અકસ્માતે તો ભલભલાને ભરખી લીધા છે. પરિવારનો એક સભ્ય પણ અકસ્માતનો ભોગ બને તો તેની આર્થીક અને માનસિક અસર સમગ્ર પરિવાર પર પડતી હોઈ છે. ગુજરાતમાં છેલ્લા 1 અઠવાડિયામાં આ ત્રીજો મોટો અકસ્માત સર્જાયો છે જેમાં 3 નાના બાળકો સાથે કુલ 11 લોકોના જીવ જોખમમાં છે.
આજે સવારે ધંધુકા પાસે આવેલા ખડોલ પાટિયા પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક ખાનગી બસ પોતાના રોજીંદા રૂટ પર ટ્રાવેલ કરી રહી હતી અને અચાનક જ ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ ગંભીર રીતે પલટી મારી ગઈ હતી. બસમાં આશરે 40 જેટલા લોકો હતા જેમાંથી કુલ 35 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે તેવી માહિતી મળી છે.
આ ઘટના બનતા જ આજુ બાજુના લકો દોડી આવ્યા હતા અને બસમાંથી એક પછી એક લોકોને બહાર કાઢવા માટે પ્રયત્નો શરુ દીધા હતા. પરતું બસ પલટી મારી જવાના કારણે બસ ના તમામ કાચ તૂટી ગયા હતા. તેથી મુસાફરોને બહાર નીકળવામાં મુશ્કેલી પડતી હતી. તેમ છતાં તેઓને ત્યાંના લોકોની મદદ થી હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.
પોલીસ કંટ્રોલ રૂમને આ બનાવની જાણ થતા જ તેઓ ઘટના સ્થળે મુલાકાતે પહોચી ગયા હતા. તેમજ 108 બોલાવીને 35 ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયા હતા. 35 ઈજાગ્રસ્તો પૈકી 3 નાના બાળકો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે તેવી સામે આવ્યું છે.
3 નાના બાળકો સાથે કુલ 11 જણાની સ્થિતિ ગંભીર છે. પરતું સદનસીબે તેમના જીવ બચી ગયા હતા. હાલ તેઓ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અકસ્માત થયો ત્યાર બસ પલટી મારી જતા ધડાકો થયો હોઈ તેવો અવાજ આવ્યો હતો તેથી રસ્તા પરના લારી વાળા અને અન્ય મુસાફરોએ પોતાના વાહનો રોકીને શું થયું છે એ જાણવા માટે વહારે આવ્યા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]