Breaking News

દારુ પીઈને ઢીંગલી થયેલો યુવક બોલ્યો કે, હું કોઈનાથી ડરતો નથી, ‘દારૂ પીવ પણ છું અને વેચું પણ છું’, અને પછી તો થઈ જોવા જેવી..!

ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે. છતાં પણ કેટલાક નકામા લોકો કોઈને કોઈ રીતે ગુજરાતમાં દારૂ ઘુસાડે છે. અને લોકોને વેચી અઢળક રૂપિયા કમાય છે. આ સાથે સાથે કેટલાય વ્યક્તિઓની જિંદગી ખરાબ કરવામાં પણ તેમનો ખૂબ મોટો હાથ રહેલો હોય છે. અમુક લોકોને દેશી દારૂ પીવાની ખૂબ જ ખોટી કુટેવ પડી ગઈ હોય છે..

જેના કારણે તેમના પરિવારજનોને ખૂબ જ માઠું સહન કરવું પડે છે. કેટલીક વખત તો તેમની કુટેવના કારણે અન્ય લોકોના માઠા વચનો પણ સાંભળવાનો વારો આવે છે. રાજકોટના જસદણ તાલુકાના ગઢડીયા ગામમાં એક વ્યક્તિ દારૂ પીધા બાદ બેફામ બની ગયો હતો. આ યુવક દારૂ પીને ભાન ભૂલીને મન ફાવે તેવું વર્તન કરવા લાગ્યો હતો..

આ યુવક બોલી રહ્યો છે કે, હું દિવસનો 20 લીટર દારૂ પીવું છું. અને વેચુ પણ છું. આ ઉપરાંત કોઈનાથી ડરતો નથી. પોલીસને પણ હું હપ્તો આપું છું. આવી વાતો કહીને તે એકદમ બકવાસ કરતો વીડિયોમાં નજરે પડે છે. આ વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે..

જ્યારે આ વિડીયો જસદણના ગઢડીયા ગામનો હોવાનું સામે આવ્યો ત્યારે જસદણ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એ તપાસ ચલાવી વ્યક્તિની શોધ ખોળો શરૂ કરી દીધી હતી. આ વ્યક્તિનું નામ હરેશ રમેશભાઈ પરમાર હોવાનું સામે આવ્યું છે. તેની તાત્કાલિક ધોરણે અટકાયત પણ કરવામાં આવી હતી. અને તેની બુદ્ધિ ઠેકાણે લાવવામાં આવી હતી.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વિડીયો આજથી દસ દિવસ પહેલાનું હોવાનું સામે આવ્યું છે. અને તે દારૂના નશામાં ભાન ભૂલ્યો અને ત્યારબાદ મન ફાવે તેવા શબ્દો બોલવા લાગ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, તેની ભૂલ થઈ ગઈ.. તે ભાનમાં ન હોવાને કારણે મન ફાવે તેમ બોલી રહ્યો હતો..

આ ઉપરાંત મને દારૂ પીવાની ટેવ છે, તેમજ પોલીસની કાર્યવાહીના કારણે મેં આ વિડીયો બનાવ્યો હતો. તેણે જ્યારે આ વિડીયો ઉતાર્યો ત્યારે તે શું બોલતો હતો તેનું તેને કોઈપણ ભાન હતું નહીં. તે જ્યારે મન ફાવે તેમ બોલતો હતો. અને વિડીયો ઉતારતો હતો. ત્યારે તેના જ પરિવારની એક મહિલા આવીને તેને રોકવા લાગી હતી..

અને વીડિયોમાં મન ફાવે તેવું ન બોલવા જણાવતી હતી, પરંતુ આ યુવક તેને પણ ધક્કા મૂકી કરીને કાઢી મુકવા લાગ્યો. પોલીસ વિશે મન ફાવે તેવું બોલનારા હરેશ રમેશભાઈ પરમાર નામના આ વ્યક્તિની પોલીસે અટકાયત કરીને બધી જ હવા ઉતારી નાખી છે. આ વીડિયો સામે આવ્યા બાદ કેટલાક લોકો ખૂબ જ હસી રહ્યા છે..

તો કેટલાક લોકો જુદી જુદી ટિપ્પણીઓ કરતા જણાવે છે કે, દારૂ પીધા બાદ જે તે વ્યક્તિનું અસલી ડેરિંગ સામે આવે છે. તો અમુક લોકોએ કહ્યું કે દારૂ પીને આ યુવક એની જિંદગી ખરાબ કરી રહ્યો છે. તો અમુક લોકો આવી કુટેવ ધરાવનાર અને કાળાકામ કરનાર લોકોને પકડીને સીધા દોર કરવાનું જણાવી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *