ધંધુકાના ચર્ચિત કિશન ભરવાડ કેસને લઈને આવ્યા મોટા સમાચાર, હાઈકોર્ટે કિશન ભરવાડના કેસને લઈને કહ્યું કે…

વર્ષ 2022ની શરૂઆતના મહિનામાં જ ગુજરાતને હલબલાવી નાખે તવો એક કેસ સામે આવ્યો હતો. આ બનાવ ધંધુકામાં પોતાના પરિવાર સાથે રહેતા કિશન ભરવાડ સાથે બન્યો હતો. તેઓએ સોશિયલ મીડિયામાં એક વિડીયો પોસ્ટ કર્યો હતો. આ વિડીયો પોસ્ટ કર્યા બાદ બે લોકો બાઈક ઉપર સવાર થઈને કિશન ભરવાડની નજીક આવ્યા અને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો..

આ ઘટનાએ એટલું મોટું રૂપ ધારણ કર્યું હતું કે, આ મામલો ગુજરાતની ATSની ટીમ સુધી પહોંચી ગયો હતો અને ત્યારબાદ જુદા-જુદા પાસાઓને ધ્યાનમાં લઈને દરેક બાબતોની પણ ચીવટતાથી તપાસ કરવામાં આવી હતી. જેમાં નેશનલ એજન્સીઓ પણ જોડાઈ હતી કારણ કે, ગુજરાતના અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં થયેલી આ ઘટનાને લઈને ઘણા બધા ખુલાસાઓ પણ થઈ ચૂક્યા છે..

આ કેસની અંદર મુખ્ય આરોપી મૌલવીને પણ ધરપકડ કરી લેવામાં આવ્યો હતો. હાલ આ કેસને લઈને સુપ્રીમ કોર્ટે સુનવણી હાથ ધરી છે. સુપ્રીમ કોર્ટે જણાવી દીધું છે કે, આ ઘટનાને લઈને હાઇકોર્ટે વિગતવાર આદેશ પસાર કરી દીધા છે. આ ઉપરાંત રાજ્ય સરકારના વકીલે અંદાજે બે અઠવાડિયાનો સમયની માંગણી કરી છે..

જેને લઈ એક અઠવાડિયાનો સમય કાઉન્ટર માટે તેમજ એક અઠવાડિયું પ્રત્યુતર માટે એમ કુલ મિલાવીને બે અઠવાડીયાનો સમય પૂરો પાડવામાં આવ્યો છે. આ સમય પૂર્ણ થતાની સાથે સુપ્રીમ કોર્ટમાં હવે આગળની સુનવણી પણ ચાલુ કરવામાં આવશે. આ કેસમાં એટલા બધા ચોંકાવનારા વળાંકો આવ્યા હતા કે, ત્યારે આ કેસને નજીક અને ચીવટથી સોનાના સૌ કોઈ લોકોના જીવ તાળવે ચોંટયા હતા..

આ ઘટનાને લઈને ગુજરાતના રાજ્ય ગૃહ મંત્રીએ પણ જણાવ્યું હતું કે, તેઓ આ ઘટનામાં જોડાયેલા તમામ આરોપીને કડકમાં કડક સજા અપાવશે અને કિશન ભરવાડ તેમજ તેમના પરિવારજનોને ન્યાય અપાવવામાં કોઈ પણ કચાસ બાકી મૂકશે નહીં. આ સાથે સાથે તેઓએ કહ્યું કે, રાજ્યની પોલીસ અમુક મામલાઓમાં આરોપીને સજા આપવા માટે પ્રતિબંધ હોય છે..

પરંતુ રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારની ગેરવર્તણોકો તેમજ અપરાધિક ગતિવિધિઓને ચલાવી લેશે નહીં. આવા આરોપીઓની સામે કાનૂની કાર્યવાહી એકદમ કડકાઈથી કરવામાં આવશે. કિશન ભરવાડ કેસ આટલો બધો ચર્ચિત થઈ ગયો હતો કે, મોટા મોટા રાજનેતાઓની સાથે સાથે અભિનેત્રીઓ તેમજ અભિનેતા પણ કિશન ભરવાડના ન્યાય માટે પોતાના નિવેદનો આપવા લાગ્યા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment