 20 દિવસની વાર હોય છે. અને આ દિવસમાં મહિલાઓ મોટાભાગે ઘરની સાફ-સફાઈનું કામકાજ આદરે છે..

સાફ-સફાઈ કરતી વખતે કેટલીક વખત અણ બનાવ બનવાના દ્રશ્યો પણ સામે આવતા હોય છે. અને અત્યારે તો એક એવો વિચિત્ર બનાવ સામે આવ્યો છે કે, જે દરેક વ્યક્તિએ જાણી લેવો જોઈએ. આ ઘટના પીપરીના ચીંચવાડાની છે. અહીં 45 વર્ષની મહિલા તેના પરિવારજનો સાથે રહે છે..

દિવાળીનો સમય નજીક આવતા તે ઘરમાં સાફ-સફાઈ કરતી હતી. અને વધારાનો તમામ સામાન અને ભંગાર એકઠો કરીને તેણે કચરામાં નાખવા માટે સાઈડ કર્યો હતો. એવામાં એક સડી ગયેલું પર્સ પણ તેને કાઢ્યું હતું. અને આ વર્ષને પણ તેને ભંગારને કચરાની સાથે સાથે સોસાયટીમાં કચરો લેવા આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના વાહનમાં ફેંકી દીધું હતું..

મહિલાનો દીકરો એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. જેના લગ્ન દિવાળી પછી થવાના હતા. આ ઉપરાંત લગ્નની સોનાની ખરીદી પણ થઈ ગઈ હતી. જ્યારે મહિલાએ આ પર્સને ફેંકી દીધું એના એક કલાક પછી તેને જણાવ્યું કે, તેણે જે પર્સને ફેંક્યું છે. તે પર્સમાં તેણે પોતાના દીકરાની વહુ માટે સોનાના ઘરેણા તેમજ 3 લાખ રૂપિયા રોકડા એકઠા કરીને રાખ્યા હતા ..

પરંતુ હવે આ તમામ જમાપુંજી તેણે કચરામાં ફેંકી દીધા હવે તેને પરત મળશે કે નહીં તે વિચારવા મજબૂર બની હતી. તેને તાત્કાલિક પોતાના દીકરાને આ ઘટનાની જાણકારી આપી મહિલાના દીકરાએ આ જાણકારી નગર નિગમના અધિકારીઓને આપી અને ઘર પાસે કચરા લેવા માટે આવેલા ટેમ્પો ચાલક અને અધિકારી નો નંબર માંગ્યો હતો..

ત્યારબાદ આ અધિકારીનો કોન્ટેક્ટ કરીને જણાવ્યું કે હેમંત લખન નામનો વ્યક્તિ કચરાના ડેપોમાં કચરાનું મેનેજમેન્ટ સંભાળે છે. તેઓ તાત્કાલિક કચરા ડેપો પાસે હાજર થયા અને ત્યાં કચરાનો ઢગલો જોતાની સાથે જ મહિલાએ વિચાર કરી લીધો હતો કે હવે આટલા બધા કચરાની અંદરથી તેનું પર્સ મળી શકે તેમ નથી.

આ ડેપો ઉપર લગભગ 18 ટન કચરો ઠાલવેલો હતો. 33 વર્ષનો ડેપો અધિકારી હેમંત જ શોધખોળ કરવા લાગ્યો કારણ કે, આ વર્ષની અંદર મહિલાની ભેગી કરેલી તમામ જમાપુંજી હતી. તેને અંદાજો આવી ગયો કે, પીપળી ચીંચવાડ વિસ્તારનો કચરો અહીં ઠાલવવામાં આવે છે. એટલા માટે તેણે અન્ય વ્યક્તિઓની મદદ લઈને ત્યાં શરૂ કરી અને ત્યાંથી પર્સ શોધી કાઢ્યું હતું..

મહિલાની એક નાની અમથી ભૂલ આજે ખૂબ જ મોટી મુશ્કેલી સાબિત કરી બેઠી હતી. પરંતુ પર્સ મળી જવાને કારણે ફરી પાછી સૌ કોઈનો મોઢા ઉપર ખુશી આવી પડી હતી. જો આ વર્ષ મળ્યું હોત નહીં તો આ મહિલા જીવનભર પછતાત કે મેં જમા કરેલી જમાપુંજી તેમજ મારા દીકરાની વહુના તમામ દાગીના અને રોકડા રૂપિયા પણ મારી એક ભૂલના કારણે કચરામાં જતા રહ્યા હતા.

હાલ દિવાળીની સાફ-સફાઈનો સમય ચાલી રહ્યો છે. એવામાં કોઈ પણ પ્રકારનો અણ બનાવવો ન બને અથવા તો સ્વાસ્થ્યનો ખૂબ જ ધ્યાન રાખીને સાફ-સફાઈ કરવી જોઈએ કેટલીક વખત એવું પણ બને છે કે, આ સાફ-સફાઈ કરવાની સાથે સાથે અચાનક જ એવું થઈ બેસે કે જેને કારણે માણસનું મૃત્યુ પણ થઈ જતું હોય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *