Breaking News

ધમધોકાર તડકાની વચ્ચે અનેક વિસ્તારોમાં પડ્યો ઠંડક પ્રસરાવતો વરસાદ આટલી જગ્યાએ થઈ વરસાદની ધમાકેદાર એન્ટ્રી..!

રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ઉનાળો પોતાની ચરમ સીમાએ હોય તેવુ સ્પષ્ટ રીતે જણાઈ રહ્યું છે કારણ કે થોડા સમય પહેલા તો અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં તો તાપમાનના પારાએ મજા મૂકી હોય તેવું લાગી રહ્યો હતો કારણ કે છેલ્લે તો એક સમયે તાપમાનનો પારો ૪૨ થી ૪૫ ડિગ્રી વચ્ચે રહેવા પામ્યો હતો.

એટલે રાજ્યના બીજા ઘણા બધા શહેરોમાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી હતી ગરમીના કારણે લોકો ખૂબ જ હેરાન અને પરેશાન થતા પણ દિવસે ને દિવસે થતા જોવા મળ્યા હતા જેના કારણે લોકોના મનમાં રહેલા ચોમાસાને લઈને ઇચ્છાઓ સેવવામાં આવી રહી હતી ઝડપથી જો ચોમાસું બેસી જાય તો સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાની તમામની આશા હતી.

આ સાથે સાથે હવામાન ખાતા દ્વારા પણ છેલ્લા કેટલાક સમયથી પુષ્કળ પ્રમાણમાં આગાહીઓ પણ કરવામાં આવી રહી હતી તેના કારણે લોકોમાં એક ખુશીનું વાતાવરણ બન્યું હતું, ખાસ કરીને ખેડૂતો માટે પણ વરસાદનું આગમન એક અલૌકિક બાબત ગણવામાં આવે છે કારણ કે તેમના તો હાથ-પગ કહીએ તો પણ વરસાદને ગણી શકાય વરસાદ પર કેટલાય ખેડૂતોનું જીવન નું પહેલું હોય છે.

જો વરસાદ માં થોડું ઘણું પણ મોડું થાય અનેક કુટુંબો ને ખૂબ મોટો માર પડતો હોય છે.આ સાથે-સાથે શહેરીજનોને જો વાત કરવામાં આવે તો શહેરના લોકો સતત વધતી જતી સુવિધાને કારણે અનેક પ્રકારની સામાન્ય રીત થી જોઈ શકાય એવી દુવિધાઓ પણ ઊભી થતી જ હોય છે, છેલ્લા મહિના દરમ્યાન સુરજદાદા એ તમામની આકરી કસોટી લેતી હોય તેવું જણાતું હતું,

કારણ કે બપોરના સમયે તો ખૂબ જ બહોળા પ્રમાણમાં તડકો તપતો હતો આ વાતની જાણ જે લોકો રસ્તા પરના રાહદારીઓ હોય તેમને સતત શહેરમાં ઘૂમતું રહેવાનું હોય તેઓને સૌપ્રથમ થતી હોય છે અને સૌથી વધુ મુશ્કેલી નો સામનો રસ્તા પર રહેતા લોકોને થતો હોય છે એટલે એવા પ્રકારના લોકો તો ચોમાસાનું આગમન વહેલી તકે થાય તે જ ઇચ્છતા હોય છે.

હાલમાં ચોમાસાને લઈને થોડા સારા સમાચાર આવી રહ્યા છે તેની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયમાં હવામાનખાતાની આગાહીને આધારે વરસાદના અમી છાંટણા થવા પામ્યા છે પ્રિમોન્સૂન એક્ટિવિટી દરમિયાન વરસાદની આગાહી પાછી ખેંચી હતી પેલા હવામાન વિભાગે આગાહી કરી હતી કે 25 મેના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે આ વચ્ચે રાજ્યના જિલ્લા માં વાતાવરણમાં ખૂબ મોટો પલટો આવ્યો હતો.

જેમાં રાજકોટના જેતપુર વલસાડના વાપી પાટણ સાબરકાંઠા બનાસકાંઠા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે આ જિલ્લાઓમાં સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા હતા અને વલસાડમાં તો વરસાદી છાંટા પણ પડયા હતા. રાજકોટના પણ અસહ્ય ગરમી બાદ અડધા ઇંચ જેટલો વરસાદ વરસી ને લોકોમાં એક ઠંડક પ્રસરી જવા પામી હતી અને રસ્તા પરના પાણી પણ કાઢી નાખ્યા હતા.

અમુક સ્થળોએ વૃક્ષો પણ ધરાશાયી થયા હતા પરંતુ અમદાવાદનુ તાપમાન ૪૨ ડિગ્રી પર હજુ પણ યથાવત છે આજ સિવાયના તમામ શહેરોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી નીચે થવા પામ્યો છે ગયા વર્ષની સરખામણીમાં વરસાદ સાત દિવસ મોડો છે શહેરના વિવિધ સ્થાનો પર વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા માં પણ મંગળવારે પુષ્કળ પવન સાથે છ કલાક બાદ અડધા કલાક ચાલુ રહેલા વરસાદને કારણે ૭થી ૮ મી.મી પાણી પડયું હતું.

દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અનેક સ્થાનો પર સારો એવો વરસાદ થવા પામ્યો છે અને સવાર માં પડેલા વરસાદને કારણે કેરીના પાકને પણ ખૂબ મોટું નુકસાન થયું છે વલસાડ જિલ્લાના પાનેરા અતુલ અને પાલડી વિસ્તારમાં મંગળવારે સવારે 7:30 વાગે કમોસમી વરસાદ તૂટી પડતાં ને કારણે વલસાડી કેરીમાં નુકસાન થવા પામ્યું છે અને તેના કારણે જાહેર માર્ગો પર પણ પાણી ફરી વળ્યા હતા આતા વરસાદની સાથે સાથે પવન પણ ખૂબ જોરથી ફૂંકાવા જોવા મળ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *