Breaking News

ધાનેરા-થરાદ હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાતા 6 લોકો ગંભીર રીતે ઘાયલ, અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામ..!

આકસ્માત કોઈ સામાન્ય અકસ્માત નહીં પરંતુ ત્રિપલ અકસ્માતમાં પરિવર્તન પામ્યું છે. સવાર સવારના સમયે થરાદના પાવડાસણ પાટીયા પાસે ત્રિપલ અકસ્માત સર્જતા ભારે હંગામો મચી ગયો હતો. પાવડાસણ પાટીયા પાસે એક ઇક્કો કાર ઊભી હતી જ્યારે એક ટ્રક થરાદ બાજુ થી પાવડાસણ પાટીયા બાજુ આવી રહ્યો હતો..

અને એક બોલેરો જીપ ધાનેરા બાજુથી પાવડાસણ પાટીયા બાજુ આવી રહી હતી. ટ્રક, જીપ અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર રીતે અથડામણ થઇ હતી. જેના કારણે ત્રિપલ અકસ્માત સર્જાઈ ગયો હતો. ત્રણ ત્રણ વાહનોના કુચા બોલી ગયા હતા. આ સાથે જ હાઇવે ઉપર ટ્રક પલટી મારી જતા ખૂબ મોટી નુકશાની થઇ હતી..

આખા હાઇવેને ટ્રકે રોકી લીધો હતો. એટલા માટે હાઈવે પર ચક્કાજામ થઈ ગયો હતો. આકસ્માત સર્જાતાની સાથે જ હાઈવે પર ચાલતી ૧૦૮ ના કર્મચારીઓ તાત્કાલિક ધોરણે એકસો આઠ લઈને અકસ્માતના સ્થળે પહોંચી ગયા હતા. અને અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત વાઘાભાઈ ઠાકોર, પવન બેન ઠાકોર તેમજ રત્નાભાઇ રબારીને પ્રાથમિક સારવાર માટે ધાનેરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આકસ્માત ને જે લોકોએ આંખે જોયું છે. તે લોકોનું કહેવું છે કે ખરેખર તેઓ આજદિન સુધી આવો ગમખ્વાર અકસ્માત ક્યારે પણ જોયો નથી. એક સાથે ત્રણ ત્રણ વાહનો અથડાઇ જોવાથી ખૂબ ધડાકાભેર અવાજ સંભળાયો હતો અને બે મિનિટ માટે તો સૌ કોઈ લોકોની આંખો દંગ રહી ગઇ હતી. આ અકસ્માતના પગલે દરેક વાહનોના કુચા બોલાવીને હાઈવે ઉપર વાહનોનો કચરો પડ્યો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *