Breaking News

દીકરીના બંધ રૂમમાં મળવા આવેલા પ્રેમીને પિતાએ જોઈ લેતા, બાપ-દીકરો બંને તૂટી પડીને ડામ દીધા, માં-બાપની આંખો ખોલતો કિસ્સો..!

અમુક વખત માતા પિતા પોતાના દીકરા કે દીકરાને લઈને એવા દ્રશ્ય જોઈ લેતા હોય છે કે, જેને જોતાની સાથે જ મગજનો પારો એકદમ ઉપર ચડી જતો હોય છે. આ સાથે સાથે ગુસ્સામાં અને ગુસ્સામાં જ તેઓ કેટલીક વખત એવું પગલું પણ ભરી લે છે કે, જેને લઇ ભારે મુશ્કેલીઓ પણ સહન કરવાનો વારો આવે છે..

દરેક માતા-પિતા પોતાના દીકરા અને દીકરીની સુરક્ષા સલામતી તેમજ ભવિષ્ય અંગે ખૂબ જ ચિંતા કરતા હોય છે. આ અંતર્ગત તેઓ તેમના દીકરાને દીકરીનો ખૂબ જ ધ્યાન પણ રાખે છે. હાલ રાજસ્થાનના અજમેરના દેરાથુન ગામમાં એક એવી ઘટના બની છે કે, જેને જોતાની સાથે જ ભલભલા લોકો હચમચી ગયા છે.

આ ગામમાં 44 વરસના ગિરધારી ઝાટ તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેમનો દીકરો સુરેન્દ્રનગર તેમજ તેમની જુવાન જોધ દીકરી અને તેમની પત્નીનો સમાવેશ થતો હતો. એક દિવસ રાત્રીના સમયે તેઓ જ્યારે પોત પોતાના રૂમમાં સુવા માટે જતા હતા ત્યારે ગિરધારી જાતે તેમની યુવાન જોધ દીકરીના રૂમમાંથી કંઈક કુસુર પુસુર વાતચીત કરતા હોય તેવો અવાજ સાંભળ્યો હતો..

આ અવાજ સાંભળતાની સાથે જ તેઓએ દીકરીના રૂમનો દરવાજો ખોલી નાખ્યો અને જોયું તો તેની રૂમમાં 22 વર્ષનો પીન્ટુ નામનો એક યુવક હાજર હતો. અને આ યુવક બીજું કોઈ વ્યક્તિ નહીં. પરંતુ તેમના દીકરીનો પ્રેમી હોવાનું સામે આવ્યું છે. બસ આ જોતાની સાથે જ ગિરધારી જાટ ખૂબ જ ગુસ્સે ભરાયા હતા..

તેઓએ સમજી લીધું કે, તેમની દીકરીનો પ્રેમી તેમની દીકરી સાથે શું કરી બેઠો હશે, તેવું વિચારવા લાગ્યા અને તેઓએ તાત્કાલિક તેના 19 વર્ષના દીકરા સુરેન્દ્ર તેમજ 28 વર્ષનો ભાઈ પ્રધાન બંનેને ત્યાં બોલાવી લીધા. આ ત્રણેય વ્યક્તિઓએ મળીને પીન્ટુનું ભડથું બનાવી દીધું હતું. એટલો બધો ઢોર માર માર્યો હતો કે તેને સહન કરવો કોઈ પણ વ્યક્તિ માટે સહેલો નથી..

પીન્ટુ અન્ય કોઈ બાબત કહે એ પહેલા તો આ ત્રણેય વ્યક્તિ તેના ઉપર તૂટી પડ્યા હતા. આ સાથે સાથે તેને શરીર ઉપર ગરમ સળિયાના ડામ પણ દઈ દીધા. અને મોઢામાં કપડું પણ ભરાવી દીધું હતું. જ્યારે તેની હાલત ખૂબ જ બગડવા લાગી ત્યારે ગિરધારી જાટ તેમજ તેનો દીકરો સુરેન્દ્ર બંને પિન્ટુને ઉપાડીને બહાર ફેંકી દીધો હતો..

તે હાલી શકે તેવી પણ હાલતમાં ન હોવાથી છતાં પણ તેણે પોતાના ઘરે ફોન કર્યો અને જણાવ્યું કે તે ખૂબ જ લોહી લુહાણ હાલતમાં રસ્તા પર પડ્યો છે. તાત્કાલિક ધોરણે પરિવારના સભ્યો ત્યાં આવી પહોંચ્યા અને તેને સારવાર માટે નીસારા બાદની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો..

અને ત્યાંથી તેને અજમેરની હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યો પરંતુ ત્યાં ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ થઈ ગયું હતું. પીન્ટુ ના પિતા રામસિંહ રાવતે તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનને હાજર થઈને ફરિયાદ નોંધાવી હતી. અને જણાવ્યું કે, તેમનો દીકરો રાત્રીના સમયે બહાર ગયો હતો..

પરંતુ તે ખૂબ જ લોહી લુહાણ હાલતમાં મળી આવતા તેઓએ તપાસ ચલાવી તો જાણકારી મળી કે, ગામમાં રહેતા ગિરધારી જાટ તેમજ તેના દીકરા સુરેન્દ્રનગર અને ગિરધારી જાતના ભાઈ પ્રધાન જાટ આ ત્રણેય વ્યક્તિ હોય તેની સાથે મારપીટ કરી છે. અને આ મારપીટ તેમનો દીકરો સહન ન કરી શકતા અંતે મૃત્યુ પામ્યો છે..

આ ફરિયાદને આધારે પોલીસે આ ત્રણેય વ્યક્તિઓને કસ્ટડીમાં લઈને પૂછપરછ પણ શરૂ કરી દીધી છે. મૃતક વ્યક્તિ પીન્ટુ મધુપુરાના કારખાનામાં નોકરી કરતો હતો. આ ઘટના દરેક માં-બાપ માટે લાલબત્તી સમાન સાબિત થઈ છે. પોતાના દીકરા કે દીકરીએ ક્યા જાય છે અને શું કામગીરીઓ કરે છે તેનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *