Breaking News

દાદાને મુખાગ્ની દેવા દીકરો નજીક ગયો ત્યારે અચાનક જ દાદાનું શરીર હલવા લાગતા સ્મશાનમાં ભાગદોડ મચી ગઈ, લોકો થરથર ધ્રુજી ઉઠ્યા..!

અમુક નાની ઘટના ભલભલા વ્યક્તિના મગજ કામ કરતાં બંધ કરાવી દે છે. અત્યારે સૌ કોઈ લોકોના શરીરમાંથી ધ્રુજારી છોડાવી દે તે પ્રકારની એક ચોંકાવનારી ઘટના રાજસ્થાનના શિરોહીમાં આવેલી ઇન્દિરા કોલોનીમાંથી સામે આવી છે. અહીં રેવુદર ગામના રહેવાસી રેવારામભાઈ દરજી નામના વ્યક્તિ સાથે હચમચાવી દેતી ઘટના બની ગઈ છે..

રેવારામભાઈ દરજી ત્યાં કોલોનીમાં જ એક દરજીની દુકાન ચલાવતા હતા, પરંતુ તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી એક ગંભીર બીમારીમાં સપડાઈ ચૂક્યા હતા. હોસ્પિટલમાં તેમના રિપોર્ટ અને સારવાર પણ ચાલતી હતી. તેમની તબિયતમાં સુધારો થતો હોવાથી ડોક્ટરે તેમને રજા આપી દીધી હતી અને હવે રેવારામભાઈ તેમના ઘરે રહેવા માટે ચાલ્યા ગયા હતા…

એક દિવસ અચાનક જ તેમની તબિયત બગડી ગઈ અને રાતના સમયે તેઓએ આંખો મીચી દીધી હતી અને શ્વાસ લેવાનું પણ બંધ કરી દીધું હતું અને પરિવાર સમજી ચૂક્યો કે, રેવારામભાઈનું હવે મૃત્યુ થઈ ગયું છે. આખો પરિવાર આખી રાત સુધી રડતો રહ્યો અને સવારે તેના અંતિમ સંસ્કારની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી..

જેમાં તેને શ્મશાને લઈ જવામાં આવ્યા અને ત્યાં રેવારામભાઈનો દીકરો તેમને મુખાગ્નિ આપવા માટે નજીક પહોંચ્યો ત્યારે તેને જે દ્રશ્ય જોઈ લીધું તે દ્રશ્ય જોઈને તેના હોશ ઉડી ગયા હતા. તેમજ ત્યાં ઉભેલા લોકોના તો ડોળા ફાટીને હાથમાં આવી ગયા હતા અને સૌ કોઈ લોકો થરથર ધ્રુજી ગયા હતા..

કારણ કે મડદાને મુખાગ્નિ આપે એ પહેલા જ રેવારામભાઈનું શરીર હલવા લાગ્યું હતું. આ દ્રશ્ય જોતા જ પરિવારજનો કહેવા લાગ્યા કે, આપણે રેવારામભાઈને હોસ્પિટલે લઈ જવા જોઈએ કદાચ આ મડદાની અંદર હજુ પણ જીવ રહેલો છે. કોઈ ટ્રીટમેન્ટ અથવા સારવાર કરવાને કારણે જો તેમનો જીવ પરત આવી જતો હોય તો ખૂબ જ સારું એટલા માટે તરત જ તેને હોસ્પિટલે લઈ ગયા હતા..

પરંતુ ત્યાં હાજર રહેલા ડોક્ટરે તપાસ કર્યા બાદ જણાવ્યું કે, રેવારામભાઈનું મૃત્યુ થઈ ગયું છે. હકીકતમાં જ્યારે અંતિમ સંસ્કારની કામગીરી કરવામાં આવતી હોય ત્યારે શરીરમાંથી અંતિમ જીવ જાય છે. અને એ વખતે થોડી ઘણી હલનચલન જોવા મળે છે. જે બિલકુલ નોર્મલ બાબત છે. કદાચ એ વખતે તેમની આંખો સહેજ અમથી ખુલી ગઈ હશે..

અને પરિવારજનોને એક આશાનું કિરણ દેખાઈ આવ્યું હતું. પરંતુ રહેવા રામભાઈનું મૃત્યુ ગઈકાલે સાંજના સમયે જ થઈ ચૂક્યું છે. અને હવે તેને ફરી પાછા અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાન સુધી લઈ આવવામાં આવ્યા હતા. આ હચમચાવી દેતી ઘટનાને લઈ ચારેકોર ચકચાર મચી જવા પામ્યો હતો તો ત્યાં ઉભેલા લોકોના તો ટાંટિયા ધ્રુજી ગયા હતા..

કારણ કે તેઓએ ક્યારેય પણ આ પ્રકારની ઘટના પહેલા જોઈ હતી નહીં અને અચાનક જ આવી ઘટના જોતા તેમને ડર લાગવા લાગ્યો હતો. કેટલાક લોકો તો સ્મશાનની બહાર પણ નીકળી ગયા અને વાતચીત કરવા લાગ્યા કે, આજ પછી ક્યારેય પણ સ્મશાને આવવું જોઈએ નહીં. કારણ કે અહીં ખૂબ જ ડરામણી ચીજ વસ્તુઓ દેખાઈ રહી છે.

આ અગાઉ પણ આવી ઘણી બધી ઘટનાઓ પહેલા સામે આવી ચૂકી છે. જે ખૂબ જ રહસ્યમય અને ચોકાવનારી સાબિત થઈ ચૂકી છે. જેમાં વધુ એક ઘટના સામે આવી જતા સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા છે. રેવારામભાઈના મોતને લઈ સમગ્ર ઇન્દિરા કોલોનીમાં મોતનો માતમ અને ડરનો માહોલ છવાઈ ગયો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પહેરો જમાવીને રંગીન કપડામાં પોલીસે કારને પકડી પાડી, ડીકી ખોલતા જ મળ્યું એવું કે લોકોના ટોળા એકઠા થઈ ગયા..!

આજના સમયમાં સરળતાથી જીવન જીવવાને બદલે ખોટું અને દેખાદેખી વાળું જીવન ખૂબ જ વધારે પ્રચલિત …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *