ઉનાળાના સમય હોવાથી સૌ કોઈ લોકોને ઠંડી જગ્યા ઉપર ફરવા જવું ખૂબ જ ગમે છે. એવામાં દાહોદ જિલ્લામાં એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા છ મિત્રો નજીક આવેલા કાળીડેમમાં ફરવા માટે ગયા હતા. ડેમમાં પાણી ભરેલું હોવાથી ઠંડકનો અનુભવ થાય એટલા માટે તેઓ ત્યાં ફરવા માટે ગયા હતા..
આ તમામ મિત્રો એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા હતા. પરંતુ તેમની સાથે ખૂબ જ ગંભીર બનાવ બન્યો છે. તમામ મિત્રો ડેમ પાસે બેઠા બેઠા ગપ્પા લગાવી રહ્યા હતા. એવામાં એક વિદ્યાર્થીનો પગ લપસી ગયો હતો. જેના કારણે તે ડેમના પાણીમાં પડી ગયો હતો અને ધીમે ધીમે ડૂબવા લાગ્યો હતો.
જેને બચાવવા માટે અન્ય એક વિદ્યાર્થી પણ પાણીમાં કૂદી ગયો હતો. પરંતુ એ મિત્રની પણ હાલત ખરાબ બની જતાં અન્ય બે વિદ્યાર્થીઓ આ સૌ કોઈ લોકોને બચાવવા માટે ડેમમાં કુદી ગયા હતા. પરંતુ સૌ પ્રથમ પડેલા વિદ્યાર્થીને પચાવવામાં અસમર્થ રહ્યાં હતા. અને બૂમાબૂમ થઈ જતાં આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા.
પાણી ખૂબ હોવાથી થોડી જ વારમાં પગ લપસેલા વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય વિદ્યાર્થીઓને આસપાસના લોકોની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા. આ બનાવ બનતાની સાથે દાહોદ પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ વિદ્યાર્થી દાહોદની શ્યામલ સોસાયટીમાં રહેતો હતો. જેનું નામ છાયક છે.
તે દાહોદની સરકારી એન્જીનીયરીંગ કોલેજમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. પોતાના મિત્રો સાથે કાળીડેમ ફરવા ગયો હતો પરંતુ કમનસીબે તેનું મૃત્યુ થયું છે. બચી ગયેલા તમામ વિદ્યાર્થીઓને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પાણીમાં પડેલા ચાર વિદ્યાર્થીઓ પૈકી ત્રણ વિદ્યાર્થીઓનો જીવ બચી ગયો છે. જ્યારે છાયક નામના એક વિદ્યાર્થીઓનું મૃત્યુ થતાં મિત્રોની સાથે સાથે પરિવારજનો પણ શોકમાં ચાલ્યા ગયા હતા. પોલીસે આ વિદ્યાર્થીની બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પરિવારના તમામ સભ્યો ત્યાં દોડી આવ્યા હતા. પરિવારના આશાસ્પદ યુવકનું મૃત્યુ થતાં ભારે નારાજગી નો માહોલ સર્જાયો હતો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]