અત્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અરબસાગરની અંદર દરિયાના લો પ્રેશરને કારણે દરિયાકાંઠાની પવનની ગતિમાં પણ એક એક વધારો નોંધાશે જેના કારણે મીની વાવાઝોડું ત્રાટકી શકે છે. ગુજરાત પર અવારનવાર વાવાઝોડાના ખતરા રેહતા હોઈ છે. પરતું આ વર્ષના ચોમાસા શરુ થતા જ મીની વાવાઝોડું કહેર મચાવવા પહોચી ગયું હોઈ એવું લાગી રહ્યું છે.
મીની વાવાઝોડાને પગલે ગુજરાતનો દરિયાકિનારો ગાંડોતુર થયો છે… અને જુદા જુદા બંદરો ઉપર ત્રણ નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતના તિથલ, ડુમ્મસ, સુવાલી, દમણ, અને વલસાડના દરિયા કિનારે અંદાજે છ થી આઠ ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળ્યા છે. આ સાથે સાથે દરિયામાં ભારે કરંટ પણ જોવા મળ્યો છે.
સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલા જાફરાબાદ, બેડી, દીવ, પીપાવાવ, ભાવનગર, પોરબંદર, ઓખા, દ્વારકા, નવલખી, મુદ્રા, માંડવી, ઝખો આ તમામ બંદરો ઉપર પણ ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. કારણ કે વાવાજોડું સક્રિય થતાની સાથે પવનની ગતિ 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાવા લાગ્યો છે.
દરિયામાં ખૂબ ઊંચા મોજા ઉછાળવાને પગલે હવામાન વિભાગે માછીમારો અને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે.. આ ઉપરાંત અંબાલાલ પટેલ ની આગાહી આપતા જણાવ્યું છે કે, જે વિસ્તારોમાં હજુ પણ વાવણીલાયક વરસાદ વરસ્યો નથી. આ તમામ વિસ્તારો માટે સારો સમય આવવા જઈ રહ્યો છે.
કારણકે 30 તારીખ પછીના સમયથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાવા જઈ રહ્યો છે. આ સાથે સાથે તેઓએ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની સાથે સાથે ભરૂચના પણ જુદા જુદા વિસ્તારોમાં આગાહી આપણા કહ્યું છે કે, આ તમામ વિસ્તારોમાં વરસાદ પડશે પરંતુ વરસાદમાં જોર દેખાશે નહીં એટલે કે જોઈએ તેવો વરસાદ વરસવામાં હજુ પણ લાંબા સમય સુધી રાહ જોવી પડશે..
કારણકે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ ઉપર વરસાદનું જોર એકદમ ઘટી રહ્યું છે. આ ખૂબ જ માઠા સમાચાર છે .પરંતુ આગામી થોડા દિવસોની અંદર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે. આ સમાચાર ખૂબ જ સારા સમાચાર સાબિત થશે. જેને પગલે ખેડૂતો રાજીના રેડ થશે. 30 તારીખ સુધીમાં ઉત્તર ગુજરાતના મહેસાણા,પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠાના તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવે છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવો જઈ રહ્યો છે. મિત્રો અમે તમને જણાવી દઈએ કે, આ વર્ષે ચોમાસા દરમ્યાન સૌરાષ્ટ્રમાં 6 ટકાથી લઈ 10 ટકા સુધીનો વરસાદ વરસ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 5 ટકાથી લઈને 8 ટકા સુધીનો વરસાદ વરસ્યો છે..
સમગ્ર ગુજરાતના તમામ વિસ્તારો પૈકી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ વર્ષનું ચોમાસું ખૂબ જ સારું નીવડ્યું છે. જ્યારે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત તેમજ કચ્છના જિલ્લાઓમાં ક્યાંકને ક્યાંક વરસાદની અછત દેખાઈ આવી છે. હાલ ગુજરાતના જુદા જુદા તાલુકાઓમાં છૂટો છવાયો મેઘો વરસી રહ્યો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]