Breaking News

દર્શન કરીને પરત આવતા પરિવારને કાળમુખો અકસ્માત ભરખી ગયો, એક જ પરિવારના 4ના મોત..!

ભગવાનના શરણે જઈને પરત ફરતા અકસ્માત ઘટવાના બનાવોમાં આ મહિનાનો આ ચોથો બનાવ છે. અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વેગ પકડી રહી છે. પરિવારો ના પરિવારો પણ અકસ્માતમાં જીવ ગુમાવી બેસે છે. ઘણી વાર સ્પીડની મજા મોતની સજા બની જતી હોઈ છે…

બોલેરો કારમાં સવાર એક જ પરિવારના તમામ લોકો ગુજરાતના ડીસાથી બાડમેરમાં જસાલ ધામના દર્શને ગયા હતા. તેઓ દર્શન કરીને પોતાના ઘરે ડીસા ખાતે પરત ફરી રહ્યા હતા ત્યારે રાજસ્થાનના બાડમેર જિલ્લાના સિણધરી વિસ્તારમાં સોમવારે એક ટ્રક અને બોલેરોની આમને સામને ભયંકર ટક્કર થઇ હતી.

એ અકસ્માતનો ભોગ ગુજરાતનો એક પરિવાર બન્યો છે. આ અકસ્માતમાં 2 મહિલા સહિત 4 લોકોના મોત થયા જ્યારે અન્ય 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેની પોલીસે માહિતી આપી છે.

પોલીસ અધિકારી બલદેવ ચૌધરીના જણાવ્યા અનુસાર, બોલેરો કારમાં સવાર એક જ પરિવારના તમામ લોકો ગુજરાતના ડીસાથી બાડમેરમાં જસાલ ધામના દર્શને ગયા હતા. ત્યારબાદ તેઓ પરત ફરી રહ્યા હતા.

પોલીસ અધિકારી ચૌધરીએ જણાવ્યું કે, દુર્ઘટનામાં દેવારામ સુથાર, કપૂરભાઈ સુથાર, ભરતભાઈ સુથાર, મોહનભાઈ સુથાર અને હિમાંક્ષીને સારવાર માટે સિણધરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું કે, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ રાખવામાં આવ્યા છે. પરિવારજનોના અહીં પહોંચવા પર પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. બોલેરો અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઇ હતી કે બોલેરોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *