Breaking News

ધંધામાં નુકસાની જતા હવે ‘હું સમાજને શું મોઢું દેખાડીશ’ એવા વિચારો કરીને યુવકે કર્યું એવું કે સમાજ જોતો રહી ગયો, હચમચાવતો કિસ્સો..!

પરિવારનો જીવન નિર્વાહ ચલાવવા માટે રોજબરોજ કમાણી કરવી ખૂબ જ જરૂરી છે, પરિવારની દરેક જીવન જરૂરિયાતોને પૂરી કરવાથી માંડીને પરિવારના દરેક સપનાઓને પૂરા કરવા સુધી જો રૂપિયાની કમાણી ન થાય તો આર્થિક સંકળામણમાં પણ ઘણા બધા પરિવાર ધકેલાઈ જતા હોય છે..

અત્યારના સમયની અંદર દરેક ધંધાની અંદર એટલી બધી કોમ્પિટિશન વધી ચૂકી છે કે, જો કોઈ નવી બાબતો વિચારવામાં ન આવે તો ધંધો ભાંગી પડતો હોય છે. ઘણા બધા લોકો ધંધામાં નુકસાની સહે છે, પરંતુ નુકસાનીથી મૂંઝાઈ જવાને બદલે ફરી પાછું નવી વસ્તુઓ શીખીને પૈસા કમાવા એને સાચી આવડત કહેવાય છે..

ઘણા બધા વ્યક્તિઓ ધંધામાં નુકસાની જતાની સાથે જ એટલા બધા હતાશ થઈ જતા હોય છે કે, તેઓને શું કરવું અને શું ન કરવું તેની પણ સમજ રહેતી નથી. આવા સમયે તેમને કોઈ સારા અને સજજન વ્યક્તિના સાથ સહકારની જરૂર હોય છે, ત્યારે પણ માણસ મૂંઝાઈ જાય છે ત્યારે તે શું કરી બેસે તેનું નક્કી હોતું નથી..

એવી જ રીતે અત્યારે ધંધામાં નુકસાની જવાને કારણે એક યુવકે એવડું મોટું પગલું ભરી લીધું હતું કે, સમાજ જોતો અને જોતો જ રહી ગયો હતો, વ્યક્તિને પોતાની સાથે શું થશે તે વિચારવાને બદલે સમાજ તેના વિશે કેવી વાતો કરશે અને તેના વિશે શું કહેશે તેનો વધારે ડર રહેલો હોય છે કારણ કે, એકબીજાના ખોટા દેખાડા વાળી જિંદગી ની અંદર સમાજ ના લોકો શું વિચાર છે..

તેને વધારે મહત્વ આપવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે, અખિલેશ નામનો યુવકો કાપડના વ્યવસાય સાથે જોડાયેલો હતો. કોરોનાના સમય બાદ તેના ધંધામાં પડતી બેસી ગઈ હતી, એક પણ પત્તું તેનું સીધું પડતું હતું નહીં. તેણે ઘણી બધી મહેનત મથામણ કરી લીધી છતાં પણ તે ધંધા ની અંદર લાંબી નુકસાનીમાં ચાલ્યો ગયો હતો..

આ નુકસાની માંથી બહાર આવવાને બદલે તે અંદર ઊંડો ફસાતો જતો હતો, આ સાથે સાથે તેણે રૂપિયાની જરૂર પડતા જ આજે રૂપિયા પણ લઈ લીધા હતા. આ તમામ રકમો ચૂકવવા માટે હવે તે અસમર્થ થઈ જવાને કારણે મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયો, અખિલેશ તેના માતા પિતા તેમજ તેની પત્ની રમીલાની સાથે જીવન ગુજારતો હતો..

આ વાતની જાણકારી તેણે પરિવારને કોઈ પણ સભ્યોને જણાવી નહીં અને મનોમન મૂંઝાઈ જઈને એક દિવસ સવારના સમયે પોતાના રૂમમાં ઝેરી દવાના ટીકડા પીને આપઘાત કરી જીવન ટૂંકાવી દીધું હતું. લાંબા સમય સુધી અખીલેશે તેના રૂમનો દરવાજો ખોલ્યો નહીં ત્યારે તેની પત્ની રમીલાએ વારંવાર તેના પતિને બોલાવવાની કોશિશ કરી હતી..

પરંતુ અંદરથી કોઈ પણ વ્યક્તિએ દરવાજો ન ખોલ્યો ત્યારે દરવાજાને તોડી પાડવામાં આવ્યો હતો, અને જોયું તો અખિલેશના મોઢામાંથી સફેદ કલરના ફીણ નીકળી ગયા હતા. તેના ડોળા પણ અધર ચડી ગયા અને તેનું મૃત્યુ થઈ ગયું હતું, આ દ્રશ્યને જોતાની સાથે રમીલા તો ચક્કર ખાઈને નીચે ઢળી પડી જ્યારે અખિલેશના મા બાપ દુઃખની આ ઘડીને સહન કરી શક્યા નહીં..

અને તેઓ પોક મૂકીને રડવા લાગ્યા હતા, ઘટનાના સમાચાર વાયુ વેગે વાયરલ થઈ જવાને કારણે આસપાસના રહીશો થી માંડીને પોલીસની ટીમ સુધીના દરેક લોકો અખિલેશના ઘર સુધી આવી પહોંચીયા હતા. પોલીસે અખિલેશ ની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવાની કામગીરી પણ શરૂ કરી દીધી હતી..

અને અખિલેશના રૂમમાં તપાસ ચલાવી ત્યારે એક અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં તેણે લખ્યું હતું કે ધંધાની અંદર અંદાજે તેને 35 લાખ રૂપિયાની નુકસાની ગઈ છે. આ નુકસાનીને કારણે હવે તે સમાજને શું મોઢું દેખાડશે તેઓ તેને સતત ડર સતાવતો હતો. આ ડરને તે સહન કરી શક્યો નહીં અને અંતે જીવન ટૂંકાવીને તેણે આપઘાત કરી લીધો છે..

આ ચિઠ્ઠીના શબ્દો સાંભળતાની સાથે જ દરેક લોકો શબ્દ થઈ ગયા હતા કારણ કે, રાજી ખુશીથી જીવન જીવવાને બદલે અખિલેશ એટલો બધો હતાશ થઈ ગયો હતો કે તેણે પોતાનો જીવ લેવામાં પણ સહેજ પણ અચકામણ કરી નહીં. આ પ્રકારના ઘણા બધા કિસ્સાઓ રોજબરોજ સામે આવી રહ્યા છે. આવા સમયે પરિવાર તેમ જ મિત્રોનો સાથ સહકાર દરેક વ્યક્તિની સાથે હોય તો કદાચ અખીલેશે આ પગલું ન ભર્યું હોત..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *