Breaking News

દિવાળીના વેકેશનમાં ગામડે ગયેલા પરિવારના બંધ ઘરમાં થયું એવું કે ગામડું મૂકી શહેરમાં આવવા ઉભા પગે દોટ મુકવી પડી, ચેતવતો કિસ્સો.!

અત્યારે દિવાળીના સમયમાં ઘણા બધા લોકો હરવા ફરવા માટે તો કેટલાક લોકો ગામડે સમય પસાર કરવા માટે પરિવાર સાથે જતા રહે છે. આવા સમયે અવાર નવાર માઠા બનાવો બનવાનું વધી જતું હોઈ છે. વેકેશનના આ સમયમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે પોલીસ તંત્ર અને પોલીસ કર્મીઓ રાત દિવસ ,મહેનત કરે છે..

અને શહેરના નાગરીકો સુખ ચેનથી સુઈ શકે અને દિવાળીનો તહેવાર સુખેથી માનવી શકે એટલામાટે પોલીસકર્મીઓ રાત દિન ફરજ બજાવે છે, છતાં પણ કેટલાક લોકોની કાળી કરતૂતોનો અંત આવ્યો નથી, તેઓ કોઈને કોઈ રીતે પોલીસને ચકમો આપીને એવા કારનામાં કરી નાખે છે કે જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડતી હોઈ છે.

અત્યારે એક આવો જ બનાવ સામે આવ્યો છે જેને જાણીને ભલભલાના હોશ ઉડી ગયા છે. આ મામલો દેવાસના જમનાનગરનો છે. અહીં હનુમાન મંદિર પાસેની ગલીમાં કૈલાશચંદ્ર ભાઈ તેમના પરિવાર સાથે રેહતા હતા. તેમના પિતા પુનમચંદ્ર સોનીની સાથે સાથે આખો પરિવાર દિવાળીનો સમય ગાળવા માટે પોતાના વતને જતો રહ્યો હતો.

ચિરાવડ ગામેં પહોચીને તેઓ દિવાળીનો તહેવાર માનવતા હતા. તેઓને એવી તો શી ખબર કે તેમના સાથે ખુબ જ માઠો બનાવ બનવા જઈ રહ્યો છે. બિચારા તેઓ તો એકદમ રાજીના રેડ થઈને સમગ્ર પરિવાર ખુશી માણતો હતો પરતું આજ સમયે તેમના ઘરે ખુબ જ મોટી ચોરી થઈ છે જેમાં તેઓએ સાચવીને ભેગી કરેલી તમામ જમા પુંજી જતી રહી છે.

અને પરિવારના હાલ બેહાલ થઈ ગયા છે. એક દિવસ તેમની સોસાયટીમાં કેટલાક અજાણ્યા લોકો આવી પહોચ્યા હતા. અડધી રાત્રે તેઓ કૈલાશચન્દ્રના ઘરમાં ઘુસીને સોના ચાંદીને ઘરેણા અને રોકડા રૂપિયા મળીને કુલ 7 લાખ રૂપિયાની ચોરી કરી લીધી અને આસપાસના લોકોને કાનોકાન ખબર પણ પડી ન હતી.

જ્યારે બીજે દિવસે સવારે દૂધ લેવા નીકળેલા પાડોશીએ કૈલાશચન્દ્રનો ઘરનો દરવાજો ખુલ્લો જોયો ત્યારે તેઓ પણ હચમચી ગયા હતા. તેઓ તાબદતોબ તેમના પતિને જગાડીને ત્યાં લઇ આવ્યા અને ચેક કરતા જણાયું કે તેમના ઘરે ખુબ જ મોટી ચોરી થઈ છે. તેઓએ ગામડે રહેલા ઘરધણીને જાણકારી આપી હતી..

ઘરધણીના તો મોતિયા મરી ગયા હતા. તેઓએ ભેગી કરેલી તમામ જમાપુંજી ચોર ચોરી કરીને જતું રહ્યું છે. તેઓ તરત જ પોતાના ઘરે આવવા માટે નીકળી ગયા હતા. ઘરે પહોચ્યા અને જોયું તો તેમના ઘરનો બધો જ સામાન બરાબર પડ્યો હતો. માત્ર જે જગ્યાએ પૈસા મુકેલા હતા ત્યાંથી તિજોરીનું તાળું તોડી નખાયું હતું અને તમામ માલ સામાન ગાયબ હતો.

આ જોતા જ તેમને શંકા જવા લાગી કે આ કોઈ નજીકના વ્યક્તિનું જ કારનામું છે, તેઓ તરત જ બીએનપી પોલીસ સ્ટેશને પહોચ્યા અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધાવ્યો છે. પોલીસે તપાસ શરુ કરી છે અને શંકામંદોએ પકડીને કડક પૂછતાછ બેસારવામાં આવી છે. આ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામ્યો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *