Breaking News

દરિયામાં ચક્રવાતી પવન ફુંકાવાના શરુ, માછીમારોને દરિયો ન ખેડવા આપ્યું એલર્ટ, વાગી રહ્યા છે મોટી આફતના ભણકારા..!

હાલ ઠંડીનો માહોલ થોડાક અંશે ધીમો પડ્યો છે. કારણ કે વાતાવરણમાં વાદળો બંધાવવાનું શરુ થયું છે. અત્યારે ઠંડી ઓછી થઈ છે એટલે એમ ન સમજતા કે ઠંડી હવે ધીમે ધીમે જતી રેહશે અને ઉનાળાનો બળબળતો તાપ શરુ થશે. હવામાન વિભાગે ઠંડી અંગે આપી દીધી છે મહત્વપૂર્ણ આગાહી…

હવામાન વિભાગે તેમજ ગુજરાતના હવામાન નીષ્ણાતોએ જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ 2 થી 3 દિવસ સુધી ઠંડી પડવાની કોઈ શક્યતાઓ રહેલી નથી પરતું આ દિવસો વીતી ગયા બાદ સહન ન કરી શકાય તેવી કાતિલ ઠંડી પડશે. ઠંડીની સાથે સાથે કમોસમી વરસાદ તેમજ બર્ફીલા પવનોની પણ આગાહી કરવામાં આવી છે.

આ આગાહીના સામચાર મળતા જ ખેડૂત મિત્રો ચિંતામાં મુકાઈ ગયા છે. કારણ કે ગુજરાતનું અચનાક જ પલટી મારશે તેવું લાગી રહ્યું છે. આજથી જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા જીલ્લામાં વાતાવરણમાં પલટો આવી ગયો છે. અમદવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ પાટણ અને વડોદરા જેવા જીલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે.

કમોસમી વરસાદ પહેલાના વાદળ છાયાં વાતાવરણને કારણે ખેતરમાં ઉભેલા પાકને નુકસાન થવાનો ભય રહેલો છે. ઠંડા છાયાંના વાતાવરણમાં પાકમાં સડો તેમજ જીવજંતુ વધી જવાની બીક રહેલી હોઈ છે. જેના લીધે ખેડૂતો મૂંજવણમાં મુકાઈ ગયા છે.

અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે, વાતાવરણમાં ચાર દિવસ સુધી ઠંડી ધીમે ધીમે ઘટતી જશે અને ત્યાર બાદ અચાનક જ ઉપાડો લેશે. દરેક જીલ્લાના લઘુતમ તાપમાનમાં હાલ મોટા પ્રમાણમાં ફેરફાર નોંધાયો છે. ઉત્તર અને દક્ષીણ ગુજરાતના જીલ્લામાં ઠંડી ઓછી થઈ છે તો કચ્છ જીલ્લામાં તેજ સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામોમાં ઠંડીનું પ્રમાણ હજી પણ યથાવત છે.

આવતા અઠવાડિયે ગુજરાતના દરિયાકિનારેથી અતિશય ઠંડા પવનો ફુંકાવાણી પણ આગાહી આપવામાં આવી છે. એ આગાહીના પગલે આવતી કાલથી માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ અપીલ કરવામાં આવી છે. દરિયામાં ભારે મોજા ઉછળે છે તેથી દરિયો ન ખેડવા માટે સૂચન કરી દેવામાં આવ્યું છે.

આગાહીના સમાચાર અને સૂચન મળતા જ માછીમારોએ પોતાની બોટને દરિયા કિનારે લંગર કરી દીધી છે. દરિયામાં ફૂલ ઝડપથી પવન ફુંકાવાનું અત્યારથી જ ચાલુ થઈ ગયું છે તેને કારણે માછીમારોને દરિયાનો ન ખેડવા માટે જણાવ્યું છે. બીજી બાજુ વાત કરીએ તો ઠંડી ઘટતા જ વાતાવરણમાં ધુમ્મસની પ્રમાણ ખુબ જ વધી ગયું છે..

હાઈવે ઉપર ધુમ્મસ ભર્યા વાતવરણને લીધે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમજ અમદાવાદમાં તો હિલ સ્ટેશન જેવો નજરાનો અનુભવ થઈ રહ્યો છે. આવા વાતાવરણની વચ્ચે અમદાવાદના  મોજીલા લોકો વાતાવરણનો આહલાદક અનુભવ તેમજ મોજ મજા માણવા માટે બહાર નીકળ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *