Breaking News

ડમ્પરે કાકા ભત્રીજાને અડફેટે લેતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, ડમ્પરે ગાડીને એક કિલોમીટર સુધી ઘસડી નાખતા ઉડી ગયા ચીથરે ચિથરા..

રોજ અકસ્માતમાં ઘણા લોકો જીવ ગુમાવે છે. રસ્તા પર સહેજ અમથી ચૂક થઈ જાય કે ગમખ્વાર અકસ્માત સર્જાતો હોય છે. આ અકસ્માતોને રોકવા માટે દરેક નાગરિકોમાં ડ્રાઇવિંગ પ્રત્યેની ખૂબ સારી સમજ હોવી જરૂરી છે. તેમજ ટ્રાફિકના નિયમોને ચોક્કસ પણે અમલ કરવા ખૂબ જરૂરી છે..

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં એક એવો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેના વિશે જાણીને તમારા બેઠા થઈ જશે. ડભોઈ તાલુકામાં આવેલા સિધ્ધપુર ગામને અડીને આવેલા ધનવાડા ગામમાં એક ભત્રીજો અને તેના કાકા બંને બાઈક લઈને ડભોઇ ખરીદી કરવા માટે જઈ રહ્યા હતા…

એવા સમયે તેઓને એક ગમખ્વાર અકસ્માત નડતા ઘટનાસ્થળે જ કાકાએ જીવ ગુમાવી દીધો છે. જ્યારે તેના ભત્રીજા ની હાલત ખુબ જ ગંભીર છે. સુનિલ વણકર નામનો યુવક પોતાના ભત્રીજા ને લઈને ડભોઇ ખરીદી માટે જઈ રહ્યો હતો. એવા સમયે સિદ્ધપુર અને ધરમપુર ગામ પાસે જૂની માંગરોળ બાજુથી રેતીથી ભરેલો એક ડમ્પર પૂરઝડપે આવી રહ્યો હતો..

આ ડમ્પરે સુનીલ અને તેના ભત્રીજાની ગાડીને જોરદાર ટક્કર મારી હતી. જેના પગલે સુનીલ અને તેનો ભત્રીજો બંને રોડ ઉપર ફંગોળાઈ ગયા હતા. અને ખૂબ ગંભીર રીતે નીચે પટકાયા હતા. ટક્કર માર્યા બાદ પણ આ ટ્રક કે ઊભો રહ્યો ન હતો. પરંતુ કાકા ભત્રીજા ની ગાડી ને એક કિલોમીટર સુધી ઘસડી નાખી હતી…

આ બાબત પરથી કહી શકાય કે ડમ્પર ચાલકને સ્ટેરીંગ ઉપરથી કાબૂ ગુમાવી દીધો હતો. કારણ કે એક કિલોમીટર સુધી તેને આ અકસ્માતમાં કોઇ પણ ખ્યાલ રહ્યો ન હતો. અકસ્માત સર્જાતાની સાથે જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

અડધા લોકો કાકા-ભત્રીજાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા માટે મથામણ કરી રહ્યા હતા. તો અડધા લોકો ડમ્પર ચાલક ને પકડવા માટે મથામણ કરી રહ્યા હતા. પરંતુ ડમ્પર ચાલક એટલો ચાલાક હતો કે, અકસ્માત સર્જાયા બાદ તે ઘટના સ્થળે ડમ્પરને મૂકીને ત્યાંથી ભાગી ગયો હતો…

એટલા માટે ગ્રામજનો આ ડમ્પર ચાલક ને પકડવા માટે સમર્થ રહ્યા ન હતા. તો બીજી બાજુ અકસ્માતમાં કાકાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે તેનો ભત્રીજો ગંભીર રીતે ઘાયલ થયો હતો. એટલા માટે તેને પ્રમુખસ્વામી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે ઉભેલા લોકોને પાસેથી મળતી માહિતી મુજબ સૌ કોઈ લોકો જણાવી રહ્યા છે કે.. આ અકસ્માત ખૂબ જ ગંભીર અકસ્માત છે..

જેને જોયા બાદ સૌ કોઈ લોકોના રુવાડા બેઠા થઈ ગયા છે. કારણકે ડમ્પરે બાઈકને એક કિલોમીટર સુધી દૂર ઘસડી નાખી હતી જેના પગલે બાઇકના ચીથરે ચીથરા ઉડી ગયા હતા. આ બાબતને લઈને સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે આ અકસ્માતની જાણ પરિવારજનોને આપી હતી..

તેમજ આ બનાવને લઇને અકસ્માતનો ગુનો દાખલ કરીને ડમ્પર ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી બાજુ ગામજનોએ ક્રોધમાં આવીને ડમ્પરને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી છે. આ અકસ્માત બનતાની સાથે જ વણકર પરિવારમાં દુઃખ નો માહોલ છવાઇ ગયો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *