Breaking News

ધોળા દિવસે સોની ની આંખમાં મરચું ફેંકીને પતી-પત્નીએ કર્યો દાગીના લુંટવાનો પ્રયાસ, પરતું આખરે થયું એવું કે…!

સોનાના વધતા જતા ભાવને કારણે હવે ચોર લુટારાઓ સોનાચાંદીને દાગીના લુંટવાના કીમિયા અપનાવી રહ્યા છે. કોઈને કોઈ કારણોસર દુકાનમાં ઘુસ્યા બાદ નત નવીન તરકીબો અપનાવીને ચોરી તેમજ લુંટફાટના પ્રયાસો કરતા લુંટારાઓ અપડે અવાર નવાર જોતા આવીએ છીએ..

ગુજરાતમાં ચોરી અને લુંટને અંજામ આપતા અસામાજિક તત્વો બેફામ બની ચુક્યા છે. તેઓને હાલ કાયદા કાનુનનો કોઈ દર રહ્યો જ ન હોઈ તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં રોજ રોજ આવા કેસોમાં વધારો જ નોંધાતો જાય છે. નજરે જોતા પરસેવો છૂટી જાય તેવો એક ચોંકાવનારો કિસ્સો મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં બન્યો છે.

અહી ધોળા દિવસે સોની વેપારીની આંખમાં મરચાનો પાઉડર ફૂંકીને લુંટ બોલાવનો નીશ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. કડી તાલુકામાં એક જ્વેલર્સની દુકાનમાં લુંટારીઓ ઘુસી ગયા હતા.  વેપારીની આંખમાં મરચુ નાખીને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. પટેલ ભવન પાસે આવેલી ભવાની જ્વેલર્સ નામની દુકાનમા એક પતિ પત્ની દાગીનાની ખરીદીના બહાને દુકાનમાં ઘુસી આવ્યા હતા.

અંદર જતા જ જણાયું હતું કે આ સોની સાવ એકલો જ છે. તેથી તેઓએ આ સોનીને ચકમો આપીને લુંટ બોલાવી લેવાનો પ્રયાસ કરવાનું વિચારી લીધું હતું. વેપારીની એકલતાનો લાભ લઈને પતિ પત્ની તેની આંખમાં ચતુરાઈથી મરચાનો પાઉડર ફૂંકી માર્યો હતો. પરતું વેપારીએ ચીસા ચીસ બોલાવી દેતા આસપાસના દુકાનદારો એકઠા થઈ ગયા હતા…

અને પતિ પત્નીને લુંટ બોલવતા રંગે હાથે જડપી પાડ્યા હતા. પરિણામે લૂંટનું કાવતરૂ નિષ્ફળ રહ્યું હતું. જો કે દુકાન માલિકની સતર્કતાને કારણે આ લૂંટારૂ ટોળકી ઝડપાઇ હતી. લૂંટારૂ દંપત્તીને ઝડપીને દુકાન માલિક અને સ્થાનિક લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. હાલ તો આ સમગ્ર મામલે લૂંટના સીસીટીવી સામે આવ્યા છે.

આ બાબતે દાગીનાના વેપારીએ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી દીધી છે. લૂંટારૂ પતિ પત્નીને પોલીસને સોંપ્યા હતા. હાલ પોલીસે લૂટનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *