Breaking News

ડી-માર્ટમાં ભીડનો લાભ લઈને 2 યુવકોએ કરી એવી હરકતો કે આજે આવ્યો સમાજમાં મોઢું સંતાડવાનો વારો, જાણીને તમે પણ કહેશો કે, ઈજ્જતના..

ઘણી બધી વાર ભીડનો લાભ લઈને જે તે વ્યક્તિ કાળા કામને અંજામ આપી દેતા હોય છે. અત્યારે લગ્નગાળાનો સમય ખુબ જ નજીક છે. તેવામાં દરેક જગ્યાએ ખૂબ જ ભીડ ઉમટી પડે છે. અત્યારે એકાએક ખરીદીનો માહોલ સર્જાઈ ગયો છે. અને દરેક દુકાને તેમજ શોપિંગ મોલમાં પણ ભારે માત્રામાં ભીડનો સામનો કરવો પડી રહ્યો છે.

પરંતુ આ ભીડમાં શહેરના નાગરિકોએ ખૂબ જ ચેતીને રહેવું જોઈએ, કારણકે આ ભીડનો લાભ લઈને ચોર લૂંટારા આવો ચોરી કે લૂંટફાટ કરીને જતા રહે છતાં પણ નાગરિકોને ખબર પણ રહેતી નથી. એવી ઘણી બધી ઘટનાઓ ભૂતકાળના સમયમાં સામે આવી ચૂકી હતી. અને અત્યારે ભીડનો લાભ લઈને બે યુવકો એવું કામ કરવા જતા હતા કે, અંતે તેમના કાળા કારનામાનો પરદાફાશ થઈ ગયો છે.

અને હવે સમાજમાં મોઢું સંતાડવાનો વારો આવ્યો છે. આ બનાવ સુરતના સરથાણા યોગી ચોક પાસે આવેલા ડીમાર્ટ શોપિંગ મોલમાંથી સામે આવ્યો છે. અહીં યોગીચોકના સાવલિયા સર્કલ પાસે ડી માર્ટ નામનો ખૂબ જ વિશાળ શોપિંગ મોલ આવેલો છે. જે આ સાંજના સમય દરમિયાન 35 વર્ષનો શૈલેષ તેમજ 22 વર્ષનો ભાર્ગવ નામના બે વ્યક્તિ અહીં ખરીદી કરવા માટે આવી પહોંચ્યા હતા.

બંને દાદા ભગવાનના મંદિર પાસે કામરેજ વિસ્તારમાં રહેતા હતા. તેઓ ખરીદી કરતી વખતે ડી માર્ટ શોપિંગ મોલની અંદર રહેલા કર્મચારીઓની નજર ચૂકવીને ખૂબ જ કાળું કામ કરી નાખ્યું હતું. પરંતુ તેઓ જ્યારે આ શોપિંગ મોલની બહાર નીકળવા જઈ રહ્યા હતા. ત્યારે તપાસ દરમિયાન તેમને પકડી પાડવામાં આવ્યા હતા.

અને તેમની તલાસી લેતાની સાથે જ તેમની પાસેથી ઘીના કુલ પાંચ પેકેટ મળી આવ્યા હતા.. તેઓ શોપિંગ મોલની અંદર રહેલા ઘી ના પેકેટની ચોરી કરીને બહાર નીકળવા જઈ રહ્યા હતા. પરંતુ બહાર નીકળે પહેલા જ સ્ટોરના સંચાલકોને જાણ થઈ જતા આ બંને વ્યક્તિને પકડી પાડવામાં આવ્યા છે.

બંને પાસેથી અંદાજે 2120 રૂપિયા ની કિંમતની ઘીના પાંચ પેકેટ મળી આવ્યા છે. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે ડી માર્ટ સ્ટોરના મેનેજર રાહુલ કુમારે સરથાણા પોલીસને જાણકારી આપી હતી. આ ઉપરાંત રાહુલ કુમારની ફરિયાદના આધારે પોલીસે બંને વ્યક્તિઓની સામે શોપિંગ મોલની અંદર ચોરી કરીને ચીજ વસ્તુઓ લઈ જવાનો ગુનો નોંધ્યો છે.

અને જરૂરી કાર્યવાહી પણ હાથ ધરી છે. અગાઉ પણ શોપિંગ મોલમાંથી ચોરી કરીને ચીજ વસ્તુઓ લઈ જવાનો એક મામલો સામે આવ્યો હતો. જેમાં બે મહિલાની સામે તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ બંને મહિલાઓ શોપિંગ મોલની અંદર રહેલી પૂર્ણ પોતાની સાડીની અંદર છુપાવીને લઈ જતી હતી..

પરંતુ સિક્યુરિટી ગાર્ડની નજરથી તેઓ બચી શકે નહીં અને તેમની પાસેથી બોટલો બહાર કઢાવી હતી. એટલું જ નહીં તેમના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી. આ સાથે સાથે તેમની સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. આ બંને મહિલાઓ સ્ટોર સંચાલકની સામે પગ પકડીને રડવા પણ લાગી હતી..

પરંતુ તેમની આ તમામ કામગીરીઓને નકારી કાઢી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આવા સમયે જે તે વ્યક્તિએ પોતે કરેલી ભૂલો ન ધરાઈ ધરાઈને પછતવો થતો હોય છે. પરંતુ પછી પછતાવો કર્યે કશું પાછું આવતું નથી. જુવાનીના સમયમાં ભૂલથી અજાણતા પણ કરેલી એક ભૂલ વારે વારે યાદ આવતી હોઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *