Breaking News

દાંતીવાડાના રબારી સમાજનો દીકરો અરુણાચલમાં થયો શહીદ, હજારો લોકોએ અંતિમ યાત્રામાં અશ્રુભીની આંખે આપી વિદાય..!

દેશના વીર સૈનિકો સરહદ ઉપર 24 કલાક પહેરો આપીને દેશના તમામ નાગરિકોની રક્ષા કરતા હોય છે. દરેક કુદરતી આફતોનો સામનો કરીને તેઓ સરહદની રક્ષા કરવામાં કોઈ કસર બાકી મૂકતા નથી.. એક સૈનિક જયારે ઘરેથી દેશની રક્ષા કરવા માટે નીકળે છે ત્યારે કસમ ખાઈ છે કે દેશ માટે પ્રાણ પણ આપવા પડે તો એક ફોજી તરીકે ક્યારેય હીંચકીચાશે નહી..

આજે દાંતીવાડા તાલુકાના ગંગાપુરા-સિકરીયા ગામનો CRPF જવાન દેશની રક્ષા કરતો કરતો શહીદ થયો છે. અરુણાચલ પ્રદેશના એટાનગર ફરજ પર હતા ત્યારે અચાનક તબિયત લથડતા શહીદ થયા હતો. શહીદ જવાનનો મૃતદેહ વતન આવી પહોચ્યા બાદ તેની અંતિમયાત્રા નીકળતા હજારોની સંખ્યા લોકો જોડાયા હતા.

BSFના જવાન દેવરાજભાઈ ખોડાભાઈ રબારી દાંતીવાડા તાલુકાના ગંગાપુરા-સિકરીયા ગામના છે. તેઓ 2005 થી CRPFમાં ફરજ બજાવતા હતા. તેઓ અરુણાચલ પ્રદેશના એટાનગર ખાતે નિવૃત્તિના સમયે પણ ફરજ પર હતા. ત્યારે અચાનક જ તબિયત લથડતા મૃત્યુ થયું હતું.

મૃત્યુ બાદ તેમનો પાર્થિવ દેહને BSF કોલોનીમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં  શહીદવીરને વહેલી સવારે જ વતન દાંતીવાડા BSF કોલોની થી ગંગાપુરા-સિકરીયા સુધી અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. એ બાદ આ જવાનની અંતિમવિધિ કરવામાં આવતા ગામ આખું હિબકે ચઢ્યું હતું.

સૌ કોઈ લોકોએ અશ્રુભીની આંખે જવાનને શ્રધાજલી આપી હતી. જવાનનો નશ્વર દેશ પંચમહાભુતમાં વિલિન થયો હતો. અંતિમયાત્રામાં જોડાયેલા અનેક અધિકારીઓ અને ગ્રામજનોએ મૃતકને શોકાજંલિ આપી હતી.

ત્યારબાદ CRPFના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ અંગે તરત જ સ્વ. દેવરાજભાઈ રબારીના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અને તેમના પાર્થિવ દેહને ગુરુવારના સવારે BSF કોલોની ખાતે લવાયો હતો. જયાં ગ્રામજનો અને પરિવારજનોએ ભારે કલ્પાંત કરી મુકતા વાતાવરણ ગમગીની ભર્યુ બની ગયુ હતું.

સ્વ.દેવરાજભાઈના અંતિમ દર્શન કરવા માટેની તેમના ઘરે જ વ્યવસ્થા કરવામાં આવી હતી. જયાં પરિવારજનો અને ગ્રામજનોએ દહદર્શન કરી શ્રદ્ધાંજલિ આપી હતી. જવાનો દ્વારા શહીદ દેવરાજભાઈ રબારીના મૃતદેહને ગાર્ડ ઓફ ઓનરથી સલામી આપી હતી.

જે બાદ અગ્નિસંસ્કાર કરવામાં આવતા તેમનું નશ્વર દેશ પંચમહાભુતમાં વિલિન થઇ ગયુ હતું. વીર શહીદ જવાનની અંતિમયાત્રા દરમિયાન દેશ ભક્તિના ગીતો ડી.જે. દ્વારા વગાડતા વાતાવરણ ગમગીન બન્યું હતું. જ્યારે યાત્રામાં હાજર સૌની આંખો ભીની બની ગઈ હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *