Breaking News

દીકરી જન્મી એના 15 દિવસમાં જ યુવકે બીજી યુવતી સાથે ભાગીને લગ્ન કરી લીધા, સમાજના લોકોએ કહ્યું કે નાત-જાત વગરના આ યુવકને તો….

ઘણા બધા વિસ્તારમાંથી એવા ચોકાવનારા બનાવો સામે આવી રહ્યા છે, જે જોઈને આજની યુવાન પેઢી પણ ખરાબ રસ્તે દોરાઈ રહી છે. હાલમાં એવી એક ઘટના સામે આવી હતી કે જેમાં પરિવારના યુવકે પોતાની પત્નીને દગો આપ્યો હતો. આ પરિવાર ઈન્દોરમાં રહે છે. પરિવારમાં પતિ-પત્ની અને યુવકના માતા પિતા રહે છે.

યુવકનું નામ રાજેશ પરમાર છે અને તેમની પત્નીનું નામ બબીતા છે. રાજેશના લગ્ન 6 વર્ષ પહેલા તેના જ સમાજની યુવતી બબીતા સાથે કરાવવામાં આવ્યા હતા. રાજેશના પિતાનું નામ કનીરામ પરમાર છે અને તેમની માતાનું નામ શાંતાબાઇ છે. પરિવારના લોકો છોટા ભાંગરડામાં રહે છે. 6 વર્ષ પહેલાં રાજેશ અને બબીતાના લગ્ન ખૂબ જ ધૂમધામથી કરાવવામાં આવ્યા હતા.

બંને લગ્ન બાદ પોતાનું પારિવારિક જીવન જીવી રહ્યા હતા પરંતુ રાજેશને ઘણા સમયથી બબીતા તેમની પત્ની હોવા છતાં બીજી કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ હતો પરંતુ બબીતા આ વાતથી અણજાણ હતી. બબીતા થોડા સમય પહેલા ગર્ભવતી બની હતી . બબીતાની પહેલી ડીલેવરી થવાના કારણે તે પોતાના પિયરમાં રહેવા ગઈ હતી.

15 દિવસ પહેલા બબીતાએ દીકરીને જન્મ આપ્યો અને દીકરીના જન્મને કારણે પરિવારમાં પતિ અને બબીતાના સસરા ખુશ ન હતા. દીકરીના પિતા આજે દીકરીનું એક પણ વાર મોં જોવા પણ આવ્યા ન હતા અને તે દીકરીને મળવા ન આવ્યા હોવાને કારણે બબીતા ખૂબ જ દુઃખી હતી. બબીતાની સાસુ તેમની પૌત્રીને રમાડવા માટે ગયા હતા.

ત્યારે બબીતાએ તેના પતિ કેમ ન આવ્યાનું પૂછ્યું ત્યારે સાસુએ તે બહાર ગયા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ બબીતાને થોડા દિવસ પછી સોશિયલ મીડિયા દ્વારા જાણ થઈ હતી કે તેના પતિ રાજેશે બીજા લગ્ન કરી લીધા છે. બબીતા પીયર ગઈ પછી રાજેશે એક પણ વાર તેને ફોન કર્યો ન હતો અને રાજેશ બીજી કોઈ યુવતી સાથે લગ્ન કરી લીધા હતા.

આ વાતની જાણ થતા બબીતાએ રાજેશને ફોન કર્યા પરંતુ રાજેશે પોતાનો નંબર બદલી નાખ્યો હતો. જેના કારણે બબીતાએ તેના સસરા કનીકરામને ફોન કરીને રાજેશે લગ્ન કર્યા હોવાનું જણાવ્યું હતું. તે સમયે સસરાએ પણ બબીતાને ચૂપ રહેવાની ધમકી આપી હતી અને તેના પછીના દિવસે બબીતાના પતિએ ફોન કરીને બબીતાને ખુબ જ ધમકી આપી હતી.

જેના કારણે કંટાળી ગયેલી બબીતાએ તરત જ પોલીસ સ્ટેશનમાં તેમના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા જ પોલીસે તપાસ ચાલુ કરી હતી. તે સમયે બબીતાને જાણવા મળ્યું કે તેના પતિએ આયેશા ખાન નામની યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. ખજરાના વિસ્તારમાં રહેતી હતી અને બંને લગ્ન કરી લીધા હતા.

રાજેશના માતા પિતાને રાજેશ ક્યાં છુપાયો છે તેની જાણ હતી. જેના કારણે પોલીસ બબીતાને સસરા કનીરામ અને તેમની પત્ની શાંતાબાઇની પૂછપરછ કરી રહી હતી. બબીતાએ સાસુ-સસરા અને તેના પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આગળની તપાસ કરી રહી હતી. આજકાલ લોકો પોતાના જ અંગત વ્યક્તિઓ સાથે આવા દગા કરી રહ્યા છે. જેના કારણે પારિવારિક ઝઘડાઓ થતા જોવા મળે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *