Breaking News

દેશી દારૂ વેચનાર બુટલેગરના ઘરે પોલીસે છાપો માર્યો, બુટલેગર સ્ટેશને હાજર થાય એ પહેલા જ ભરી લીધું આ મોટું પગલું..! જાણો…

છેલ્લા બે અઠવાડિયા થી રાજ્યમાં દારૂ મામલે સખત કડકાઈ દર્શાવવામાં આવી છે. જો આવી કડકાઈ પહેલાથી દર્શાવવામાં આવી હોત તો બરવાળા, ધંધુકા, બોટાદ અને રોજ એકમાં બનેલા લઠ્ઠાકાંડનો બનાવ સામે આવ્યો નહોતા. લઠ્ઠાકાંડની અંદર કુલ 57 થી 60 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે..

જ્યારે કેટલાય લોકો હજુ પણ સારવાર હેઠળ છે. આ લઠ્ઠા કાંડનો મામલો ઝેરી દારૂ પીવાને કારણે સામે આવ્યો હતો. આ મામલો સામે આવ્યા બાદ તંત્ર એકદમ સફાળો બેઠો થયું હતું. અને જુદા જુદા વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીને બંધ કરાવવાની કામગીરી શરૂ કરી હતી. જોકે કેટલાક વિસ્તારમા તો કોઈક મોટા વ્યક્તિના આશીર્વાદને કારણે જ દેશી દારૂનો વેપલો ચાલતો હતો..

તો કઈ જગ્યા પર હપ્તા પણ પહોંચવાના મામલા સામે આવ્યા છે. હકીકતમાં તમામ મિલી ભગતને કારણે સામાન્ય લોકોને આ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે કેટલાય વ્યક્તિના પરિવારજનો રજળતા થયા છે. પરંતુ અમુક લોકો આ તમામ બાબતોને નજર અંદાજ કરીને પોતાના પૈસા કમાવાના સ્ત્રોત અંગે વિચારતા હોય છે..

અને આવા કાળા કામો કરે છે. આ પ્રકારના જે કાળા કામ વલસાડ જિલ્લાના ઉવાડા ગામની અંદર રાણી ફળિયાની પાસે રહેતા મુકેશભાઈ રમણભાઈ કરી રહ્યા હતા. જેની ઉંમર 42 વર્ષની છે. જ્યારે પોલીસે લઠ્ઠા કાંડ બાદ આગળની કાર્યવાહી શરૂ કરી અને જુદા જુદા વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવી હતી.

ત્યારે જણાવ્યું કે, મુકેશભાઈ રમણભાઈ પોતાના ઘરેથી દેશી દારૂનો વેપાર કરી રહ્યા છે. ત્યારે તાત્કાલિક પોલીસે તેમના ઘરે રેડ પાડી હતી. જ્યાં દેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો. પરંતુ એ સમયે મુકેશભાઈ પોતાના ઘરે હાજર ન હોવાથી તેમની ધરપકડ કરી શકાય હતી નહીં અને તેમની પત્નીને જણાવવામાં આવ્યું હતું કે, જ્યારે મુકેશભાઈ ઘરે આવે ત્યારે તેમને કહેજો કે..

તમારે વલસાડ રૂરલ પોલીસ મથકમાં હાજર થવાનું છે. તેઓ જે દિવસે પોલીસ સ્ટેશનમાં હાજર થવાના હતા એ દિવસે સવારે 9:30 વાગે આસપાસ તેઓએ પોતાના ઘરે ફાંસો કહીને જીવન ટૂંકાવી દીધું છે. આ જીવન ટૂંકાવા પાછળ કયું કારણ જોડાયેલું છે. તેની હજુ સુધી મળી નથી. પરંતુ દેશી દારૂ વેચવાને કારણે તેમને પોલીસ સ્ટેશનને બોલાવ્યા હતા…

કદાચ આ કારણથી પણ તેમણે આપઘાતનું આ પગલો ભરી લીધું હોય. તેવી ચર્ચા ગામ લોકોમાં ચાલી રહી છે. પોલીસે મુકેશભાઈ ના આત્મહત્યાની ફરિયાદ નોંધને આગળની તપાસ પણ શરૂ કરી છે. કદાચ તેઓએ એવું વિચાર્યું હોય કે, પોલીસ તંત્રમાં હાજર થયા બાદ તેઓ લોકો સામે શું મોઢું દેખાડી શકશે..?

પોતાના સ્વમાન ગુમાવવાને કારણે પણ તેઓએ આપઘાત કર્યો હોઈ શકે, પરંતુ જે વ્યક્તિ દારૂ જેવા કાળા કારનામાં કરતો હોય તેને સ્વમાનની શું બીક આ તમામ બાબતોને લઈને હાલ ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે. દારુએ કેટલાય લોકોના જીવન બરબાદ કરી દીધા છે. મહત્વની વાત તો એ છે કે ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ આવી લીલીયાવાડી સામે આવે છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘરડા પિતાના મોત બાદ સગાભાઈઓ સંપતિના ભાગ પાડવાની બાબતે છુટા હાથની મારામારી ઉપર ઉતરી આવતા જ થયું એવું કે પરિવારની જિંદગી બગડી ગઈ..!

સંપત્તિ માટે પરિવારના સભ્યો અંદર જ આટલો મોટો ઝઘડો કરી બેસે છે કે, જ્યારે આ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *