Breaking News

ધોરણ 6 થી 8 માટે શાળાનો ડંકો વાગી ગયો! આ તારીખથી થશે બાળકોની સ્કુલ ચાલુ.. વાલીઓ ખાસ વાંચે!

કોરોનાની મહામારીનો દોર હજુ થ્મ્યો નથી પરતું હવે ધંધા રોજગારની સાથે સાથે શિક્ષણ પર પણ ચર્ચા જરૂરી હતી. ધોરણ 9 થી 12 તેમજ કોલેજના વર્ગો શરુ થઈ ચુક્યા છે. જયારે નીચલા વર્ગો હજુ ચાલુ થયા નથી. બાળકોને સોસીયલ દુરી સમજાવવી એ એક માથા નો દુખાવો છે. તેમજ બાળક અણસમજણું હોવાથી ફરજીયાત માસ્ક પહેરવાના નિયમ પર પણ ઢીલ મૂકી દેતું હોઈ છે.

આ તમામ સમસ્યાને બાજુ પર મૂકીને રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા એ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લીધો છે કે આગામી મહિનાની 2જી તારીખ એટલે કે 2જી સપ્ટેમ્બરથી રાજ્યમાં ધોરણ 6 થી 8ના ઓફલાઇન વર્ગો શરુ થશે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, આગામી 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ની ઓફલાઇન સ્કૂલો શરૂ થશે. આ માટે કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આજે કોરોનાના વેક્સીનેશન પર્ક્રિયા અંગે તેમજ રાજ્યમાં વરસાદની પીછે હઠ થતા સિંચાઈ બાબતના પ્રશ્નો અંગે કેબીનેટની મીટીગમાં ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમા ઓફલાઇન શિક્ષણમાં વધુ વર્ગો શરૂ કરવા બાબતે પણ ચર્ચા થઈ હતી. રાજ્ય સરકારના આગામી આયોજનો અને નિતિગત બાબતો પર ચર્ચા થઈ હતી. પીએમ મોદીના 5 સપ્ટેબરના ગુજરાત પ્રવાસના આયોજન સંદર્ભે પણ ચર્ચા થઈ હતી.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, ધોરણ  6 થી 8 ના વર્ગો શરૂ થશે. આજે કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે 6 થી 8 શાળાઓ 2 સપ્ટેમ્બર ના રોજ થઈ શરૂ કરાશે. અંદાજે 32 લાખથી વધુ બાળકોનું શિક્ષણ કાર્ય શરૂ થશે. પ્રત્યક્ષ સાથે ઓન લાઈન શિક્ષણ પર ચાલુ રહેશે. 50 ટકા હાજરી સાથે એસઓપી નું પાલન કરવાનું રહેશે.

ગઈ કાલે શિક્ષક સર્વેક્ષણ દરમિયાન યોજાયેલ સર્વે મા ગુણવત્તા સુધારણા માટે સરકારે પહેલ કરી છે. 38 ટકા શિક્ષકો એ ભાગ લીધો તેને અભિનંદન આપું છું. 38 ટકા શિક્ષકો હાજર રહ્યા બાકી ના ભવિષ્યમાં શિક્ષકો સર્વેક્ષણ મા જોડાય તેવા પ્રયાસો કરીશું. જે શિક્ષકો સર્વેક્ષણમા જોડાયા તેમને કહ્યું કે અમારા જ્ઞાન મા વધારો થયો. વાલી મંડળે ફી મુદ્દે પિટિશન કરી છે તેનો અમે  અભ્યાસ કરી ને ફી મુદ્દે નિર્ણય કરીશું. 5 સપ્ટેમ્બર સુધીમાં બધા શિક્ષકો ને રસી અપાય તે મુદ્દે આયોજન છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કામચોર મહિલાએ તેના 4 બાળકોને કુવામાં ફેંકી દઈ પોતે પણ ભૂસકો લગાવી દીધો, કારણ જાણીને અક્કલ કામ કરતી બંધ થઈ જશે..!

25593664738737b0d26dca99c375656a આધુનિક સમયમાં સમાજની મહિલાઓ સાથે થતા અત્યાચારના કિસ્સાઓ ખૂબ જ જોવા મળે છે. મહિલાઓ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *