Breaking News

સાઈકલ લઈને મિત્રો સાથે શેરીએ શેરીએ ગણપતિ જોવા નીકળેલા દીકરા સાથે થયું એવું કે 10 મિનીટમાં ઘરે લાશ પહોચી ગઈ, માં-બાપના કાળજા ફાટી ગયા..!

હાલ ગણેશ ઉત્સવનો તહેવાર ચાલી રહ્યો છે, તહેવારના સમયની અંદર નાની ઉંમરના બાળકોથી માંડીને વડીલ ઉંમરના વ્યક્તિઓ સુધી દરેકમાં ખુશીની લાગણીઓ દેખાઈ આવતી હોય છે, એમાં પણ ગણેશ ઉત્સવની અંદર નાના બાળકોના ઉત્સાહમાં તો કોઈ પાર રહેતો નથી..

આ ઉત્સાહાની અંદર જ એવી ઘટના બની ચૂકી છે કે, જે કોઈપણ વ્યક્તિથી સહન થઈ નથી અને એક બાળકના મા બાપના તો કાળજા ફાટીને હાથમાં આવી ગયા હતા. આ માથા ધ્રુજાવતી ઘટના સહજ પાર્ક કોલોની માંથી સામે આવી છે. આ કોલોની ની અંદર ઉમેશભાઈ નામના વ્યક્તિ તેમની પત્ની રસીલાબેન તેમજ તેમના દસ વર્ષના દીકરા પીંકુ ની સાથે જીવન ગુજારે છે..

ઉમેશભાઈ સરકારી નોકરી ધરાવે છે જ્યારે તેમની પત્ની ઘરકામ કરીને જીવન ગુજારતી હતી, તેમનો દસ વર્ષનો દીકરો પિંકુ શાળાનો અભ્યાસ કરતો હતો, તેમનો દીકરો ગણેશ ઉત્સવમાં પોતાના મિત્રોની સાથે શેરીએ શેરીએ ગણપતિ જોવા માટે જવાની ઈચ્છા ધરાવતો હતો, ઉમેશભાઈ પાસે તેમના દીકરાને દરેક જગ્યાએ બાપાના દર્શન કરાવવા માટે ગણેશ પંડાલ સુધી લઈ જવાનો સમય ન હોવાને કારણે તેમનો દીકરો ખૂબ જ ચિંતીત હતો..

અને અંતે તેણે તેના સોસાયટીમાં રહેતા અન્ય મિત્રોની સાથે પોતાની સાઇકલ લઈને આસપાસની કોલોની ની અંદર ગણેશ પંડાલ ની અંદર ગણપતિ બાપા ના દર્શન કરવા માટે જવાનું નક્કી કરી નાખ્યું હતું, તે ઘરેથી તેના મમ્મીને કહીને નીકળ્યો હતો કે તે સાયકલ લઈને સોસાયટીના મિત્રોની સાથે નજીકની કોલોની ની અંદર ગણપતિ બાપા ના દર્શન કરવા માટે જઈ રહ્યો છે..

અને થોડા સમયની અંદર ઘરે પરત આવી જશે, સાયકલ ચલાવીને ઘણી બધી વાર પિંકુ તેના અન્ય મિત્રોની સાથે આસપાસના વિસ્તારની અંદર ચક્કર લગાવતો હતો. એટલા માટે રસીલાબેન તેના દીકરાને ગણપતિ બાપાના દર્શન કરવા માટે જવા દેવાની મંજૂરી આપી હતી, પિંકુ અંદાજે 10:00 વાગ્યે આસપાસ તેના સોસાયટીમાં રહેતા અન્ય મિત્રોની સાથે સાયકલ લઈને બાપાના દર્શન કરવા માટે નીકળી પડ્યો હતો..

રસીલાબેન કે ઉમેશભાઈને એવી તો શી ખબર કે તેમનો દીકરો ઘરેથી હસતો ખેલતો જઈ રહ્યો છે. પરંતુ તે પરત ફરવાનો નથી, પીંકુ તેના મિત્રોની સાથે સોસાયટીમાંથી બહાર સાયકલ લઈને નીકળ્યો અને રસ્તા ઉપર ચાલે ફુલ ઝડપે ત્યાંથી આવી રહ્યો હતો, પીન્કુ તેના અન્ય મિત્રોની સાથે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો..

ત્યારે તેના ત્રણ મિત્રોએ સાયકલ લઈને રસ્તો ક્રોસ કરી લીધો, પરંતુ પિંકુ પાછળ રહી જવાને કારણે ઉતાવળ કરવા લાગ્યો હતો અને પૂર ઝડપે ચાલતા ડમ્પરે પિંકુની સાયકલને કચડી નાખી હતી, પિંકુના શરીર ઉપરથી ડમ્પરના ત્રણ ટાયર ચાલી જવાને કારણે ઘટના સ્થળે જ પિંકુના શરીરનો તો ફટાકડો બોલી ગયો હતો..

ઘરેથી નીકળ્યો તેની માત્ર 10 મિનિટની અંદર જ એવી ઘટના બની ચૂકી હતી કે, એક મા-બાપને તેના કાળજા સમાન દીકરાને ખોવાનો વારો આવી ગયો હતો, કોઈ પણ મા બાપ પોતાના સંતાનોને ખોવાનું દુઃખ સહન કરી શકતા નથી સોસાયટીમાં રહેતા કેટલાક લોકો તાબડતો ત્યાં પહોંચી ગયા હતા..

રસીલાબેન તો તેમના ઘરે ઘરકામ કરી રહ્યા હતા, તાબડતો કેટલાક લોકો તેમના ઘર પાસે આવી પહોંચી અને કહેવા લાગ્યા કે રસીલાબેન તમારા દીકરાને ડમ્પરેકચડી નાખ્યો છે, અને તેનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે. આ સમાચાર સાંભળતાની સાથે ચક્કર ખાઈને તેઓ નીચે ઢળી પડ્યા હતા..

તેમને પણ પાણી પીવડાવીને હોશમાં લાવવામાં આવ્યા અને જ્યારે 10 મિનિટની અંદર જ પીંકુની લાશ ઘરે પહોંચી ત્યારે દુઃખની આગાડીને કોઈપણ વ્યક્તિ સહન કરી શકે નહીં ઉમેશભાઈ પણ તેમની નોકરી હતી, ઘરે આવવા માટે નીકળી ગયા હતા પિંકુ ના શરીરનો તો ફટાકડો બોલી ગયો હતો. આવો દુઃખદ અકસ્માત જે વ્યક્તિ નજરે જોઈ ચૂક્યા છે તેમનાથી તો દુઃખની આ ઘડી સહન થઈ શકી નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *