Breaking News

દેવામાં ડૂબી ગયેલા નાના પરિવારે ઉઘરાણીએ આવતા લોકોને કહી દીધું એવું કે જાણીને મોટા-મોટા પૈસાદાર લોકોના ડોળા ફાટી ગયા..!

દિન પ્રતિ દિન વધતા જતા મોજ શોખની અંદર દેખાદેખીનો સમય હવે આવી ગયો છે, જો કોઈ વ્યક્તિ મહિને 50,000નો ખર્ચ કરતો હોય અને મોજ મજાથી જીવન જીવતો હોય તો તેને જોઈને અન્ય કેટલાય વ્યક્તિઓ પોતાનું જીવન ધોરણ ઊંચું લાવવા ની કોશિશ કરે છે. પરંતુ અત્યારે દેખાદેખીને આ સમયની અંદર પોતાની કમાણી પ્રમાણે જીવન જીવવાને બદલે બિન જરૂરિયાત ખર્ચો વધી જવાથી..

કેટલાય વ્યક્તિઓ વ્યાજવટા અને દેવામાં ડૂબી જાય છે અને ત્યારબાદ ત્યાંથી બહાર નીકળવામાં મોઢામાંથી ફીણ નીકળી જતા હોય છે. અત્યારે એક ખૂબ જ નાના પરિવારના દીકરાએ એટલું મોટું દેવાળું ફૂંકી નાખ્યું હતું કે, તેના ઘર સુધી લોકો પૈસાની ઉઘરાણી કરવા માટે આવી જતા હતા. જેમાં ખૂબ જ હચમચાવી દેતી ઘટના બની ચૂકી છે..

આ બનાવ અલ્પેશભાઈના પરિવાર સાથે બન્યો છે, અલ્પેશભાઈ બાંધકામની એક સાઇટ ઉપર દેખરેખ રાખવાનું કામકાજ કરે છે. જ્યારે તેમનો એક દીકરો દિપેશ તેના મિત્ર સાથે ભાગીદારીમાં વ્યવસાય ચલાવતો હતો. દીપેશે ધંધા રોજગારની અંદર એટલા બધા રૂપિયા ઉછીના લઈ લીધા હતા કે, તેને ચુકવણું કરવા માટે હવે તેની પાસે કોઈ પણ ઓપ્શન બાકી રહ્યો હતો નહીં..

અને અંતે તેણે વ્યાજે રૂપિયા લઈને ધીમે ધીમે ઉછીના રૂપિયાનો ચૂકવવાનું શરૂ કર્યું હતું. તો બીજી બાજુ વ્યાજની રકમ માથે ચડી જવાને કારણે તે ઊંડા દેવાની અંદર આવી ગયો હતો, અલ્પેશભાઈ બિચારા વિચારમાં મુકાઈ ગયા કે, તેમના દીકરા એટલી બધી તો કઈ ચીજ વસ્તુઓમાં નુકસાની કરી હશે પરંતુ જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી..

ત્યારે અલ્પેશભાઈને ખબર પડી કે તેમનો દીકરો દિપેશ ધંધા રોજગારની અંદર પૈસા ની નુકસાની કરવાને બદલે તેના મિત્રો સાથે વ્યસન અને બે નંબરના કામકાજ ની અંદર જોડાઈ ગયો છે. જેને લઇ આટલા બધા રૂપિયાની નુકસાની થઈ ગઈ છે. આટલી મોટી નુકસાની થતાની સાથે જ દિપેશ ઘર મૂકીને ભાગી ગયો હતો..

જ્યારે ઉછીના રૂપિયા લેવા માટે લોકો દિપેશના ઘર સુધી આવી પહોંચતા હતા. દરેક વ્યક્તિને દિપેશના માતા-પિતા પ્રેમથી જવાબ આપીને કહેતા હતા કે, આ તમામ બાબતોથી તેઓ અજાણ છે. પરંતુ જો તેમના દીકરાએ તેમની પાસેથી પૈસા લીધા હશે તો તેઓ તેમને જરૂર આપી દેશે, આ પૈસા ચૂકવવામાં થોડી વાર જરૂર લાગશે. પરંતુ એક પણ રૂપિયો ખોટો થશે નહીં…

અને તમામ રૂપિયાનું ચુકવણું કરી દેવામાં આવશે, બસ આ નાના પરિવારે ઉઘરાણીએ આવતા લોકોને એટલો સરળ અને વિનમ્ર જવાબ આપ્યો હતો કે, એ જવાબ સાંભળીને પૈસા લેવા માટે આવતા મોટા મોટા પૈસાદાર લોકોના પણ ડોળા ફાટી ગયા હતા કે જે દીકરાના માતા-પિતા આવા સંસ્કારી અને ગુણવાન હોય તેના દીકરાએ ન કરવાના કારનામા કરી નાખ્યા છે..

અને ઘણા બધા રૂપિયાનું દેવાળું ફૂંકી નાખ્યું છે, હકીકતમાં પોતાના માતા-પિતાના શીખવેલા સંસ્કારો અને ગુણો ઉપર ચાલવું જોઈએ જેથી કરીને સમગ્ર જિંદગી સુખમય રીતે પસાર થાય છે. પરંતુ દીપેશ તેના માતા પિતાને કહ્યામાં રહ્યો નહીં અને પોતાના મિત્રો સાથે મળીને એવા કાંડ કર્યા કે જેને લઇ અત્યારે સમગ્ર પરિવાર બરબાદ થઈ જવા પામ્યો છે..

આટલી બધી મોટી રકમ દીપેશના માતા-પિતા ક્યાંથી લાવશે અને કઈ રીતે ચૂકવણું કરશે તેને લઈ તેઓ વિચારમાં મુકાઈ ગયા છે. તેમણે તેમની તમામ સંપત્તિ અને ઘરેણા વેચી નાખ્યા હતા, છતાં પણ ઉઘરાણીએ આવતા લોકોના રૂપિયા ચૂકવી શક્યા નથી. આવી ઘણી બધી ઘટના રોજબરોજના સમયમાં આપણી સામે આવે છે. જે આવનારા સમયનો સૌથી મોટો અઘરો પ્રશ્ન સાબિત થવા જઈ રહ્યો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

નરાધમે લગ્નમાં આવેલી દેખાવડી યુવતીને જોઈને નજર બગાડી, 6 વર્ષથી પાછળ પડીને હેરાન કરતો અને અંતે કરી નાખ્યું એવું કે માં-બાપ હચમચી ઉઠ્યા..!

25593664738737b0d26dca99c375656a અત્યારના સમયમાં ટ્યુશન ક્લાસીસ અથવા તો શાળાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે ગંભીર ઘટનાઓ બની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *