Breaking News

ઢોર ચારતી વખતે ડાળી કાપવા ગયેલા યુવકને ચક્કર આવતા જ થઈ ગયું એવું કે મોઢામાંથી બરાડા ફાટી નીકળ્યા, જોનારા લોકો દોડતા થઈ ગયા..!

ક્યારે કઈ ઘટના બની જાય અને નિર્દોષ તેમજ સામાન્ય વ્યક્તિનો જીવ જતો રહે તેનું કશું નક્કી હોતું નથી, આજકાલના સમયની અંદર તો ચારે કોરથી એવી જ ઘટનાઓ સામે આવે છે, જેને જાણ્યા બાદ સૌ કોઈ લોકોના મોઢા ફાટેલા રહી જતા હોય છે. અત્યારે રાજસ્થાન અલવર માંથી વધુ એક ઘટના સામે આવી છે..

અહીં ભરિતલ ગામની અંદર લચ્છી સિંહ નામનો યુવક એકલવાયું જીવન જીવે છે. તેના માતા પિતાનું ઘણા વર્ષો પહેલા અવસાન થઈ ગયું હતું. આ ઉપરાંત લચ્છી સિંહના લગ્ન પણ થયા હતા નહીં એટલા માટે 55 વર્ષનો આ વ્યક્તિ એકલવાયું જીવન જીવે છે. તે બકરી અને ગાયો રાખે છે. આ ગાયોને તેમજ બકરીને ચલાવીને તેનું દૂધ વેચી જે પણ પૈસા મળે તે પૈસાથી તે જીવન ગુજારતો હતો..

તે એક દિવસ સવારના સમયે તેની બકરી અને ગાયોને લઈને ગામની નજીકના ખેતરોમાં ચડાવવા માટે નીકળી પડ્યો હતો. તેની સાથે અન્ય ઢોર ચારનાર વ્યક્તિઓ પણ હાજર હતા. એ વખતે એક ખેતરની નજીક છાયા માટે બેઠો હતો અને ઝાડ ઉપરથી એક લટકતી ડાળીને કાપવા માટે તે જ્યારે ઉભો થયો ત્યારે અચાનક જ તેને ચક્કર આવવા લાગ્યા હતા..

તેણે છેલ્લા કેટલાક સમયથી કશું ખાધું હતું નહીં અને તે એક ગંભીર બીમારીનો સામનો કરી રહ્યો હતો. આ બીમારીને કારણે તેના શરીરમાં અણશક્તિ આવી ગઈ અને તેને ચક્કર આવવા લાગ્યા, તેનુ મગજ પણ તમ્મર ખાઈ ગયું હતું અને ઝાડની આ ડાળી તોડે એ પહેલા તો ચક્કર ખાઈને તે નીચે ઢળી પડતા નજીકમાં રહેલા કુવા પાસે તેનો પગ લપસી જતા તે અંદાજે 80 ફૂટ જેટલા ઊંડા કુવાની અંદર ખાબકી ગયો હતો..

પરંતુ આ ઘટનાની અંદર આ યુવકને ભગવાને સાથ પૂર્યો હતો અને 80 ફૂટના ઊંડા કૂવાની અંદર ખાબકવા છતાં પણ આ યુવકનો જીવ બચી ગયો છે. તેને માત્ર હાથ અને પગમાં ફ્રેક્ચર થયું છે. જ્યારે કમરના ભાગે ખૂબ જ ગંભીર ઈજા પહોંચી છે. અત્યારે તેને જિલ્લાની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે..

તેની સાથે રહેલા અન્ય ઢોર ચારનાર વ્યક્તિઓ ત્યાં આસપાસમાં હાજર હોવાથી તેને તરત જ કુવાની અંદરથી બહાર કાઢવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી. જેમાં એક લાંબુ દોરડું કુવામાં ફેકી તેને દોરડું પકડી ઉપર ખેંચી લેવામાં આવ્યો હતો અને તેનો જીવ બચી ગયો છે. આ આ ઘટનાને જાણ્યા બાદ સૌ કોઈ લોકો કહેવા લાગ્યા છે કે..

હકીકતમાં યુવકે પાછળના જન્મની અંદર કોઈ સારા કામ કર્યા હશે કે, આજે ખુદ ભગવાન તેને બચાવવા આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે 80 ફૂટના કુવાની અંદર જો કોઈ વ્યક્તિ પડી જાય તો તેનું બચવું ખૂબ જ મુશ્કેલ છે. આ ઉપરાંત આ કુવાની અંદર ખૂબ જ વધારે માત્રામાં પાણી પણ ભર્યું હતું અને આ યુવકને તરતા પણ આવડતું હોતું નહીં..

પરંતુ સદનસીબે સંજોગો વસાત તેનો જીવ બચી ગયો છે. અત્યારે તેનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે, ગામના ઘણા બધા લોકો તેની મદદ કરવા માટે હોસ્પિટલ પહોંચી ગયા છે. કારણ કે આ યુવક સ્વભાવનો ખૂબ જ સરળ છે અને દરેક વ્યક્તિને જરૂર પડી એ મદદરૂપ બનતો હતો તે એકલવાયું જીવન જીવે છે..

એટલા માટે ગામના લોકો જ તેને મદદરૂપ બની હાલ તેની દુઃખની ઘડીમાં સાથ સહકાર આપી રહ્યા છે. થોડા સમય પહેલા પણ ગાયો ચરાવતી વખતે એક યુવકને હાઈટેન્શન લાઇનનો કરંટ લાગી જતા તેનું મૃત્યુ થઈ ગયું હતું. એ ઘટના પણ ખૂબ જ દુઃખદાયી સાબિત થઈ હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *