Breaking News

ધોરણ 10ના રીઝલ્ટ પહેલા જ વિદ્યાર્થીનીએ ડીપ્રેશનના કારણે આપઘાત કરી લીધો, કંપારી છોડાવતો કિસ્સો..!

ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષામાં ચાલતી હતી એ સમય દરમિયાન વિદ્યાર્થીઓ સાથે ઘણા બધા માઠા અનુભવો થયા હોવાની ઘટના સામે આવી હતી. કોઈ શહેરમાં વિદ્યાર્થીઓને પ્રેશર સહન ન થતાં આપઘાત કરી કીધો હતો, તો કોઈ શહેરમાં વિધાર્થીઓને પરીક્ષા દેવા જતા સમયે અકસ્માત નડતા મૃત્યુ પામ્યા છે..

તો અમુક વાર ચાલુ પરીક્ષાએ નાસીપાસ થઈ જતાં ઢળી પડ્યા છે. વિદ્યાર્થીઓ પરીક્ષાનું રિઝલ્ટની ચિંતા કરતા કરતા પરીક્ષાઓ આપતા હોય છે. હકીકતમાં શિક્ષક અને વાલી બંને વિદ્યાર્થીઓને સમજાવતા હોય છે કે, પરીક્ષાનું વધારે પડતું ટેન્શન મગજ પર ન લેવું જોઇએ. અને એકદમ હળવા મને પરીક્ષા આપવી જોઈએ..

પરંતુ વિદ્યાર્થીઓના મનમાં સતત પરીક્ષાના રીઝલ્ટને લઈને ડર રહેલો હોય છે. જેના કારણે તેઓ ખૂબ જ પ્રેશરમાં દેખાતા હોય છે. હાલ પરીક્ષા તો પૂર્ણ થઈ ચૂકી છે. પરંતુ હવે રીઝલ્ટ આવવાની રાહ સૌ કોઈ લોકો જોઈ રહ્યા છે. વિદ્યાર્થીઓને વેકેશનના સમયમાં પણ સતત વિચારો આવતા હોય કે શું તેઓ ને સારા માર્કસ મળશે કે નહીં..?.

શું તેઓ પાસ થશે કે નહીં..? આ ટેન્શનની અંદરને અંદર જ હાલ ધોરણ 10 ની એક વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે. આ બનાવ રાજકોટના માંડાડુંગર વિસ્તારમાં બની છે. જ્યાં ૐ તિરુમાલા સોસાયટીમાં શેરી નંબર 01માં ધો.10ની વિદ્યાર્થિની રહે છે. જેણે આજે સવારે ઘરમાં પરિવારજનો સાથે નાસ્તો કર્યા બાદ એવું પગલું ભરી લીધું છે કે જેના કારણે પરિવાર દોડતો થઇ ગયો છે..

પરીક્ષાના રિઝલ્ટની ચિંતામાં ઘરમાં પહેલા માળે જઈને રૂમમાં પંખા સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઈએ જીવ ટૂંકાવી દીધો છે. મોડે સુધી પુત્રી નીચે નહિ આવતા માતા ઉપર જોવા જતાં પુત્રીનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. બેભાન હાલતમાં પુત્રીને નીચે ઉતારી પરિવારે 108ને જાણ કરી હતી.

જ્યાં 108ના તબીબે સગીરાને મૃત જાહેર કરી આજીડેમ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.આજીડેમ પોલીસે મૃતદેહને નીચે ઉતારી પી.એમ અર્થે ખસેડયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા મુજબ મૃતક ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ તાજેતરમાં બોર્ડની પરીક્ષા આપી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *