Breaking News

ધગધગતા તડકામાં આકાશમાંથી 12 કિલોનો બરફનું ઢેફું પડતા ગામ લોકોમાં ચકચાર મચ્યો, ભગવાને કર્યો એવો ચમત્કાર કે જાણીને ચોંકી જશો..!

અત્યારના સમયમાં કોઈ ચોંકાવનારી ઘટના બની જાય તો લોકોને મોઢા ફાટેલા રહી જાય છે. ક્યારેય કોઈએ જોઈ ન હોય તેવી ઘટના અચાનક નજર સામે બની જતા લોકોને ચમત્કાર જેવું લાગે છે. હાલમાં પણ આવી જ ઘટના સામે આવી છે. આ ઘટના મેદિનીપુર જિલ્લાના દેબરા તાલુકાના મોલિહાટી વિસ્તારના બાલાચક ગામમાં બની હતી.

આ ગામમાં હાલમાં ધગધગતો તડકો પડી રહ્યો છે અને હાલમાં વસંત ઋતુની શરૂઆત થતા બરાબરનો તડકો ધગધગી રહ્યો હોય છે. દરેક લોકો પોતાના ઘરની બહાર પણ નીકળી શકતા નથી. બાળકો પણ પોતાના જ ઘરમાં રહે છે અને આ દરમિયાન એક અજીબોગરીબ કિસ્સો લોકોની સાથે સર્જાઈ ગયો હતો.

પશ્ચિમ બંગાળમાં મેદિનીપુરના ઢેબરા ગામમાં અચાનક બપોરના સમયે લોકો પોતાના ઘરે રહ્યા હતા. ખૂબ જ ધગધગતા તડકાને કારણે લોકો ઘરની બહાર નીકળી રહ્યા ન હતા અને ગામમાં સન્નાટો જોવા મળ્યો હતો. આજ સમયે અચાનક જ આકાશમાંથી એક મોટો વિશાળ ટુકડો પડ્યો હતો અને લોકોને ખૂબ જ મોટો ટુકડો પડ્યો હોવાને કારણે ધડાકેદાર અવાજ સંભળાયો હતો.

આવા સાંભળીને લોકો પોતાના બાળકો સહિત ઘરની બહાર નીકળી ગયા હતા. બાલાચક ગામમાં સવારના આઠ વાગ્યાના સમયે ગામના રહેવાસી નકુલ જાનાના યુવક એના ઘરની સામે એક જોરદાર ધમાકો થયો હતો. જેના કારણે લોકો પોતાના ઘરેથી બહાર નીકળ્યા હતા. દરેક લોકોને લાગ્યું કે શું પડી રહ્યું છે? અને બહાર શું થયું?..

લોકોને લાગ્યું કે વિસ્ફોટ થયો હશે તેવો અવાજ આવ્યો હતો અને અચાનક લોકો ધગધગતા તડકામાં પોતાના ઘરેથી બહાર નીકળ્યા હતા. નીકળીને જોયું તો એક સફેદ કલરનો મોટો ટુકડો દેખાઈ રહ્યો હતો. આ ટુકડો બરફના ટુકડા જેમ લાગી રહ્યો હતો અને બરફની આ શીલા પડવાને કારણે સ્થાનિક લોકોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો.

બાળકો ગભરાઈ ગયા હતા. બરફના ટુકડાને ઉઠાવીને એક વાસણમાં મૂકવામાં આવ્યો હતો. બરફ પડવાને કારણે પરિવારના લોકોમાં હાડકમ મચી ગયો હતો અને આકાશમાંથી પડેલા બરફને જોવા માટે આખા ગામના લોકો ભેગા થવા લાગ્યા હતા. આ બરફના ટુકડાનો વજન 10-12 kg હતો. જેના કારણે લોકો તરત જ આમતેમ ભાગાદોડ કરવા લાગ્યા હતા.

બરફના ટુકડાને એક વાસણમાં ભેગો કરીને લોકોએ રાખી મૂક્યો હતો. ગામના લોકોને ભગવાનના આર્શીદવાદ મળ્યો હોય તેવું લાગતું હતું. લોકોના મનમાં સાક્ષાત ભગવાન હોય તેવું લાગતું હતું. પરંતુ વેજ્ઞાનિકોનું કહેવું હતું કે હાલમાં વસંત અને ગ્રીસમાં ઋતુઓને કારણે પાણીના ટીપા જામ થવાના કારણે રાસાયણિક પ્રક્રિયાથી બરફ બની જાય છે.

પરંતુ બરફજામ થતાં તેનું ઘનત્વ વધી જતા તે સપાટી પર પડી જાય છે. તેવું વૈજ્ઞાનિક લોકોને કહેવું હતું પરંતુ આવી ધગધગતા તડકામાં અચાનક બરફ પડતાં લોકો માટે ચમત્કાર જેવો માહોલ છવાઈ ગયો હતો. આવી ચોકાવનારી ઘટના સામે આવતા લોકો ના આંખોના ડોળા ફાટી ગયા હતા અને તેઓને ભગવાનનો આશીર્વાદ હોય તેવું લાગી રહ્યું હતું. આ જોઈને સૌ કોઈ લોકો હેરાન રહી ગયા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *