પરિવારની અંદર શાંતિથી અને મોજ મજાથી જીવન જીવવું હોય તો પોતાની સાથે બનેલી દરેક વાતને પરિવારના દરેક સભ્યો સામે રજૂ કરવી જોઈએ, તેમજ જો કોઈ મુસીબતો આવી પડે તો સાથે મળીને દરેક પ્રશ્નોનું નિરાકરણ કરવું ખૂબ જ જરૂરી છે. પરંતુ અત્યારના સમયમાં કેટલાક વ્યક્તિઓ પોતાના મનની અંદર ચાલતી પ્રવૃત્તિઓને પરિવારના સભ્યો સુધી જણાવતા નથી..
અને અંદરો અંદર તેઓ ગુંચવાતા રહે છે, અત્યારે એક પરિવારના દીકરાની વહુએ પરિવારને ઉલ્લુ બનાવીને એવડું મોટું કારનામું કરી નાખ્યું હતું કે, જ્યારે પરિવારને ખબર પડે ત્યારે મામલો છુટાછેડાની વાત સુધી પહોંચી ગયો હતો, આવો હતમચાવતો બનાવ આજ દિન સુધી ક્યારેય પણ તમે પણ સાંભળ્યો નહીં હોય..
આ ચોકાવનારી ઘટના ઉર્મિલા નગરમાંથી સામે આવી છે, આ સોસાયટીની અંદર હિતેશ નામનો એક એન્જિનિયર યુવકો તેની પત્ની સીમાની સાથે જીવન ગુજારે છે, પરિવારમાં હિતેશના ઘરડા મા-બાપનો પણ સમાવેશ થતો હતો. હિતેશના લગ્ન થયા તેના 7 વર્ષ વીતી ચૂક્યા છે..
સાત વર્ષના લગ્ન ગાળા દરમિયાન સીમાનું વર્તન ખૂબ જ અજુગતું દેખાતું હતું, તે અવારનવાર ઘર મૂકીને જતી રહેતી હતી. અને ઘણા દિવસો બાદ તે પોતાના સાસરીયા પરત ફરતી હતી, જ્યારે પરિવારના દરેક સભ્યો આ બાબત વિશે તેની પૂછપરછ કરતા ત્યારે સીમા તેના સાસુ સસરા અને તેના પતિને ડરાવું ધમકાવવાનું શરૂ કરી દેતી કે, જો તેને વધુ પૂછપરછ કરવામાં આવશે..
તો તે હંમેશા માટે રહેવા માટે જતી રહેશે, હિતેશના માતા-પિતા ઘરડા હતા અને તેની સેવા ચાકરી કરવી પણ ખૂબ જ જરૂરી હતી, જ્યારે સીમા પરિવારને સાચવવાને બદલે સવારના સમયે તેના અન્ય મિત્રોની સાથે હરવા ફરવા માટે નીકળી જતી અને મોડી રાત્રે પરત ફરતી હતી બિચારો પરિવાર ઘરે સીમાની રાહ જોતો જોતો ભૂખ્યો તરસ્યો સૂઈ જતો..
જ્યારે સીમા રાત્રિના સમયે મોડેથી ઘરે આવતી તેનું બધું અજુગતું લાગવા લાગ્યું હતું કે, બિચારો હિતેશ પણ કંટાળી ગયો હતો. જ્યારે વધુ તપાસ કરવાની હિતેશે શરૂ કરી ત્યારે ખબર પડી કે સીમા પરિવારના દરેક સભ્યોને ઉલ્લુ બનાવીને અન્ય કોઈ વ્યક્તિની સાથે હરિફરી રહી છે..
અને પૈસાની અયાશી બોલાવી રહી છે, એક દિવસ સવારના સમયે જ્યારે સીમા પોતાના ઘરેથી નીકળી પડી હતી. ત્યારે હિતેશ પણ પોતાના નોકરી ધંધે જવાને બદલે તેની પત્નીની પાછળ પાછળ પીછો કરવા લાગ્યો હતો, હિતેશે જોયું કે તેની પત્ની અન્ય યુવકોની સાથે કારમાં બેસીને શહેરથી થોડે દૂર આવેલા એક ફાર્મ હાઉસ ઉપર પાર્ટી કરવા માટે જઈ રહી હતી..
હિતેશે તેની પત્નીનો પીછો કર્યો અને ત્યાં ફાર્મ હાઉસ ઉપર તેની પત્નીના રંગીન અંદાજો જોઈને હિતેશનો પિત્તો ફાટી ગયો હતો, તેને તરત જ ઘરે આવીને આ વાતની જાણકારી તેના ઘરડા માતા પિતાને પણ આપી હતી. આ ઉપરાંત સીમાના મા-બાપ સુધી પણ આ વાત પહોંચાડી દેવામાં આવી હતી કે, જે સીમાને પરિવાર તેમ જ સમાજે ખૂબ જ સીધી સાદી અને સરળ વ્યક્તિ સમજે છે..
તે સીમા પરિવારને આપીને ખૂબ જ કાળા કારનામા કરવા લાગી હતી, તે અન્ય કોઈ વ્યક્તિના પ્રેમ સંબંધમાં જોડાયેલી હતી અને તેની સાથે જ ઘણો બધો સમય પણ વિતાવતી હતી, તે છેલ્લા ચાર વર્ષથી આ પ્રેમી સાથે જોડાયેલી છે અને તેની સાથે જ હવે તે આવનારો જીવન પણ જીવવા માંગે છે..
તેવી વાતની પ્રતીતિ પણ હિતેશને થઈ ચૂકી હતી, એટલા માટે તેણે તેની પત્ની સાથે છૂટાછેડા લેવાની કામગીરી પણ શરૂ કરી નાખી હતી. પરિવાર ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવતો હતો, પરંતુ જ્યારે તેમને તેમના દીકરાની વહુ વિશે ખબર પડી ત્યારે પરિવારમાં એક હડકંપનો માહોલ સર્જાઈ ગયો હતો..
રોજબરોજ આવા કેટ કેટલાય બનાવો આપણી નજર સામેથી પસાર થઈ જતા હોય છે, જેમાંથી કેટલાક બનાવોને આપણે મગજમાં ઉતારવા પણ ખૂબ જ મુશ્કેલ હોય છે. આવનારા સમયની અંદર આ પ્રકારના બનાવો અટકાવવા માટે પરિવારના દરેક સભ્યોની ભેગી સમજણ હોવી ખૂબ જ જરૂરી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]