Breaking News

દહેજ ન મળતા લગ્નના આગલા દિવસે જ ફૌજીએ લગ્ન તોડી નાખ્યા, કહ્યું “11 લાખ ન હોઈ તો અહી તારું કાઈ કામ નથી”.. અને પછી તો…!

આજના સમયમાં હજુ પણ ઘણા બધા લોકો નીચી વિચારસરણીમાં જીવી રહ્યા છે, તેઓ શિક્ષિત હોવા છતાં પોતાના જુના રીતિ-રિવાજોને છોડી રહ્યા નથી અને સમાજમાં બીજા લોકોને દુઃખ પહોંચાડી રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. જેમાં એક યુવકના પરિવારના લોકોએ બીજા પરિવાર સાથે ત્રાસદાયક ઘટના ઘડી નાખી હતી.

પરિવારમાં યુવક-યુવતીના લગ્નનો સમય ચાલી રહ્યો હતો. આ ઘટના અલવર જિલ્લાના ધારા શાહપુર ગામમાં બની હતી. આ ગામમાં એક પરિવાર રહેતું હતું. પરિવાર જહાના રહેવાસી ગામમાંથી શાહપુર ગામમાં રહેવા આવ્યો અને પરિવારમાં રહેતા વડીલ યુવકનું નામ રામપ્રતાપ યાદવ હતું. તેમને એક દીકરો હતો. તેમનું નામ રાકેશ હતું.

રાકેશની ઉંમર 23 વર્ષની હતી. જેના કારણે પરિવારના લોકોએ રાકેશના લગ્ન કરવાનું વિચાર્યું હતું. રાકેશ યાદવ સેનામાં સૈનિક હતા અને તેઓએ અઢી વર્ષ સેનામાં કામ કર્યું હતું. જેના કારણે તેના પરિવારના લોકો રાકેશ માટે છોકરી શોધી રહ્યા હતા. તે સમયે રાકેશના પિતા રામ પ્રતાપે કોઈ લગ્ન કરાવતા દલાલની ઓળખ કરી હતી.

જેના કારણે તેમનો સંબંધ અલવર જિલ્લાના નીમરાના શહેરમાં આવેલા ગિલોટની રહેવાસી યુવતી સાથે નક્કીકર્યો હતો. યુવતીનું નામ મોનિકા હતું અને તેમના પિતાનું નામ અશોક કુમાર હતું. મોનિકાની ઉંમર 21 વર્ષની હતી. મોનિકાએ બીએ કર્યું અને તે ગ્રેજ્યુએટ થઈ હતી. જેના કારણે મોનિકાના પરિવારના લોકો પણ તેમનો સંબંધ શોધી રહ્યા હતા.

રાકેશ સાથે પરિવારના લોકોએ સંબંધ નક્કી કર્યો તે બંનેનો સંબંધ નક્કી કરીને તિલક વિધિ કરવામાં આવી હતી અને એક રૂપિયો અને નાળિયેર સાથે છોકરીને સ્વીકારવાની રાકેશના પરિવારના લોકોએ વાત કરી હતી. સગાઈનું એક વર્ષ થઈ ગયું હતું અને લગ્નની વાત ચાલી રહી હતી તે સમયે રાકેશના પરિવારના લોકોએ દહેજની માંગણી ચાલુ કરી દીધી હતી.

રાકેશના પરિવારના લોકોએ મોનિકાના પિતા અશોકકુમારને ફોન કરીને વિધિના દિવસે કહ્યું હતું કે અમને દહેજમાં 11 લાખ રૂપિયા, સોનાની વીંટી અને બાઈક જોશે અને આ માંગણી પૂરી ન કરી શકતા હોય તો અહીં આવતા નહીં કારણ કે સમાજમાં અમારું માન છે, તેમ જણાવ્યું હતું. લગ્ન નક્કી કર્યા કરી નાખ્યા હતા અને લગ્નના કાર્ડ પણ વેચી દેવામાં આવ્યા હતા.

મોનિકાના પરિવારમાં ખૂબ જ ધામધૂમથી લગ્નની તૈયારીઓ થઈ ગઈ, મીઠાઈ અને તંબુ બધું જ નક્કી કરી નાખવામાં આવ્યું હતું. સગા સંબંધીઓ પણ ઘરે આવી ગયા હતા અને લગ્નના એક દિવસ પહેલા જ રાકેશના પરિવારના લોકોએ દહેજની માંગણી કરી હતી. જેના કારણે આ માંગણી પૂરી કરવા મોનિકાના પિતાએ 2.50 લાખ રૂપિયાની બાઈક પણ રાકેશને ખરીદી આપી હતી.

પરંતુ રાકેશનો પરિવાર માન્યો ન હતો. જેના કારણે અશોકકુમાર ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા અને તેઓ તરત જ રાકેશના ઘરે શાહપુર ગામે પહોંચ્યા હતા અને તેમણે રાકેશની અને તેમના પિતાને મનાવવાની ખૂબ જ કોશિશ કરી હતી પરંતુ તેઓ માન્ય ન હતા અને દહેજ માંગી રહ્યા હતા તેઓ ગાડીની સાથે સાથે 11 લાખ રૂપિયા અને સોનાની વીંટી પણ માંગી રહ્યા હતા.

આ દરેક વસ્તુઓ માંગવાને કારણે અશોકકુમાર તેમની દીકરીને અપનાવી લેવા કહ્યું હતું અને આ દરેક માંગતી ધીમે ધીમે પૂરી કરી આપશે તેમ જણાવ્યું હતું પરંતુ પરિવારના લોકો માની રહ્યા ન હતા મોનિકાના પિતા અશોકકુમાર ને ઘણો માનસીક આઘાત લાગ્યો હતો. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે જેના કારણે પરિવારના લોકો આઘાતમાં આવી ગયા આવી જાય છે સમાજમાં આવી ઘટનાઓ બનતા લોકો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *