Breaking News

દાદા લખતા ગયા કે, મારા મોત બાદ પેટીમાં મુકેલો ખજાનો સરખા ભાગે વહેચી લેજો પરતું દાદાનું મોત થતા જ પેટી ખોલી અને પછી તો થયું એવું કે…

પરિવારમાં જ્યારે કોઈ વડીલ વ્યક્તિની તબિયત બગાડવા લાગે છે અને તેના અંતિમ સમય ચાલતા હોય ત્યારે દાદા કે દાદી તેના તમામ પરિવારજનોને પોતાની પાસે અંતિમ વખત મળવા માટે બોલાવતા હોય છે. જ્યારે સમગ્ર પરિવાર પહોંચી જાય અને દાદા કે દાદી તમામ વ્યક્તિના ચહેરા જોઈ લે ત્યારબાદ તેમનો જીવ પણ જતો રહેતો હોય છે..

આવા સમયે જે તે વ્યક્તિ મળતા પહેલા પોતાના પરિવારજનોને અંતિમ સંદેશો પણ આપતા હોય છે. જેમાં મોટાભાગે સંપત્તિની લે વેચ થી માંડીને કયા વ્યક્તિ સાથે કેવું વર્તન કરવું સુધીની પણ વાતચીતો કરતા જતા હોય છે. અત્યારે મધુસિંહ ભાઈ નામના 98 વર્ષના એક દાદાનુ મૃત્યુ થઈ ગયું હતું.

જ્યારે આ મુત્યુના સમાચાર સામે આવ્યા ત્યારે સમગ્ર ગામ હીબકે ચડ્યું હતું. 98 વર્ષના દાદાના ત્રણ દીકરાઓને જ્યારે આ દાદા અંતિમ શ્વાસ લેતા હતા ત્યારે તેઓએ કહ્યું કે, મેં એક ચિઠ્ઠી લખી છે મારા મૃત્યુ પછી એ ચિઠ્ઠી વાંચી લેજો. જ્યારે દાદા નું મૃત્યુ થઈ ગયું ત્યારે પરિવારજનો આ ચિઠ્ઠી ખોલીને વાંચ્યું તો તેની અંદર લખ્યું હતું કે, મારા મોત બાદ પેટીમાં મુકેલો ખજાનો તમે સૌ કોઈ લોકો સરખા ભાગે વહેંચી લેજો..

જેમાં ત્રણ દીકરા અને બંને દીકરી એમ કુલ પાંચ ભાગમાં આ સંપત્તિને સમાન ભાગે વહેંચી લેજો. જ્યારે પરિવારના સૌ સભ્યોને જાણકારી મળી કે દાદા આપણા માટે ખજાનો છોડીને ગયા છે. ત્યારે આ ખજાનો કઈ જગ્યા પર તેઓએ મૂક્યો છે. તેની જાણકારી મેળવવા લાગ્યા હતા. જેમાં દાદાએ પેટીની અંદર ખજાનો હોવાનું જણાવ્યું હતું..

દાદાની રૂમમાં રહેલી આ પેટીને ખોલવામાં આવી અને તેની અંદરથી એવી ચીજ વસ્તુ મળી કે, તે જોઈને સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા હતા. લાકડાની આ પેટીની અંદરથી એક બોક્સ મળ્યું હતું. જે ચારે બાજુથી પતરાના કવર ચડાવીને મઢેલું હતું. આ બોક્સની અંદર રાણી સિક્કા સોના ચાંદીના આભૂષણો આ ઉપરાંત હાર પાટલા સહિતના ઘણા બધા દાગીના પણ મળી આવ્યા હતા.

આ ઉપરાંત આ પેટીની અંદરથી સોનાની ત્રણ માળા પણ મળી આવી હતી. પરંતુ આ માળાના પારા તૂટેલી હાલતમાં હોય તેવું લાગતું હતું જ્યારે પેટી ની બીજી બાજુનો હિસ્સો સંપૂર્ણપણે ખાલી હતો. માત્ર આ હિસ્સામાં ત્રણથી ચાર મોતી જ જોવા મળ્યા હતા. આ ખજાના ને જોતા ની સાથે જ મધુસિંગ દાદા ના ત્રણે દીકરાઓ સમજી ગયા કે, આ ખજાનો અધુરો ખજાનો છે..

આ ખજાના ને કોઈ વ્યક્તિએ થોડો ઘણો લૂંટી લીધો છે અને થોડો ઘણો અહીં જ મૂકીને જતા રહ્યા હશે તેવું લાગી રહ્યું છે. કારણ કે એક બાજુનો હિસ્સો છલોછલ ભરેલો હતો તો બીજી બાજુનો હિસ્સો સાવ ખાલી ખમ હતો અને તેની અંદર છૂટો છવાયો સામાન પડેલો હતો. પરંતુ તેમની આ સંપત્તિને હવે પાંચ ભાગમાં વહેંચવાની હતી.

મધુસિંગ દાદાનો સૌથી નાનો દીકરો અને બંને બહેનો કહેવા લાગ્યા કે, આ સંપતિના માત્ર બે જ ભાગ થશે. જેમાં એક ભાગ સૌથી નાના ભાઈ અને એક ભાગ સૌથી નાની બહેનને આપવામાં આવશે. તો મોટા ભાઈઓ કહેવા લાગ્યા કે, દાદા કહેતા ગયા છે કે આ સંપતિનો સરખા ભાગે વહેંચવાની છે..

એટલા માટે દરેકના ભાગે સરખી જ સંપત્તિ આવશે જો કોઈ વ્યક્તિને આ વાત મંજૂર ન હોય તો તેને થોડો પણ ખજાનો આપવામાં આવશે નહીં. પરિણામે ત્રણેય ભાઈઓ અને બંને બહેનો આ ખજાનાને હડપવા માટે અંદરો અંદર લડાઈ ઝઘડો કરવા લાગ્યા હતા. ત્રણે દીકરાઓની વહુ અને તેમના પુત્રવધુઓ પણ આ સંપત્તિને હડપવા માટે એકબીજા સાથે લડાઈ ઝઘડો કરતા હતા..

એવામાં મધુસિંગ દાદાના સગા ભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. તેઓએ જણાવ્યું કે, મધુસિંગ ભાઈ એકલા હાથે 200 વીઘા જમીન માં પાક ઉગાડતા હતા અને તેઓ ગામમાં સૌથી વધારે પૈસાદાર વ્યક્તિ પણ હતા. પરંતુ જ્યારથી તેમને શરીરમાં બિમારી પ્રવેશી ત્યારથી તેઓ એક રૂપિયો પણ કમાઈ શક્યા નથી..

અને આ તમામ સંપત્તિ તેઓએ તેમના દીકરા અને દીકરી માટે ભેગી કરીને રાખી છે. અને હવે તમે જ આ સંપત્તિને કારણે લડી જ રહ્યા છો. એ બિલકુલ ખોટી બાબત છે. દરેક વ્યક્તિએ આ ખજાનો ભાગે પડતો લઈ લેવો જોઈએ અથવા તો આ ખજાનાને પોતાના બાપ દાદાની અમાનત ગણીને તેને સાચવીને મૂકી દેવો જોઈએ.

મધુસિંગ દાદાના ભાઈની આ વાત સાંભળીને પરિવારજનો ને થોડી ઘણી ભાન થઈ હતી અને તેઓએ આ સંપત્તિના ભાગલા પાડવાને બદલે સંપત્તિને પેટીની અંદર જ મૂકી રાખી હતી. ઘણી બધી વાર આવા મામલા સામે આવતા હોય છે કે, વડીલ વ્યક્તિના મૃત્યુ બાદ સંપત્તિને લેવા માટે તેના દીકરા અને દીકરીઓ લડાઈ ઝઘડો કરે છે. અને હંમેશા હંમેશા માટે દુશ્મનો પણ બની જતા હોય છે જે બિલકુલ ખોટી બાબત છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *