Breaking News

દેશની સરહદે મળી આવેલો યુવક પાછળના ભાગે ઊંડાણમાં સંતાડીને એવી ચીજવસ્તુ ઘુસાડીને લાવતો કે એક્સરે જોઈને ડોક્ટર પણ થર-થર ધ્રુજી ગયા..!

નજીવા રૂપિયાની લાલચમાં આવી જઈને લોકો એવી કામગીરી કરવા માટે પણ તૈયાર થઈ જતા હોય છે. જે કાયદાની તદ્દન વિરુદ્ધ હોય તેમજ સામાન્ય રીતે લોકોના મગજમાં પણ બેસતી ન હોય અત્યારે સરહદની સુરક્ષા કરનારા સુરક્ષા દળની 112 બટનિયાને પેટ્રોલિંગ દરમિયાન એક યુવકને પકડી પાડ્યો હતો…

બીએસએફની આ ટુકડીઓ જ્યારે આ યુવકને પકડી પાડ્યો ત્યારે તેની હરકતો આ જવાનોને ખૂબ જ શંકાસ્પદ લાગી હતી. એટલા માટે આ વ્યક્તિને રોકવામાં આવ્યો અને તેને મેટલ ડિટેક્ટરથી ચેક કરવામાં આવ્યો હતો. ત્યારે મેટલ ડિટેક્ટર જેવું આ યુવકની કમર પાસે પહોંચ્યુ ત્યારે અચાનક જ તેમાંથી બીપનો અવાજ વાગવા લાગ્યો હતો..

જ્યારે તેની તલાસી મેળવવામાં આવે ત્યારે તેની પાસેથી કોઈપણ પ્રકારની ચીજ વસ્તુ મળી નહીં, પરંતુ જ્યારે તેની કમર પાસે મેટલ ડિટેક્ટરને ફેરવવામાં આવતું ત્યારે અચાનક જ બીપનો અવાજ આવવા લાગ્યો હતો. એટલા માટે તેને વધુ તપાસ માટે બીએસએફના જવાનોએ નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને ત્યાં તેનો પેટનો એક્સરે પણ કઢાવવામાં આવ્યો હતો…

આ એકસરેને જોઈને તપાસ કરનાર ડોક્ટરની સાથે સાથે ત્યાં હાજર થયેલા અન્ય વ્યક્તિઓની પણ આંખ ફાટીને હાથમાં આવી ગઈ હતી કારણ કે તેઓએ જોયું કે આ યુવકના પેટના નીચેના ભાગની અંદર સોનાના બિસ્કીટ જેવો પદાર્થ ભરેલો છે. જ્યારે તેને ઓપરેશન કરીને આ બિસ્કીટને પેટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા..

આ યુવકની પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે, આ યુવક બાંગ્લાદેશમાં રહેતા રહિમ નામના યુવક પાસેથી લઈ આવ્યો છે. તેણે પાસેથી કુલ 8 સોનાના બિસ્કીટ લઈ લીધા હતા. આ બિસ્કીટને વગર ઘબીઝીરી વિસ્તારમાં વસતા સુરેશ નામના યુવક સુધી પહોંચાડવાના હતા..

આ કામગીરી દરમિયાન તેને કુલ 300 રૂપિયા આપવામાં આવ્યા હતા. પરંતુ આ કામગીરી સફળ થાય એ પહેલા જ બીએસએફના અધિકારીઓએ તેને પકડી પાડ્યો છે. 112 બટાલિયાના કમાન્ડિંગ અધિકારીઓએ જણાવ્યું કે, આરોપીનું નામ મડાઇ મંડળ હોવાનું સામે આવ્યું છે. તેની પાસેથી મળેલા 8 સોનાના બિસ્કીટનું કુલ વજન 932 ગ્રામ જેટલું છે..

જેની અંદાજિત કિંમત 54,78,000 સામે આવી છે. આ યુવકે આ તમામ સોનાના બિસ્કીટ પોતાના પાછળના ભાગેથી શરીરની અંદર પ્રવેશ કરાવી દીધા હતા. પરંતુ મેટલ ડિટેક્ટરની અંદર આ તમામ બિસ્કીટ દેખાઈ આવ્યા છે. અને આ યુવકની પોલ ખુલ્લી પડી ગઈ છે. અત્યારે આ યુવકને પકડી પાડી તેની આગળ અને પાછળ રહેલા અન્ય વ્યક્તિઓ તેમજ આરોપીઓને પણ પકડવાની કામગીરી ચાલી રહી છે.

એક જગ્યાએથી બીજી જગ્યાએ સોના જેવી ચીજ વસ્તુઓની તસ્કરી કરનાર આવા ઘણા બધા લોકોને પકડી પાડવામાં આવતા હોય છે. દેશની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને સરહદ ઉપર ફરજ બજાવતા આપણા જવાનોને લાખ લાખ સલામ છે. આ યુવકે માત્ર 300 રૂપિયાની લાલચમાં આવીને પાછળના ભાગે બિસ્કીટ સંતાડીને એક જગ્યાએ થી બીજી જગ્યાએ જઈ રહ્યો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

નરાધમે લગ્નમાં આવેલી દેખાવડી યુવતીને જોઈને નજર બગાડી, 6 વર્ષથી પાછળ પડીને હેરાન કરતો અને અંતે કરી નાખ્યું એવું કે માં-બાપ હચમચી ઉઠ્યા..!

25593664738737b0d26dca99c375656a અત્યારના સમયમાં ટ્યુશન ક્લાસીસ અથવા તો શાળાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે ગંભીર ઘટનાઓ બની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *