Breaking News

દિવાળી પહેલા દીવાના કોડિયા બનાવવાની માટી ખોદવા ગયેલી 10 મહિલાઓ માથે કાળ ત્રાટક્યો, 6ના મોતથી મચી ગયો હાહાકાર..!

દિવાળીનો સમય નજીક આવતાની સાથે જ ઘરમાં ખુશીઓ પણ વધવા લાગે છે. પરંતુ જે લોકો ખૂબ જ નાનો વ્યવસાય કરીને પૈસા કમાતા હોય તેમના માટે દિવાળીના વેકેશનના સમયમાં પણ પરિવારનું ગુજરાન ચલાવવા માટે કોઈને કોઈ વ્યવસાય પકડીને ચાલવું પડે છે. દિવાળીના સમયમાં સૌ કોઈ લોકો પોતાના ઘરે દીવડા પ્રગટાવતા હોય છે..

આ દીવડાવા માટે બનાવવામાં આવતા કોડીયા કેટલીક વખત ફેક્ટરીમાં પણ બનતા હોય છે. તો અમુક લોકો પોતાના હાથેથી પણ બનાવીને પૈસા કમાઈ છે. રાજસ્થાનના કારોલી જિલ્લાના મેદપુરા ગામમાં રહેતા કેટલાક લોકો માટીના કોડિયા બનાવીને દિવાળીના સમયમાં તેને વેચી પૈસા કમાય છે..

અને તેનાથી પરિવારનું ગુજરાન ચાલે છે. તેઓ આ વખતે પણ માટીના કોડિયા બનાવવાનું કામકાજ શરૂ કરવા માટે માટી ખોદવા માટે ગામની નજીક આવેલી એક મોટી ટેકરી પાસે ગયા હતા. અંદાજે 10 લોકો ટેકરીની બાજુમાંથી ખોદકામ કરીને કોડિયા બનાવવા માટેની માટી ખોદતા હતા..

એવામાં અચાનક જ ઉપર ટેકરીએથી માટીનો મોટો ઢળી પડ્યો હતો. જેમાં દસે દસ વ્યક્તિ દબાઈ ગયા છે. આ દસ મહિલાઓમાંથી છ વ્યક્તિના મૃત્યુ થવાનો મામલો પણ સામે આવતા દિવાળીના તહેવારની ખુશી હાલમાં તને માતમમાં છવાઈ ગઈ હોય તેવો બનાવ બની ગયો છે.

જ્યારે ત્યાંથી પસાર થતા વ્યક્તિઓને જાણ થઈ કે, ગામની મહિલાઓ માટી ખોદતી વેળાએ તેમની ઉપર માટીનો ધબ્બો પડવાને કારણે તેઓ દટાઈ ગયા છે. ત્યારે તેઓએ ગામમાં બૂમો પાડીને મદદ માટે કેટલાક લોકોને એકઠા કર્યા હતા. અને ત્યાર બાદ તેઓ ટેકરી પાસે આવી પહોંચ્યા ઉપરાંત પોલીસને પણ આ ઘટનાની સૂચના આપી દેવામાં આવી હતી..

પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને પોલીસની ટીમની સાથે સાથે સ્થાનિક લોકોએ પણ મદદ કરીને હેમખેમ રીતે આ માટે નીચેથી વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા. જેમાં એક મહિલાનું તો ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે અન્ય પાંચ મહિલાઓને પણ હાલત ખૂબ જ ગંભીર જણાતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ચાર મહિલાની હાલત ખૂબ જ નાજુક છે. આ બનાવવામાં અનિતા દેવી, રામનાતી દેવી, કેશાંતિ દેવી, ખુશ્બુ, કોમલ તેમજ અંજુ નામની કુલ છ મહિલાઓના મૃત્યુ થયા છે. તહેવારના સમય દરમિયાન ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. કારણ કે આ સમય દરમિયાન એક જગ્યાથી બીજી જગ્યાએ હરવા ફરવા તેમજ વાત તને જતી વખતે અકસ્માતના બનાવો સામે આવે છે. તો દિવાળીના પહેલાના સમયમાં ઘરની સાફ-સફાઈ કરતી વખતે પણ હવે અણબનાવો બનવા લાગ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘરડા પિતાના મોત બાદ સગાભાઈઓ સંપતિના ભાગ પાડવાની બાબતે છુટા હાથની મારામારી ઉપર ઉતરી આવતા જ થયું એવું કે પરિવારની જિંદગી બગડી ગઈ..!

સંપત્તિ માટે પરિવારના સભ્યો અંદર જ આટલો મોટો ઝઘડો કરી બેસે છે કે, જ્યારે આ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *