Breaking News

દેશી પાંદડા વાળી બીડી પીતાની સાથે જ વડીલ દાદાને છાતીમાં બળતરા ઉપડી, 5 મિનીટમાં જ છાતીમાંથી વરાળો છૂટી જતા થયું મોત, ખાસ વાંચજો..!

પહેલાના સમયના વ્યક્તિઓ ઘણા બધા વ્યસન ધરાવતા હતા, ધીમે-ધીમે જેમ જેમ પેઢીઓ ફરતી ગઈ તેમ-તેમ વ્યસનનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થવા લાગ્યું પરંતુ હજુ પણ કેટલાક વડીલોનું દેશી વ્યસન હજુ પણ છૂટ્યું નથી, અને ઘણી બધી વાર આવા વ્યસનના કારણે તેમના શરીરના અવયવો પણ ખોખલા બની જતા હોય છે..

અને ક્યારે તેમના જીવ જતા રહે તેનું પણ નક્કી કહેવાતું નથી, મોટાભાગે ગામડામાં રહેતા વડીલો દેશી પાંદડા વાળી બીડી પીવાના શોખીન હોય છે. આ બીડીની અંદર સૂકી તમાકુ ભરવામાં આવે છે, અને ત્યારબાદ એક સાથે બેઠકમાં બેઠેલા તમામ વડીલો એક પછી એક બીડી પીતા હોય છે..

જો તેમને આ વ્યસન છોડી દેવાનું કહેવામાં આવે તો તેઓ કોઇ માનતા નથી અને પોતાનું વ્યસન શરૂ જ રાખતા હોય છે, અત્યારે દેશી પાંદડા વાળી બીડી પિતા એક વડીલ દાદાની સાથે એવી ઘટના બની કે માત્ર પાંચ જ મિનિટની અંદર તેમનો જીવ ઉકેલાઈ ગયો હતો. તેમની છાતીમાંથી વરાળ ફાટી નીકળતા ભલભલા લોકોના મોતિયા મરી ગયા હતા..

આ બનાવો સાલેડા ગામમાંથી સામે આવ્યો છે, અહીં કમલાનગર નજીક રહેતા જગદીશ રામ નામના વડીલ દાદા તેમના પરિવાર સાથે જીવન ગુજારે છે. પરિવારમાં તેમના બે દીકરાઓ ખૂબ જ સારી નોકરી કરી રહ્યા છે, બંને દીકરાના લગ્ન પણ થઈ ચૂક્યા છે. જગદીશ દાદા તેમના ઘરની બહાર તેમના અન્ય કેટલાક વડીલ મિત્રોની સાથે બેસીને દેશી પાંદડા વાળી બીડી પીતા હતા..

જગદીશ દાદાની અસ્થમાની બીમારી હતી, આ સાથે સાથે ઘણી બધી વાર તેમને શ્વાસ પણ ચડી જતો તેમ જ શરદી ઉધરસ પણ થઈ જતી હતી. છતાં પણ તેઓ આ દેશી પાંદડાવવાની બીડીનું વ્યસન છોડ્યું નહીં, પરિવાર તેમજ ડોક્ટરોએ ઘણી બધી વાર દાદાને સમજાવવાની કોશિશ કરી કે, જો તમે આ વ્યસન નહીં છોડો તો એક વખત હવે તમારો જીવ પણ જતો રહેશે..

દાદાએ જણાવ્યું કે, મોત આવતીકાલે આવતું હોય તો આજે આવીને જાય પરંતુ તેઓ આ વ્યસનને છોડશે નહીં અને હકીકતમાં એક દિવસ કંઈક એવી જ ઘટના બની ગઈ કે, બિચારાનો જીવ ઉકલી ગયો હતો. જ્યારે જગદીશ અન્ય મિત્રોની સાથે દેશી પાંદડા વાળી બીડી પીઈ રહ્યા હતા ત્યારે તેને ઉધરસ આવા લાગી હતી..

ધીમે ધીમે તેમના શરીરમાંથી પરસેવો નીકળવા લાગ્યો અને આ બીડી પીતા પીતા જ તેમના હાથમાંથી બીડી નીચે પડી ગઈ અને તેઓ પણ નીચે ઢળી પડ્યા હતા, તેની સાથે બેઠેલા અન્ય વડીલ દાદા હોય જગદીશ દાદાને ઉભા કરીને પૂછપરછ કરી કે તેમને શું થયું છે અને તેઓ શા માટે નીચે ઢળી પડ્યા છે..

આ દાદા અન્ય કોઈ જવાબ આપે એ પહેલાં તો તે કહેવા લાગ્યા કે તેના છાતીમાંથી વરાળ છૂટી જાય એટલી બળતરા થવા લાગી છે અને તેઓ તાત્કાલિક હોસ્પિટલ જવા માંગે છે, તાબડતોબ તેને ગામડેથી અંદાજે 17 કિલોમીટર દૂર આવેલી શહેરની એક હોસ્પિટલ ની અંદર ખસેડવામાં આવ્યા પરંતુ ત્યાં પહોંચે એ પહેલા તો જગદીશરામ દાદા આંખો મીચી દીધી હતી..

ડોક્ટરે પણ તપાસ કરતા જણાવ્યું કે, આ દાદાનું મૃત્યુ થઈ ગયું છે અને તેનું મૃત્યુ હૃદય રોગનો હુમલો આવી જવાને કારણે થયું છે. પરિવારના સભ્યો તેમજ તેમના અન્ય મિત્રોને પણ લાગતું હતું કે, જગદીશ રામદાદા બીડી પીઈ રહ્યા હતા અને તેમાંથી તેમને ઉધરસ આવવાની શરૂ થઈ તેના કારણે શ્વાસ ચડી ગયો અને તેમનું મૃત્યુ થયું છે..

પરંતુ હકીકતમાં ડોક્ટરે જણાવી દીધું હતું કે, તેમનું મૃત્યુ દેશી પાંદડાવાળી બીડી પીવાને કારણે નહીં પરંતુ હૃદય રોગનો હુમલો આવી જવાને કારણે થયું છે. આ ઘટનાનું દુઃખ પરિવારના કોઈ સભ્ય સહન કરી શકયા નહીં, જગદીશરામ દાદાના બંને દીકરાઓ પોતાની નોકરી મૂકીને ઘરે પરત આવી ગયા હતા..

પોતાના પિતાને મૃત હાલતમાં જોઈને તેવો ભાંગી પડ્યા હતા, સમગ્ર પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો હતો. ગામમાં પણ સૌ કોઈ લોકોની આંખમાં આંસુ દેખાઈ આવ્યા હતા, ગામના દરેક લોકોએ અંતિમવિધિ ની શરૂઆત કરી અને અશ્રુભીની આંખે આ દાદાની અંતિમ સંસ્કાર વિધિ પણ કરી હતી..

ગામની અંદર પણ સૌરાષ્ટ્રનો માહોલ સર્જાઈ ગયો હતો, આ સાથે સાથે જગદીશ દાદાની સાથે બેસીને બીડી પીઈ રહેલા અન્ય વડીલ દાદાઓ પણ ખૂબ જ ચોંકી ઉઠ્યા હતા, તેઓ હજુ પણ એ જ માની રહ્યા હતા કે, આ બીડી પીવાને કારણે જગદીશ દાદાનું મૃત્યુ થઈ ગયું છે અને તેઓ હંમેશા માટે આ વ્યસનને છોડવાની વાતચીત કરવા લાગ્યા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *