Breaking News

દેખાવડી મહિલાએ મોટા વેપારીને ચીપટીમાં લઈને ખંખેરી નાખ્યો, રૂપ જોઈને પાગલ બનતા પુરુષો ચેતજો નહીતો ધરાઈ ધરાઈને પછતાશો..!

ડગલેને પગલે ખૂબ જ સાવચેતી રાખવી પડે છે. અત્યારના સમયમાં કયો વ્યક્તિ લૂંટફાટ કે છેતરપિંડી કરીને જતો રહે તેનું નક્કી રહેતું નથી, પાછળના સમયમાં એવી ઘણી બધી ઘટનાઓ સામે આવી ચૂકી છે કે, જેમાં અત્યંત દેખાવડી યુવતીઓને જોઈને મોટા-મોટા પૈસાદાર લોકોના પણ મોઢામાંથી લાળો ટપકવા લાગતી હોય અને અંતે તેઓને પછતાવાનો વારો આવે છે..

અત્યારે એક વિચિત્ર બનાવ રાજસ્થાનના પાલીમાંથી સામે આવ્યો છે. અહીં થોડા સમય પહેલા એ ખૂબ જ મોટા વ્યાપારી અને તેની સાથે તેનો મિત્ર બંને એક એવા મામલાની અંદર ફસાઈ ગયા છે કે, તેમાંથી બહાર નીકળવા માટે તેમની અંદાજે ચારથી પાંચ લાખ રૂપિયા ગુમાવવા પડ્યા છે..

એક દિવસ ઓચિંતા જ બપોરના સમયે એક મહિલાનો ફોન આવ્યો હતો, જેણે વેપારીને જણાવ્યું કે, એ મહિલા તેમને ખૂબ જ સારા વિસ્તારમાં એક પ્લોટ દેખાડવા માંગે છે. પ્લોટ જોવાના બહાને આ મહિલાએ વેપારીને મળવા માટે બોલાવ્યો હતો અને ત્યારબાદ તે આંબેડકર નગર વિસ્તારની અંદર આવેલી એક રૂમમાં લઈ ગઈ હતી..

ત્યારબાદ આ મહિલા વેપારીની એટલી બધી નજીક આવી ગઈ કે, જો જોતામાં વેપારી પણ મહિલાને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયો હતો. તેઓ આ રૂમની અંદર એકાદ વિતાવવા જઈ રહ્યા હતા. એવામાં અચાનક જ રૂમનો દરવાજો ખોલીને રમેશ નામનો એક માથાભારે યુવક અહીં આવી પહોંચ્યો હતો. આ રમેશ મહિલાનો પતિ હોવાનું જણાવતો હતો..

તે રૂમની અંદર પ્રવેશ કરતાની સાથે જ વેપારીને ઢોર મારવા લાગ્યો અને જણાવ્યું કે, તે મારી પત્ની સાથે ન કરવાના કારનામાં કરી નાખ્યા છે. આ ઉપરાંત રમેશની સાથે આવેલો અન્ય એક યુવક તેના મોબાઇલ ફોનમાં આ તમામ ઘટનાનો વિડીયો ઉતારી રહ્યો હતો અને આ વીડિયોને સોશિયલ મીડિયામાં વાયરલ કરીને તેને બદનામ કરી દેવાની ધમકીઓ પણ આપી દીધી હતી..

બિચારા વેપારીને એવી તો શી ખબર કે, આ મહિલા અને તેના પતિ તરીકે ઓળખાણ આપતો રમેશ આ બંને એક જ ટોળકીના માણસ છે. અને તેને હનીટ્રેપની અંદર ફસાવીને તેની પાસેથી રૂપિયા પડાવવા માંગે છે. વેપારી પોતાની ઈજ્જત બચાવવા માટે આજીજી કરવા લાગ્યો બસ આ આજીજી સાંભળીને તરત જ રમેશે કહ્યું કે..

જો તમારે આ વિડીયો સાચવવો હોય તો તમારે મને ચારથી પાંચ લાખ રૂપિયા રોકડા આપવા પડશે નહીં, તો આ વીડિયોને વાયરલ કરી દઈ તમારી બદનામી કરી નાખવામાં આવશે ત્યારબાદ વેપારીએ એક સંબંધી મારફતે ₹1,00,000 રોકડા અપાવ્યા હતા અને બાકીના રૂપિયા પછી આપશે તેમ જણાવ્યું હતું..

વેપારીએ પોતાના ગળામાં પહેરેલી બે તોલાની સોનાની ચેન પણ આ લૂંટારાઓ લૂંટી ગયા હતા. ત્યારબાદ થોડા સમય પછી ફરી એક વખત કોલ આવ્યો કે, જુઓ બાકીના રૂપિયા પહોંચાડવામાં નહીં આવે તો આ વીડિયોને અત્યારે જ વાયરલ કરી દેવામાં આવશે. આ ધમકીઓથી ડરી જઈને વેપારીએ બાકીના ચાર લાખ રૂપિયા પણ આપી દીધા હતા..

પરંતુ આ રૂપિયા આપ્યા બાદ પણ તેને છુટકારો મળ્યો નહીં અને વારંવાર વધુ પૈસા માંગણી કરવા માટે બે મહિલા અને એક યુવકની આ ટોળકી તેને હેરાન પરેશાન કરવા લાગી હતી, ત્યારે તે પોલીસ સ્ટેશનને હાજર થયો અને તેની સાથે બનેલી તમામ ઘટના જણાવી હતી. ત્યારબાદ છટકું ગોઠવીને આ બંને દેખાવડી મહિલાઓ તેમજ તેની સાથ આપનાર અન્ય એક યુવકને પણ પકડી પાડવામાં આવ્યો છે.

નજીવી લાલચોમાં ફસાઈ જઈને આવી દેખાવડી મહિલાઓની જાણમાં ક્યારેય પણ ફસાવવું જોઈએ નહીં, પાછળના સમયમાં એવા ઘણા બધા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે કે, જેમાં દેખાવડી મહિલાઓની જાળમાં ફસાઈને તેમને અંતે પછતાવાનો વારો આવે છે…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *