દીકરાનો જન્મ થતાં જ પિતા તેની માનતા પૂરી કરીને મિત્રો સાથે ઘરે પરત આવતા રસ્તામાં થયું એવું કે, જોઇને લોકોના મોઢા ફાટેલા રહી ગયા..!!

આજકાલ એવા બનાવો બની રહ્યા છે કે જેમાં એક સાથે લોકો ગંભીર રીતે જીવ ગુમાવી રહ્યા છે. પરિવાર માટે સારું કામ કરવા નીકળ્યા હોય છે પરંતુ તેમની સાથે જ જીવલેણ ઘટના બની જતા લોકોના હૃદય ધ્રુજી જાય છે. આવી જ એક ઘટના શિખરના ફતેપુર પાસે બની હતી.

હરિયાણાના ફતેહાબાદના પાંચ મિત્રો ફતેપુર-સાલાસર હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા. તેઓ પોતાની કાર લઈને મુસાફરી કરી રહ્યા હતા. કારમાં બેઠેલા પાંચે મિત્રો ભૂતાન કલાન ગામના રહેવાસી હતા. દરેક મિત્રો સાલાસર બાલાજીને ત્યાં માનતા પૂરી કરવા માટે ગયા હતા.

મિત્રોમાં અજય નામના યુવકને 40 દિવસ પહેલા પોતાના ઘરે દીકરાનો જન્મ થયો હતો અને દીકરાની માનતા હોવાને કારણે તેઓ સાલાસર પોતાની માનતા પૂરી કરવા માટે ગયા હતા. તેની સાથે તેના જ ગામના મિત્રો દર્શન માટે ગયા હતા. એક જ ગામના પાંચ મિત્રો સાથે ઘરેથી નીકળ્યા હતા.

અને તેઓ સાલાસર પહોંચી માનતા પૂરી કરીને ફરી પોતાના ગામ પરત આવી રહ્યા હતા. તે સમયે મિત્રોએ પોતાની કાર ફતેપુર સાલાસર હાઇવે પર ચલાવી હતી. પાંચે મિત્રોમાં અજય પરણીત હતો. અજય ભંડારી પલ્સરમાં રહેતો હતો. તેને 40 દિવસનો દીકરો છે.

મોહન પણ પરણીત હતો. સંદીપ, અમિત અને પ્રદીપ પણ આ ત્રણ મિત્રો અપર્ણીત હતા. તેઓ ગામમાં એકસાથે રહેતા હતા. જેમાંથી મિત્ર મોહન ગામમાં મેડિકલ સ્ટોર ચલાવતો હતો. જ્યારે પ્રદીપ કોઈ અભ્યાસ કરી રહ્યો હતો અને બીજા મિત્રો ખેતી કામ કરતા હતા.

અને તેમના પરિવારને આર્થિક મદદ કરતા હતા. પાંચે મિત્રો ખૂબ જ ખુશીથી ભગવાનના દર્શન કરીને પોતાના ઘરે પરત આવી રહ્યા હતા. તે સમયે હાઇવે ઉપર સામેની તરફથી એક ટ્રોલી આવી રહી હતી અને કાર ચલાવી રહેલા ચાલકે પોતાની કારને સામેની તરફથી આવી રહેલા વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો.

જેના કારણે તેમને સામેની તરફથી આવી રહેલી ટ્રોલી દેખાઈ ન હતી. અને કારચાલક પોતાની કાર ખૂબ જ ઝડપી ચલાવી રહ્યો હતો. જેના કારણે ઝડપી કાર ચલાવવાને લીધે અચાનક જ ટ્રોલી સામે આવી જતા કાર ટ્રોલીસાથે અથડાઈ ગઈ હતી.

અને એટલો ભયંકર અકસ્માત સર્જાયો કે તેમનો અવાજ સાંભળતા જ દરેક લોકો બહાર આવી ગયા હતા. સ્થાનિક લોકો તરત જ અકસ્માતમાં કારમાં ફસાયેલા લોકોને બચાવવા માટે દોડવા લાગ્યા હતા અને ટ્રોલી ચાલક પણ નીચે ઉતરીને કારમાં બેઠેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

ટ્રોલી ચાલકને પણ થોડું વાગ્યું હતું. કારમાં બેઠેલા લોકોનો કચ્ચાઘાણ નીકળી ગયો હતો. કારણ કે કાર ટ્રોલી સાથે એટલી ઝડપે અથડાઈ હતી કે જેના કારણે કારના કુચા ઊંચા થઈ ગયા હતા. કારને જોતા દરેક લોકોને લાગી રહ્યું હતું કે કારમાં બેઠેલા લોકોનું બચવું ખૂબ જ મુશ્કેલ છે.

તરત જ સ્થાનિક લોકોએ એમ્બ્યુલન્સને ફોન કરી હતી અને કારમાં બેઠેલા વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા. પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેના કારણે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ કારમાંથી પાંચ વ્યક્તિઓના મૃતદેહને જ બહાર કાઢવામાં આવ્યા હતા.

એક પણ વ્યક્તિ જીવતો રહ્યો ન હતો. ત્યારબાદ પાંચે વ્યક્તિના પરિવારના લોકોને પોલીસે આ ઘટનાની જાણ કરી હતી. પરિવારના લોકોને તેમના દીકરાની સાથે આવી દુઃખદ ઘટના બની હોવાને કારણે તેઓ પોતાને સંભાળી શક્યા નહીં અને પોતાનું ભાન ભૂલી ગયા હતા. આજકાલ આવા બનાવો ખૂબ જ બની રહ્યા છે, જેના કારણે દરેક લોકોએ પોતાના ઘરેથી બહાર નીકળતા પહેલા ધ્યાન રાખવું જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment