Breaking News

દારૂથી ભરેલ ગાડીનો રસ્તા પર થયો અચાનક જ અકસ્માત અને પછી તો લોકો ને પડી ગયો જલસો, જાણો કેમ ??…!

આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે ગાંધીના ગુજરાતમાં સંપૂર્ણપણે દારૂ બંધ છે એ છતાં પણ સૌથી વધુ દારૂનું વેચાણ તો ગાંધીના ગુજરાતમાં જ થઈ રહ્યું છે અનેક વખત દારુની હેરફેર કરતા પોલીસ અને પોલીસની ટીમ દ્વારા આવા બૂટલેગરોને પકડવામાં આવ્યા છે છતાં પણ આવા બુટલેગરો ના સમજતા નવા નવા તકનીકથી દારુની હેરફેર કરતા હોય છે.

અને પોલીસ થોડા સમયમાં જ તેને પણ ઓળખી ને તે બુટલેગરોને પણ પકડી પાડે છે હવે તો બુટલેગરોમાં થોડી સમજણ આવી છે અને તેઓ લક્ઝરિયસ કાર દ્વારા પણ દારુની હેરફેર કરતા હોય છે લક્ઝુરિયસ કાર પસંદ કરવાનો હેતુ એ જ છે કે તેમાં અનેક શાખાઓ પણ હોય છે અને તેના દ્વારા તેઓ આસાનીથી દારૂની હેરફેર કરી શકે છે. ગત દિવસોમાં જ આવા જ કંઈક દારૂની હેરફેર માટે થઈ રહેલા કાર્ય ઝડપાયું છે.

સુરતના ડિંડોલી વિસ્તારમાં એક ચર્ચાસ્પદ અને કંઈક અલગ રીતના જ કિસ્સો સામે આવ્યો છે અહીં એક કારમાં એક ડ્રાઈવર સાથે જતા હતા ત્યારે તેને અકસ્માત નડયો હતો આ અકસ્માત બાદ કારનો ચાલક કારની મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને ત્યાર બાદ ત્યાંના સ્થાનિક લોકોએ ગાડી ને જોયું એટલે તેમાં બહુ મોટા પ્રમાણમાં વિદેશી દારૂ મળી આવ્યું હતું.

એ માટે જ કાર ડ્રાઇવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો કારણ કે અકસ્માત બાદ ગાડી ચાલી શકે એવી સ્થિતિમાં ન હતી જો તે ત્યાં રહે તો બધાને જાણ થઈ જાય અને પોલીસ પણ આવી શકે અને તે ઝડપાય તે માટે તે ત્યાંથી ફરાર થઈ ગયો પરંતુ આમાં ઘણા બધા લોકોને મોજ પડી હતી કારણકે ત્યાં પોલીસ હજુ પહોંચી નહોતી તે પહેલા ઘણા બધા તેવા લોકો હતા કે જેના હાથમાં જેટલી બોટલ સમાય એટલી લઈને ત્યાંથી ઓછા પગે નીકળતા હતા.

ત્યાર બાદ પોલીસને જેમ જાણ થઈ તેમ તેઓ વાયુવેગે અકસ્માત સ્થળે પહોંચી ગયા અને ઝડપથી આ બધા જ દારૂ લઈને જતા હતા તેના વિરૂદ્ધમાં અને કારના ડ્રાઈવર વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ દરમિયાન સુરત પોલીસ નિંદ્રામાં હતી ત્યારે બનાવ બન્યો છે સુરતના ડિંડોલી વિસ્તારમાં દારૂ ભરેલી કાર ઝડપાઈ છે.

આ સ્વીફ્ટ ડિઝાયર કાર માં આશરે ૩૫થી ૪૦ પેટી વિદેશી દારૂ નીકળ્યો હતો પૂર ઝડપે કાર દોડી રહી હતી ત્યારે કારનું ટાયર ફાટતા ડ્રાઈવર ગાડી મુકીને ત્યાંથી ભાગી ગયો હતો તેને ખ્યાલ હતો કે ગાડીનું ટાયર જો બદલવામાં રહે છે તો કોઈકને કોઈક ને ખ્યાલ આવી જશે અને પોલીસ પણ આવી શકે છે તેથી તે ત્યાંથી ભાગી ગયો હતો અકસ્માત થતાં ગ્રામજનો ભેગા થઈ ગયા અને બાદમાં પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી.

એટલે પોલીસે ગાડી ચેક કરતા આખી જ ગાડીમાં દારૂ દારૂ દેખાયું એટલે કે આખી ગાડી માં દારૂ જ ભરેલો હતો પોલીસ દ્વારા સૌ પ્રથમ તો આ દારૂને ટેમ્પામાં નાખીને તેને પોલીસ સ્ટેશનને પહોંચાડવામાં આવ્યો અને ગાડી ને કબજે લઇને તેના માલિકનો સંપર્ક કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી ઉલ્લેખનીય છે કે પોલીસ તરફથી બૂટલેગરો પર છેલ્લા લાંબા સમયથી તમે બોલવામાં આવી રહી છે.

પરંતુ બુટલેગરોએ નવી નવી ટેક્નિકથી સુરતમાં દારૂ લાવવાની યથાવત રાખ્યો છે એવામાં બુટલેગર ગાડી મુકીને ફરાર થઈ ગયા પોલીસે ગાડી માલિકની ધરપકડ કરવા માટે ચક્રો ગોઠવ્યા છે બીજી તરફ એવું જાણવામાં પણ આવ્યું છે કે ગાડીમાં અકસ્માત થતા ડ્રાઇવર ત્યાંથી ભાગી ગયો હતો પરંતુ પોલીસને જેટલો દારૂનો જથ્થો મળ્યો છે તેનાથી પણ વધુ હોઈ શકે છે.

કારણ કે પોલીસ આવી તે પહેલા તો ત્યાંના લોકોએ ઘણો બધો દારૂનો જથ્થો જેમ બને તેમ લઇ લીધો હતો પોલીસ દ્વારા કેટલો જથ્થો લેવાયો છે આ તમામ વસ્તુઓ આજુબાજુની સીસીટીવી કેમેરા દ્વારા કરવામાં આવ્યું છે અને જેને જેને પણ આ દારૂનો જથ્થો લેવામાં અથવા તો લઈ ગયા છે તે તમામ લોકોની ધરપકડ પણ કરવામાં આવશે અને વધુને વધુ કાર્યવાહી આગળ ધકેલવામાં આવે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *