Breaking News

દારૂડિયા દીકરાએ પરિવારને બરબાદ કરી નાખ્યો અને કંટાળી ગયેલા કુટુંબના લોકોએ 3 વર્ષ બાદ સાથે મળીને કર્યું એવું કે દારૂડિયાની અક્કલ આવી ગઈ ઠેકાણે..! જાણો..

નશાની ચીજ વસ્તુ ગમે તેવા મોટા અને અખંડ પરિવારને પણ ભાંગી નાખે છે. તેના જીવતા ઉદાહરણ આપણે રોજબરોજની જિંદગી દરમિયાન જોતા હોઈએ છીએ, છતાં પણ કેટલાક લોકો પોતાનું વ્યસન છોડતા નથી અને અંતે તેમના પરિવારજનોને એવી દુરદશા સહન કરવાનો વારો આવે છે કે, જેના વિશે તેઓએ ક્યારેય વિચાર પણ ન કર્યો હોય..

વ્યસન અને કુટેવો માણસને એવા અંધકારને જીવનની અંદર ધકેલી દે છે કે તેમના બાળકો માટે પણ આગળનું જીવન ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે. આજકાલના સમયમાં સમાજમાં આવા દુષણો ખૂબ જ વધારે માત્રામાં વધવા લાગ્યા છે. એટલે દરેક પરિવારજનોને આ બાબતની જાગૃતતા લાવી ખૂબ જ જરૂરી છે..

હાલ એક એવો કિસ્સો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, જેને જાણ્યા બાદ તમે પણ કહેશો કે જો આવનારા સમયની અંદર ધ્યાન રાખવામાં નહીં આવે તો તેમના દીકરા કે દીકરીનું ભવિષ્ય અંધકારમય બની શકે છે. આ બનાવ મોટા લીલુડા ગામ પાસે આવેલી ધરાઈ વાડીનો છે. અહીં કરસનભાઈ નામના વડીલ તેના એકના એક દીકરા તેમજ સમગ્ર પરિવાર સાથે રહે છે..

તેમના દીકરા પરેશના લગ્ન આજથી બાર વરસ પહેલા થયા હતા. પરેશને સુખી લગ્ન જીવન દરમિયાન ચાર વર્ષની એક દીકરી અને બે વર્ષનો એક દીકરો છે. પરંતુ પરેશે તેના આ બંને બાળકો તેમજ તેની પત્ની અને માતા-પિતાને કોઈપણ પ્રકારનો ખ્યાલ રાખ્યા વગર દારૂના એવા વ્યસનની અંદર ચડી ગયો હતો કે, જેને કારણે તેનો પરિવાર બરબાદ થઈ જવા પામ્યો છે..

કરશનભાઈએ ખેતી કરીને જે મૂડી ભેગી કરી હતી, તે તમામ મૂડી તેણે વેડફી નાખી છે. આ ઉપરાંત આ વ્યસનની અંદર તેણે પોતાનું ઘર પણ ગીરવે મૂકી દીધું તેમજ તેની પત્નીના સોના ચાંદીના ઘરેણા પણ વેચી માર્યા હતા. છેલ્લા ત્રણ વર્ષથી તે દારૂના આવા વ્યસનની અંદર સપડાઈ ગયો હતો કે, જેમાંથી બહાર નીકળવું તેના માટે ખૂબ જ મુશ્કેલ બની જતું હતું..

તે દારૂનું વ્યસન કરીને ઘરે આવતો અને પરિવારજનો સાથે માથાકૂટ કરવા લાગતો હતો. દરેક ચીજ વસ્તુઓમાં નુકસાની કરતો હતો, સાથે સાથે તેની પત્નીને માર પણ મારવા લાગ્યો હતો. કરસનભાઈ ઊંડા વિચારમાં મુકાઈ ગયા હતા કે, આખરે તેનો દીકરો ક્યારે સુધરશે અને ત્યારે તેમનો સમગ્ર પરિવાર સુખ શાંતિથી રહી શકશે..

પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી તો તેમનો દીકરો એવી હાલતમાં ઘરે આવતો હતો કે, જેને જોવો પણ ખૂબ જ મુશ્કેલ હતું. પરંતુ પોતાના સગા દીકરા હોવાને કારણે પરિવારજનો તેને ઘરમાં અંદર પ્રવેશ આપતા હતા. સમાજમાં સૌ કોઈ લોકો પરેશની વાતો કરવા લાગ્યા હતા કે, કરસનભાઈ તેમના દીકરા પરેશને સાચવી શક્યા નથી. અને પરેશ હાથમાંથી નીકળ્યા બાદ દારૂના વ્યસનમાં લાગી ગયો છે..

પરેશએ જુદા જુદા લોકો પાસેથી પૈસા ઉધારે લઈને અંદાજે 10 થી 15 લાખ રૂપિયાનું દેવું કરી નાખ્યું હતું. જ્યારે પરિસ્થિતિ હાથમાંથી નીકળી ગઈ ત્યારે કરસનભાઈએ તેમના કુટુંબના અન્ય વડીલોને જણાવ્યું કે, હવે તેઓ તેમના દીકરાને સીધી રસ્તા ઉપર વાળવા માંગે છે. પરંતુ તથા પ્રયત્ન કર્યા બાદ પણ તેમનો દીકરો દારૂના વ્યસનને મુકવા માટે તૈયાર નથી..

ત્યારે કુટુંબના લોકોએ સાથે મળીને એક એવું કારનામો ગોઠવ્યું છે કે, જેનાથી આ દારૂડિયાની અક્કલ ઠેકાણે આવી ગઈ છે. પરેશને તેના બંને સંતાનો ખૂબ જ વહાલા હતા. પરંતુ તે આ આ બંને સંતાનોનો ખ્યાલ રાખ્યા વગર તે કુટેવમાં સપડાઈ ગયો હતો. કુટુંબના લોકોએ વિચાર્યું કે આ બંને દીકરાને થોડા દિવસ માટે પોતાના મામાના ઘરે મૂકી આવ્યા અને પરેશને આપણે એવું જણાવવાનું છે કે, તારા દારૂ પીવાના વ્યસનને કારણે તે નશા ની અંદર તારા બંને બાળકોને તે ઢોર માર્યો છે..

જેમાં એક બાળકનું મૃત્યુ થઈ ગયું છે. જ્યારે એક બાળક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું છે. જો તું આ નશો નહીં મૂકે તો એ બાળક પણ મૃત્યુ પામશે, તેને અંદાજે પંદર દિવસ સુધી એટલું બધું દુઃખ પહોંચાડવામાં આવ્યું કે તેની અક્કલ ઠેકાણે આવી ગઈ અને તેણે દારૂની આ કુટેવને છોડી દીધી હતી. ત્યારબાદ અંદાજે બે મહિના સુધી રોજબરોજ તે પોતાના સંતાનોને લઈને ખૂબ જ ચિંતિત રહેતો હતો..

અને પોતાની જાતને જ કોસતો રહ્યો કે, તેના કારણે તેના બંને બાળકોની હાલત એટલી બધી બગડી ગઈ જેમાંથી એક બાળકનું મૃત્યુ થયું છે. જ્યારે એક બાળક હજુ પણ સારવાર લઈ રહ્યું છે. તે હંમેશા એકલો બેસીને બોલવા લાગતો કે, હવે હું ક્યારેય પણ દારૂ ના આ વ્યસનમાં નહીં પડુ, હે ભગવાન મને માફ કરી દેજો..

અંદાજે ચાર મહિના સુધી તેના મનમાંથી કુટેવની આ વાતો નીકળી ગઈ, ત્યારબાદ તેના બંને સંતાનોને તેના મામાના ઘરેથી પરત લાવવામાં આવ્યા હતા. હવે પરેશની અક્કલ ઠેકાણે આવી ગઈ હોવાથી કરસનભાઈ પણ સુખના માહોલમાં આવી ગયા હતા અને પણ મનોમન સમજી ગયો કે તેની આ કુટેવોને છોડાવવા માટે તેમના કુટુંબજનોએ આ ખેલ ખેલ્યો હતો..

કદાચ ભવિષ્યના સમયમાં આ ખેલ સત્ય હકીકત પણ બની શકે છે, જો તે દારૂનો સેવન શરૂ કરશે તો પોતે તો બરબાદ થઈ જશે. પરંતુ તેનો પરિવાર પણ બરબાર થઈ જવા પામશે. એટલા માટે તેને હંમેશા માટે આ સેવનને મૂકી દીધું અને અત્યારે તે પરિવારજનો સાથે રાજી ખુશીથી જીવન જીવી રહ્યો છે.. તેના આ વ્યસનને કારણે પરિવાર પૈસા ટકે સંપૂર્ણ રીતે ધોવાઈ ગયો છે..

પરંતુ હવે તે ખાનગી કંપનીમાં નોકરી કરવા લાગ્યો છે, અને ધીમે ધીમે આ તમામ પૈસાની ભરપાઈ કરી રહ્યો છે. જ્યારે જ્યારે સમજમાં આવા સર્વશ્રેષ્ઠ ઉદાહરણ સામે આવે છે. ત્યારે તેમાંથી શીખ લેવી જોઈએ અને જો કોઈ આ ઘટનાને આધારિત કિસ્સાઓ આપણી નજર સમક્ષ રજુ થાય તો હેરાન થતા લોકોને કેવી રીતે મુશ્કેલીમાંથી બહાર કાઢી શકાય તેના વિશે વિચાર વિમર્શ કરવો જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *