આજકાલ એવા કેટલાય કિસ્સાઓ સાંભળવામાં આવતા હોય છે કે જેમાં સુંદર રૂપાળી મહિલાઓ પોતાની પ્રેમ ભરી હતો દેખાડીને પુરુષોને ઠગી લેવાનું કામ કરે છે. હકીકતમાં આ પ્રકારના બનાવ મોટાભાગે સોશિયલ મીડિયા થકી બનતા હોય છે. થોડા દિવસ પહેલા જ એક હીરા વેપારીને મહિલાએ પ્રેમ પળો વિતાવીને લુંટી લીધો હતો..
આજકાલ નાના બાળકોથી લઈને ૮૦ થી ૮૫ વર્ષના વૃદ્ધો સુધીના સૌ કોઇ લોકો સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરે છે. તેથી આ સુંદર રૂપાળી મહિલાઓનું ટોળું પોતાની સુંદરતા દેખાડીને કેટલાય પુરુષોને પ્રેમજાળમાં ફસાવી ને ખંખેરી લેવાનું કામ કરે છે. આ પ્રકારનો વધુ એક બનાવ મહેસાણા જિલ્લામાં બન્યો છે.
મહેસાણા જિલ્લામાં સતલાસણ ગામમાં એક વૃદ્ધ પોતાના પરિવાર સાથે શાંતિથી જીવન ગુજારતા હતા. આ વૃદ્ધ સોશિયલ મીડિયા પર લાંબા સમયથી એક્ટિવ રહેતા હતા. તેઓ સોશિયલ મીડિયા ઉપર સોનલ પંચાલ નામની એક નવ જવાન સુંદર મહિલા સાથે સંપર્કમાં આવ્યા હતા. આ મહિલા સાથે આ વૃદ્ધ આશરે છ મહિનાથી વાતચીત કરતાં હતા.
તેઓની પ્રેમભરી વાતચીત એટલી હદે આગળ વધી ગઇ હતી કે તેઓ એકબીજા સાથે શરીર સં.બં.ધ બાંધવા માટે પણ તૈયાર થઈ ગયા હતા. sonal panchal નામની મહિલા આ વૃદ્ધ સાથે એવી પ્રેમ કરી હરકતો કરતી હતી કે વૃદ્ધ તેની સાથે નવું ઘર વસાવવા માટે પણ તૈયાર થઈ ગયા હતા…
તેઓએ અગાઉ વાત કરી હતી તે મુજબ શરીર સંબંધ બાંધવા માટે એક ગેસ્ટ હાઉસમાં મળવાના હતા. એ સમયે મહિલાએ દાતા ગામ નજીકના ગેસ્ટ હાઉસમાં રૂમ નક્કી કરી હતી. જ્યારે વૃદ્ધ સોનલ ને મળવા માટે ગેસ્ટ હાઉસમાં પહોંચ્યા હતા જ્યારે તેઓને સહેજ પણ અંદાજ ન હતો કે તેઓ સાથે કંઈક ખરાબ થવાનું છે…
ગેસ્ટ હાઉસમાં શરીર સં.બં.ધ બાંધ્યા પછી sonal panchal નામની મહિલાએ વૃદ્ધ નું અપહરણ કરી લીધું હતું અને તેની પાસેથી પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. એ વૃદ્ધ પાંચ લાખ રૂપિયા નહીં આપે તો તેને ક્યારે છોડશે નહીં તેવી ધમકી પણ આપી હતી. ઘણો સમય વીતી ગયા બાદ પણ વૃદ્ધ ઘરે પાછા ન ફરતાં તેના પરિવારે પોલીસની મદદથી વડીલને ગોતવાની ફરજ પડી હતી..
અંતે તપાસ કરતાં જણાવ્યું હતું કે આ વડીલ હનીટ્રેપ ના કેસમાં ફસાઈ ચુક્યા છે. પોલીસે ગેસ્ટ હાઉસ ઉપર છાપો મારીને હની ટ્રેપ કરનારી આ બે ટોળકીને ઝડપી લીધી હતી. હાલ તેઓની સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. અને વડીલ પણ શિ સલામત ઘર પહોચી ગયા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]