Breaking News

દીકરો યુક્રેનની બોર્ડર પર ભૂખ્યો રહે છે તો માતા પણ ભૂખી જ રહે છે અને દીકરાની યાદમાં રડતી રહે છે, જુવો માં-બાપની વેદનાના દ્રશ્યો..!

યુક્રેન અને રશિયા વચ્ચે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે. તે ખૂબ ભયંકર સ્થિતિ ઉપર ચાલ્યું ગયું છે. રશિયા યૂક્રેન ની રાજધાની ઉપર વારંવાર હુમલા કરી રહ્યું છે. તેમજ યુક્રેનના અન્ય વિસ્તારોમાં પણ ઘૂસીને દારૂ ગોળા વરસાવી રહ્યું છે. યુક્રેનમાં ડોક્ટર નો અભ્યાસ ખૂબ ઓછા રૂપિયામાં તેમજ ખૂબ સારો થઈ જતો હોય છે…

એટલા માટે ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં એમ.બી.બી.એસ.ના અભ્યાસ કરવા માટે જાય છે. યુક્રેનમાં ઓછામાં ઓછા ૧૦ હજાર કરતાં પણ વધારે લોકો ભારતીયો છે. જેમાં મોટાભાગના લોકો વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓને યુદ્ધના સમયે પોતાના દેશ પરત લાવવા ખૂબ જ મુશ્કેલી ભર્યું કામ છે.

છતાં પણ ભારત સરકારે આ લોકોને બચાવવા માટે પૂર ઝડપે કામગીરી કરી રહી છે. આ વિદ્યાર્થીઓમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ની સંખ્યા ખૂબ વધારે છે. જેમાંના ઘણા વિદ્યાર્થીઓ યુદ્ધનો માહોલ બનતાની સાથે જ પોતાના વતન પરત ફરી ગયા હતા. જ્યારે અન્ય વિદ્યાર્થીઓની પ્લેનની ટીકીટ બુક હતી..

પરંતુ હવાઈ માર્ગ બંધ થઈ જવાના કારણે તેઓની ફ્લાઇટ ઉડાન ભરી શકી ન હતી. અને પરિણામે તેઓ યુક્રેનમાં ફસાઈ ચુક્યા છે. હાલ તેઓ ખૂબ ગંભીર પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. જેમાં ઇન્ડિયન એમ્બેસી તરફથી શરૂઆતમાં તેઓનો સંપર્ક તૂટી ગયો હતો. પરંતુ ત્યારબાદ ના સંપર્ક માં તેઓને જણાવવામાં આવ્યું છે કે ભારત સરકાર તેઓને પોલેન્ડના રસ્તેથી બહાર નીકળશે…

એટલા માટે સૌ કોઈ વિદ્યાર્થીઓ બસ બાંધીને પોલેન્ડની બોર્ડર નજીક પહોંચ્યા છે. તો કેટલાક વિદ્યાર્થીઓ પગપાળા પોલેન્ડની બોર્ડર સુધી પહોંચી ગયા છે. પરંતુ ઘણા વિદ્યાર્થીઓ અને યુક્રેનમાંથી એક્ઝીટ સ્ટેમ્પ આપવામાં આવ્યો નથી. એટલા માટે તેઓ પોલેન્ડની બોર્ડર ક્રોસ કરી શકતા નથી..

તેમજ પોલેંડે પણ થોડા સમય માટે સરહદ બંધ કરી દેતા વિદ્યાર્થીઓ સરહદ પર જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હાલ વડોદરાના આજવા રોડ વિસ્તારમાં રહેતા જતીન ભટ્ટ નામના વ્યક્તિએ ન્યુઝ મીડિયાને જણાવ્યું છે કે, તેમનો પુત્ર રોનક છેલ્લા બે વર્ષથી યુક્રેનમાં અભ્યાસ કરે છે. યુદ્ધ શરૂ થઇ જતા રોનક બોર્ડર નજીક પહોંચી ગયો છે..

પરંતુ એકઝીટ સ્ટેમ્પ લેવા માટે તે બે દિવસથી લાઈનમાં ઊભો છે. અને તે બોર્ડર પાર કરીને પોલેન્ડ જવા માંગે છે. પરંતુ એક એક્ઝીટ સ્ટેમ્પ માટે લોકો ખૂબ પડાપડી કરી રહ્યા છે. એટલા માટે આ કામગીરી ખૂબ જ ખોરવાઈ ગઈ છે. તેમજ બોર્ડર વિસ્તાર પર ખૂબ ઠંડી છે. અને લોકો પાસે ખાવા-પીવાનો સામાન પણ ખૂબ ઓછો હોવાને કારણે તેઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

રોનક ભટના પિતા જતીન ભટ્ટે ન્યુઝ મીડિયાના માધ્યમથી જણાવ્યું છે કે, વાલીઓની સરકાર ને નમ્ર વિનંતી છે કે અમારા બાળકો જે યુક્રેનમાં અટવાયા છે. તેઓને કોઇ પણ રીતે ભારત પરત લાવવામાં આવે. હાલ તેમના પરિવારમાં સૌ કોઈ લોકો ખૂબ ચિંતામાં ડૂબી ગયા છે. કારણ કે એક બાજુ તેમના દીકરાને જમવાનું નથી મળતું તો બીજી બાજુ તેમનો પરિવાર રહ્યા કેવી રીતે ખાઈ શકે…

રોનકના માતાનો દર્દ પણ ખૂબ આકરી ઉંચાઇઓ પર પહોંચી ગયું છે. તેઓ વારંવાર તેમના પુત્રને યાદ કરીને રડ્યા કરે છે. રોનક જેવા અન્ય કેટલા વિદ્યાર્થીઓ યુક્રેનમાં સલવાઈ ગયા છે. તેઓને બહાર કાઢવા માટે ભારત સરકાર પૂરતા પ્રયત્નો કરી રહી છે. છતાં પણ વિદ્યાર્થીઓ ખૂબ અટવાઈ રહ્યા છે..

તો કેટલાક વિદ્યાર્થીઓને પોલેન્ડમાં પ્રવેશ પણ કરવા દેવામાં આવતો નથી. તો બીજી બાજુ સરહદી વિસ્તારો પર બોર્ડર ક્રોસ કરવાની રાહ માં બેઠેલા વિદ્યાર્થીઓ એને ખાવાપીવાની ચીજ વસ્તુઓ પણ ધીમે ધીમે ઘટવા લાગી છે. તો બીજી બાજુ ઇન્ડિયન એમ્બેસી સાથે સંપર્ક પણ તુટી લાગ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *