Breaking News

દીકરાના લગ્નની કંકોત્રી વહેચવા ગયેલા પરિવારે પરત આવીને જોયું તો થયું એવું કે, ઘરના દરવાજે બેસીને જ આવી ગયો રડવાનો વારો..!

દિવસેને દિવસે શહેરોમાં ગુનાખોરી ખૂબ જ વધી રહી છે. લોકો આજ કાલ વધારે પૈસા કમાવવાની લાલચ રાખીને બીજા લોકોની જીવન કમાણીને લૂંટી રહ્યા હોય છે આવી અવનવી ઘણી બધી ઘટનાઓ આપણી આસપાસ થતી જોવા મળે છે, જેમાં વધુ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના ખૂબ જ ગંભીર બની હતી.

એક પરિવારની ખુશી દુઃખમાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટના કોટામાં બની હતી. પરિવાર રાજી ખુશીથી રહેતું હતું. પરિવાર પ્રતાપ નગરના સ્પેશ્યલ બી-47 માં રહેતું હતું. પરિવારમાં મુખ્ય યુવકનું નામ પ્રમોદ કુમાર ગુપ્તા હતું. તેઓ રેલવેમાં નોકરી કરતા હતા અને તેમને પરિવારમાં પત્ની અને બે સંતાનો હતાં.

સંતાનમાં એક દીકરો અને દીકરી હતા. દીકરો સોફ્ટવેર એન્જિનિયરમાં અભ્યાસ કરી ચૂક્યો હતો. દીકરાનું નામ પ્રાંશુ હતું. દીકરાના લગ્ન હોવાને કારણે ઘરમાં ખૂબ જ ખુશીનો માહોલ હતો. પ્રાંશુની સગાઈ ઘણા સમય પહેલા કરવામાં આવી હતી. પ્રાંશુના લગ્ન હોવાને કારણે તેમની પત્ની માટે પ્રમોદ કુમારે ઘણા બધા સોના-ચાંદીના ઘરેણાઓ બનાવીને પોતાના ઘરમાં રાખ્યા હતા.

ઘરમાં ખુશીનો માહોલ હોવાને કારણે અને લગ્ન માટે કંકોત્રીઓ છપાવી હતી. જેના કારણે આ કંકોત્રીઓ સગા સંબંધીઓને પહોંચાડવા માટે પરિવાર એક દિવસ નીકળ્યું હતું. પરિવારના પત્ની-પુત્ર અને પુત્રી સાથે પ્રમોદકુમાર બપોરના 2:00 વાગ્યાના સમયે ઘરે થી આમંત્રણ આપવા માટે નીકળ્યા હતા અને તેઓ સાંજ થતાં ઘરે પરત આવ્યા હતા.

તે સમયે ઘરે પહોંચતા પ્રમોદ કુમારે જોયું તો જોતા જ તેઓ પોતાના ઘરના મુખ્ય ગેટ પર બેસી ગયા હતા અને પરિવારમાં તેમની પત્ની બે ધાર આંસુએ રડવા લાગી હતી. પ્રમોદ કુમારે ઘરે પહોંચીને એવું જોયું કે તેમના ઘરના દરવાજા ખુલ્લા હતા. જેને કારણે પ્રમોદ કુમારને લુંટ થયાની શંકા ગઈ હતી.

પ્રમોદકુમાર નો દીકરો પ્રાંશુ અને તેમની દીકરી ઘરમાં ગયા હતા. તે સમયે તેમણે જોયું તો ઘરના કબાટના દરવાજા ખુલ્લા હતા અને બીજી કોઈ પણ વસ્તુઓ આમથી તેમ કરી ન હતી ફક્ત કબાટના દરવાજા જ ખોલવામાં આવ્યા હતા અને કબાટની તિજોરીઓ તોડી નાખવામાં આવી હતી. તિજોરીઓમાં પ્રાંશુની પત્ની માટે બનાવી રાખેલા ઘરેણાઓ ગાયબ થયેલા હતા.

ઘરેણામાં સોનાનો હાર, રાખડી, મંગળસૂત્ર, ચેન વગેરે પ્રમોદ કુમારે દીકરાની વહુ માટે કરાવ્યું હતું અને જ્વેલર્સ પાસેથી ખરીદીને તેમણે પોતાના ઘરે રાખ્યું હતું. પોલીસને આ ઘટનાની જાણ કરી હતી જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ તપાસ હાથ ધરી હતી તે સમયે પોલીસને શંકા ગઈ હતી કે કોઈ સગા સંબંધી હોય આ ઘટના કરી હશે.

કારણ કે તેમના ઘરને વધારે સારી રીતે સગા સંબંધીઓ જાણી શકતા હતા અને તેઓએ ઘરેણા ત્યાં મૂક્યા છે તેમની પણ તેઓને જણાવશે જેના કારણે ઘરની કોઈ પણ વસ્તુને અડ્યા વગર કબાટમાં સીધી ચોરી કરવામાં આવી હતી. પોલીસે સીસીટીવી કેમેરા મારફતે ચોરને શોધવાની તપાસ ચાલુ કરી હતી.

કબાટમાં લાખોના દાગીના અને 25000 રોકડા પૈસાની ચોરી થઇ હતી. પ્રમોદ કુમારને માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો હતો. પરિવાર ના ઘરે લગ્નની ખુશી માતમ માં ફેરવાઈ ગઈ હતી. અવારનવાર આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *