Breaking News

દીકરાની સગાઈ કરવા મીની બસ બાંધીને જતા પરિવારને અકસ્માત નડતા ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ, હૈયાફાટ રુદનને જોઈ કાળજું ફફડી જશે..!

જ્યારે ઘરે શુભ પ્રસંગ આવી પડે ત્યારે ભગવાનને યાદ કરીને ઘરના વડીલો એક જ પ્રાર્થના કરે છે કે, તેમના ઘરે આવેલી શુભ પ્રસંગની ઘડી મુર્હત પ્રમાણે કોઈ પણ પ્રકારના વિધ્ન વગર પૂર્ણ થઈ જાય તો સારું, પરંતુ કહેવાય છે કે, જ્યારે સારા કામ થવા જઈ રહ્યા હોય ત્યારે ખરાબ કામોનો કાળ પણ સાથે સાથે જ આવી જતો હોય છે..

અત્યારે કંઈક એવી જ એક ઘટના બની જવા પામી છે. જેમાં એક જ પરિવારના બે વ્યક્તિના મૃત્યુ થઈ ગયા છે.આ ઘટના ધોબીટપુર હાઇવેની છે. અહીં એક મીની બસનો ખૂબ જ ગમખ્વાર રીતે અકસ્માત થયો છે. જેમાં બે વ્યક્તિના મૃત્યુ થયા છે. મણીકાંતા વિસ્તારમાં રહેતા હરકિશન ભાઈના દીકરા પ્રકાશની સગાઈ ગોમતીપુર પાસે રહેતા નારાયણભાઈની દીકરી ધ્રુવિકાની સાથે નક્કી કરવામાં આવી હતી..

હરકિશન ભાઈ તેમજ તેમનો પરિવાર તેમના દીકરા પ્રકાશને સાથે લઈને એક મીની બસ બાંધીને સગાઈ કરવા માટે દીકરીના ઘરે જઈ રહ્યો હતો. એ વખતે હાઇવે ઉપર જ હરકિશન ભાઈના પરિવારજનોને અકસ્માત નડી જતા તેમના પ્રસંગની ખુશી મોતના માતમમાં ફેરવાઈ ગઈ હતી. આ મીની બસને સામેની બાજુએ આવતા એક ટ્રકે એટલી ભયંકર રીતે ટક્કર મારી હતી કે, બસના કુરચે કુરચા ઉડી ગયા હતા..

બસનો એક બાજુનો ભાગ ભુક્કો બોલી જતાં એ બાજુ ઉપર બેઠેલા હરકિશન ભાઈ તેમજ તેમના કુટુંબી ભાઈનું મૃત્યુ થયું છે. જ્યારે પરિવારના અન્ય લોકો ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા છે. જ્યારે આકસ્માત બન્યો ત્યારે ટ્રક ચાલક ટ્રકને ત્યાં રસ્તા ઉપર મૂકીને જ ભાગવા લાગ્યો હતો. હાઇવે એની આસપાસ ના વિસ્તારના ઘણા બધા લોકો હાઇવે ઉપર હાજર થઈ ગયા..

અને અકસ્માતની અંદર ઇજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં અત્યારે ઇજાગ્રસ્ત વ્યક્તિઓની સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત હરકિશન ભાઈ અને તેમના કુટુંબી ભાઈનો તો ઘટના સ્થળે જ મૃત્યુ થઈ જતા ઘટનાની જાણકારી પોલીસ સુધી પણ પહોંચાડવામાં આવી હતી..

પોલીસ નો કાપલો ઘટના સ્થળે દોડી આવ્યો ત્યારે બધા બંને વ્યક્તિની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી છે. ત્યારબાદ તેમના પરિવારજનોને પણ સોંપી દેવામાં આવશે, આ હચમચાવી દેતો અક્સમાત એટલો બધો ભયંકર હતો કે તેને નજરે જોનારા લોકોના પણ ડોળા ફાટી ગયા છે…

તો બીજી બાજુ ટ્રકનો ડ્રાઇવર ત્યાંથી ફરાર થઈ ગયેલો હોવાથી હાઇવે ઉપરના સીસીટીવી કેમેરાની મદદથી તે કઈ બાજુ ગયો છે, અને કઈ બાજુથી ટ્રક લઈને આવતો હતો. વગેરે જેવી માહિતીઓ મેળવવી રહી છે. હાઈવે ઉપર વાહન ચાલકોની સહેજ અમથી પણ ચૂક કોઈ વ્યક્તિનો ખૂબ જ ભયંકર રીતે જીવ લઈ લે છે…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *