Breaking News

ડિવાઈડર કુદીને કાર ઘુસી ગઈ સામેથી આવતા ટ્રકમાં, ઘટના સ્થળે જ 2 લોકો ખલાસ, કાળજું કંપાવતો અકસ્માત..!

અકસ્માતના બનાવોમાં છેલ્લા 2 અઠવાડિયાથી થોડીક શાંતિ હતી ત્યાં ફરી એકવાર મોટો અકસ્માત સર્જાતા સામચાર ચર્ચામાં આવ્યા છે. મોટા અકસ્માતમાં આખાને આખા પરિવાર મુર્ત્યુંને ભેટતા આપડે જોયા છે. રોજ સવારે ન્યૂઝ પેપર વાંચતા જ સમાચારમાં દેખાઈ જતું હોય છે કે આજે રાજ્યમાં આટલા અકસ્માત અને આ અકસ્માતમાં આટલા લોકોના મોત….

રોજ અકસ્માતના બનાવો વધતા જ જાય છે. ડ્રાઇવિંગ પ્રત્યેની સમજ લોકોમાં વધતી જાય છે, છતાં પણ નાની અમથી ચૂંકના કારણે મોટો અકસ્માત સર્જાઇ જતો હોય છે… ગમખ્વાર અકસ્માત એટલે કે સાંભળીને રુંવાડા બેઠા કરીદે તેવો વધુ એક અકસ્માત વલસાડ જીલ્લાના નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બન્યો છે.

અકસ્માત એટલો ભયંકર હતો કે કારમા સવાર બે યુવકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજયા હતા. જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ગઈ કાલે જ કાનપુરમાં સીટી બસના અકસ્માતે 6 લોકોને મોતને ઘાટ તારી દીધા હતા.

હાઇવે પર પૂરઝડપે દોડતી કાર ડિવાઇડર સાથે અથડાતા જ કારના કુચે કુચા બોલી ગયા હતા. કાર એટલા ધડાકા સાથે ડીવાઈડર કુદી ગઈ હતી કે તેનો આવાજ સાંભળીને આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા. અને ત્યારબાદ સામેથી આવતા ટ્રક સાથે અથડાતા આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં સુરતના વોરા સમાજના બે યુવકોના મોત નિપજતા સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. સુરતના ત્રણ યુવકો વાપી તરફથી કારમાં સુરત તરફ જઈ રહ્યા હતા. કાર વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર પહોંચતા અચાનક જ ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી બેઠો હતો..

અને કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી બાદ કાર ગલોટીયા મારીને સામેના રોડ પર આવતા એક ટ્રક સાથે જોરદાર ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, કારના કુચે કુચા બોલી ગયા હતા. અકસ્માતમાં કારમાં કુલ 2 લોકોના ઘટના સ્થળે મોત થયા છે. જયારે 1 વ્યક્તિ ઘાયલ થયો છે..

આ ઘટનામાં હકીમુદ્દીન ખામેજા લોખંડવાલા અને અબ્બાસ નવસારીવાલા નામના બે યુવકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે હાતિમ નુરુદ્દીન ઉજ્જૈનવાલા નામનો યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને સારવાર માટે તાત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ ઘટના બનતા જ આસપાસના લોકોએ પોલીસ ટીમને કોલ કરીને જાણ કરી દીધી હતી. તેથી તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અકસ્માતને કારણે કારમાં એક યુવકનો મૃતદેહ ફસાઈ ગયો હતો. આ મૃતદેહને બહાર કાઢવા માટે પોલીસ અને સ્થાનિક લોકોએ ભારે મહેનત કરવી પડી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *