Breaking News

દારૂ પીઈને PSI એ 5 કારના કાચ તોડી નાખ્યા, નશામાં ધુત PSIને લોકોએ બરાબરનો મેથીપાક ચખાડ્યો.. વાંચો હકીકત..!

કેટલાક લોકો ઘણીવાર નશાની હાલતમાં રસ્તા પર હોબાળો કરતા હોય છે. આવી જ ઘટના અમદાવાદના એસ.જી હાઈવે પર જોવા મળી છે. પરંતુ આ ઘટનામાં દારૂ પીને હોબાળો કરતી વ્યક્તિ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ અમદાવાદ શહેરના સ્ટેટ આઇબી માં ફરજ બજાવતો પી.એસ.આઇ જ હતો. એસજી હાઈવે પર ગઇકાલે અમદાવાદની સ્ટેટ આઇબીમાં ફરજ બજાવતા એક પી.એસ.આઈ દારૂ પીને નશાની હાલતમાં ધમાલ મચાવી હતી..

આ PSI નશાની હાલતમાં હાઈવે પર પાંચ જેટલી ગાડીઓને ઉભી રાખીને તેના કાચ ફોડી નાખ્યા હતા. આ કારના માલિકોએ હોબાળો કરતાં તરત જ તેની નજીકની સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થાનિક પોલીસનેએ હાઇવે પર આવતા જોઈને પીએસઆઇ તરત જ પોતાની કાર લઇને સિંધુભવન રોડ તરફ ભાગી ગયા હતા..

પરંતુઆ સમગ્ બાબતની જાણ આઇપીએસ અધિકારીને કરવામાં આવતા તેણે તેના સ્થાનિક પોલીસને પીએસઆઇ પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવા માટે આદેશ આપ્યો હતો. ત્યારબાદ સ્થાનિક પોલીસ દ્વારા કારના માલિકને પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે પીએસઆઇ સૌપ્રથમ તેમની ગાડીને ઓવરટેક કરીને અપશબ્દો બોલ્યા હતા..

અને ત્યારબાદ તેની કારનો કાચ તોડી નાખ્યો હતો ત્યારબાદ તેણે અન્ય ચાર કાર ને ઉભી રાખી ને તોડફોડ કરી હતી.. ત્યારબાદ તે કાર ના માલિકોએ પીએસઆઇ ને મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ આઇપીએસ અધિકારી નુકસાન થયેલી તમામ કારના માલિકને સિંધુભવન રોડ તરફ એક કોમ્પલેક્ષની ઓફિસમાં વાતચીત માટે બોલાવ્યા હતા..

તેમજ તોડફોડ કરનાર પીએસાઇને પણ ત્યાં બોલાવવામાં આવ્યા હતા. ઓફિસે જઈને આઇપીએસ ઓફિસર તોડફોડ કરનાર પીએસાઇ ને દરેક કારના માલિકને માફી મંગાવડાવી હતી. તેમજ તેમના તોડફોડનું વળતર આપવરાવ્યું હતું. તેમજ આ મામલાને શાંત પાડવામાં આવ્યો હતો. તેમજ સ્થાનિક પોલીસને આદેશ આપીને ઘટના સ્થળની આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ પણ ડીલીટ કરવામાં આવ્યા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *