Breaking News

શાળાએ થી ઘરે આવીને ધોરણ 9 ની વિદ્યાર્થીની એ ઘરે આવીને ખાઈ લીધો ફાંસો – કારણછે ખુબ જ ચોંકાવનારૂ..

ધોરણ 9 માં ભણતી વિદ્યાર્થીની ને એવી તો શું સમજ આવી ગઈ હશે કે તેણે ફાંસો ખાઈ લેવો પડ્યો.. આજે વડોદરાના ગજરાવાડી ના ગોમતીપુર વિસ્તારમાં રહેતી અને ધોરણ 9 માં ભણતી વિદ્યાર્થીની એ ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના ખુબ જ નાની વયની બાળકીએ આચરી છે તેમ કહી શકાય. આ પાછળનું કારણ જાણીને તમે આશ્ચર્યઅ મુકાઈ શકો છો!

આપ-ઘાત કરતા જ પાણીગેટ પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને તપાસ હાથે ધરી હતી. પાણી ગેટ પોલીસ પાસે લાશ છે અને તેને પોસ્ટમોટર્મ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. વિદ્યાર્થીની નું નામ ઝલક પાંડે છે જેની ઉમર 14 વર્ષની છે. 14 વર્ષની નાની વયમાં આવડું મોટું પગલું ભરવું તે ભલભલા માણસના પાયા ડગમગાવી નાખે તેવી વાત છે.

ઝલક શ્રી કૃષ્ણ હિન્દી માધ્યમ સ્કુલઅ અભ્યાસ કરતી હતી.આજે બપોરે જ સ્કુલેથી આવ્યા બાદ તેણીએ ફાંસો ખાઈ લીધો હતો. બપોરે પરિવાર ઘરે આવ્યો અને જોયુ તો ઝલકે જીવ ગુમાવી દીધો હતો. આ દ્રશ્ય જોતાની સાથે જ ઝલકના પિતા આશિષભાઈ એકાએક સ્તબ્ધ થઈ ગયા હતા. અને ત્યાર બાદ પરિવાર પોતાનું દુઃખ વ્યક્ત કરતા કરતા જોરથી રડવા લાગ્યો હતો.

પરિવારના રડવાના આવાજથી પડોશીઓ પણ તરત જ ઘટના સ્થળે આવી પહોચ્યા હતા . આ બનાવ અંગેની જાણ પાણી ગેટ પોલીસને થતા પોલીસનો કાફલો તરત જ ઘટન સ્થળે પહોચી ગયો હતો. ઝલક પાંડે એ કયા કારણોસર આ પગલું ભર્યું છે તે અંગે પોલીસ નાની નાની વાતોનું પણ ઇન્વેસ્તીગેસન કરી રહી છે.

ઝલકના પિતાનું દુઃખ જોઈને તમને પણ દયા આવી જશે. કેમકે કાલ સુધી હસતી રમતી કોમળ ફૂલ જેવી દીકરી જેને ક્યારેય કોઈ બાબતની તકલીફ નોહતી તેમજ તે સંપૂર્ણ ખુશ હતી. છતાં પણ તેણે આ પ્રકારનું પગલું ભર્યું એ એક આશ્ચર્યની વાત છે. હવે આ બાબત માટે અભ્યાસ પણ એક કારણ હોઈ શકે છે. કારણ કે ઘણા સમયથી શાળાનો અભ્યાસ કાર્યક્રમ ઓનલાઈન ચાલતો હતો તેથી અભ્યાસમાં કોઈ સમસ્યા હોઈ કે જેના કારણે તે શિક્ષણનો બોજ સહન ન કરી શકી હોઈ.

આ સાથે સાથે તેની સાથે કોઈ એવો બનાવ બન્યો હોઈ કે જે કોઈને કહી ન શકાય અથવા તો કોઈ અજાણ્યા વ્યક્તિ તરફથી હેરાન ગતિ જેવા અનેક કારણો હોઈ શકે છે. પોલીસની ઝીણવટ ભરી તપાસ બાદ જ નક્કી થશે કે ઝલકે આ પગલું શા માટે ભર્યું. ઝલકના પિતા એક કેબલ કંપનીમાં નોકરી કરે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *